Charchapatra

નબળા વર્ગનાં બાળકો સારી શાળામાં ભણે અને શિક્ષણનો દર વધે છે?

તારીખ 28/12/2024 ના રોજ ‘ગુજરાતમિત્ર’માં શિક્ષણના ભ્રષ્ટાચાર વાંચી અવાક્ થઈ જવાય છે. જે વ્યક્તિએ 50 લાખની લોન લીધી છે તે વ્યક્તિનું બાળક RTE હેઠળ સારી શાળામાં પ્રવેશ લઈને શિક્ષણ લઈ રહ્યું છે. DEO ઓફિસે બોલાવ્યા તો સાદા ચંપલ પહેરીને ગયો. પૂછવામાં આવ્યું આવક કેટલી? તો આવક ઓછી કહી. આજના ડિજિટલ યુગમાં બેંક લોન કે અન્ય માહિતી ખબર પડી જાય છે.તેમાં સરકાર માંગે તો કોઈ પણ વિભાગ આપ-લે કરે છે.

અહીં સવાલ એ થાય છે. કોઈની 20 લાખ લોન કોઈની 15 લાખ લોન તે સર્વો  ગરીબ તરીકે બાળક માટે RTE  શિક્ષણનો લાભ લઈ રહ્યા છે.તો ખરા ગરીબનાં બાળકો ક્યાં ભણશે? કેવી રીતે પ્રવેશ મેળવી શકે? આવાં લોકો આવક ઓછી બતાવી છે તે પુરાવા ક્યાંથી લાવ્યા તો સરકારે જ આવકનો દાખલો આપ્યો. શું  દાખલો આપતાં ખબર ન પડી? હવે જે તે રૂપિયા શાળામાં આપવાના સમયે ખબર પડી? પહેલાં  કયા આધારે દાખલો આપ્યો? તો કર્મચારીઓના મેળાપીપળાથી  શક્ય છે. આ વાત સાચી આગળના ચર્ચાપત્રમાં કહ્યું હતું. સરકારી જેટલી ઊંચી બિલ્ડીંગ એટલો સારો ભ્રષ્ટાચાર છે.

સારી આવકવાળા વર્ગનાં બાળકોએ આખું વર્ષ ભણી લીધું, ભલે સરકાર રૂપિયા ન ભરશે. પણ જે ખરાં ગરીબ બાળકોને RTE મુજબ પ્રવેશ ન મળ્યો તેમનું શું? હવે આ રૂપિયા ક્યાં જશે? સરકારી ભીડ ભેગી કરવા માટે? કોઈ  ચૂંટણીલક્ષી કાર્ય માટે? ભગવાન નામે આપેલ મતદાન આખરે ભ્રષ્ટાચાર કરવામાં ભગવાનનો ડર નથી રાખતા. આ કડવું સત્ય. કર્મચારીઓની કર્મનિષ્ઠા છાપરે ચડીને બૂમ પાડે છે. ભ્રષ્ટાચાર કરીશું અને સરકાર અમને બચાવશે. ખરેખર આ RTE અને RTI લાવનાર તજજ્ઞ પૂર્વ વડા પ્રધાનના આત્માને શાંતિ મળે તેવી દિલથી અર્ચના કરું છું.આ નિયમથી આખરે ભ્રષ્ટાચાર તો જાણી શકાય છે.
તાપી    – હરીશ ચૌધરી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top