નવી દિલ્હી: દેશમાં કોરોના મહામારી (Corona epidemic)ની ત્રીજી લહેરની ચર્ચા વચ્ચે સ્વદેશી રસી (Corona vaccine)ની કંપની ઝાયડસ કેડિલાને લગતા મોટા સમાચાર આવ્યા છે. હાલમાં જાણવા મળ્યું છે કે, આ રસીની ટ્રાયલ (Vaccine trial) લગભગ પૂર્ણ થઈ ગયું છે અને આગામી કેટલાક મહિનામાં તેઓ બાળકોને રસી (Vaccinate to children) આપવાની શરૂઆત કરી શકે છે. આ વાત કોવિડ વર્કિંગ ગ્રૂપના અધ્યક્ષ ડો એન કે અરોડા દ્વારા કહેવામાં આવી છે.
અરોરાએ કહ્યું કે, ઝાયડસ કેડિલા (Zidus cadila)ની કોરોના રસીની ટ્રાયલ લગભગ પૂર્ણ થઈ ગઈ છે. હવે જુલાઈના અંતમાં અથવા ઓગસ્ટમાં 12થી 18 વર્ષના બાળકો માટે રસીકરણ શરૂ કરી શકાય છે. હાલમાં દેશમાં 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને કોરોના રસી આપવામાં આવી રહી છે. કેન્દ્ર સરકાર ત્રીજી લહેર પહેલા બને એટલા વધુ લોકોનું રસીકરમ કરવા માંગે છે. પરંતુ, રસીકરણમાં માત્ર ત્યારે જ વેગ આવશે જ્યારે દેશમાં મોટી સંખ્યામાં રસીના ડોઝ હોય. જો ઝાયડસ કેડિલાની રસીના ટ્રાયલના પરિણામો સારા આવ્યા પછી તરત મંજૂરી મળી જાય તો થોડી રાહત મળશે.
18 જૂન, 2021ના રોજ જાણકારી મળી હતું કે, ઝાયડસ કેડિલા આગામી 7થી 10 દિવસમાં ZyCoV-D કોરોના રસીના કટોકટી ઉપયોગ માટે મંજૂરી માટે અરજી કરી શકે છે. હાલમાં, ભારતમાં કટોકટીના ઉપયોગ માટે ત્રણ કોરોના રસીઓને મંજૂરી આપવામાં આવી છે. જેમાં કોવિશિલ્ડ, કોવાકસીન અને સ્પુટનિક શામેલ છે. ત્રીજી લહેરની સૌથી વધુ અસર બાળકો પર પડવાની વાત ચાલી રહી છે. આ સ્થિતિમાં, જો 12થી 18 વર્ષની વયના બાળકોને ઝાયડસ કેડિલાની કોરોના રસી આપવાનું શરૂ કરવામાં આવે તો રાહત મળી શકે છે.
ઝાયડસ કેડિલાની આ રસી વિશ્વની અન્ય રસીથી ઘણી અલગ છે. આ રસીના ત્રણ ડોઝ આપવામાં આવશે.
કોવિડ વર્કિંગ ગ્રૂપના અધ્યક્ષ એન કે અરોરાએ ત્રીજી લહેર અંગે વધુ જણાવતા કહ્યું કે, આઈસીએમઆરએ એક અભ્યાસ કર્યો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે ત્રીજી લહેર થોડી લેટ આવશે. આ દરમિયાન, અમારી પાસે લોકોને રસી આપવા માટે 6-8 મહિના છે.
આગામી દિવસોમાં અમારું લક્ષ્ય દરરોજ એક કરોડ કોરોના રસી આપવાનું રહેશે.