SURAT

શરમને પણ શરમાવી દીધી: 70 વર્ષે ડોસાને વિકૃતિ ઉપડી, 8 વર્ષના માસૂમ સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય

સુરત : કાપોદ્રામાં એક 8 વર્ષના માસૂમ બાળક (Child)ને રમાડવાનું કહીને સોસાયટીના નાકા ઉપર મુકેલા બાકડા (bench) ઉપર બેસાડીને 70 વર્ષના વૃદ્ધે (old man) સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય (abuse) કર્યું હતું. આ સમગ્ર ઘટના એક જાગૃત વ્યક્તિએ પોતાના મોબાઇલના કેમેરામાં કેદ (capture in mobile) કરી લીધી હતી અને પોલીસને જાણ કરી હતી. કાપોદ્રા પોલીસે આ વિકૃત વૃદ્ધની સામે ગુનો નોંધીને તેની ધરપકડ કરી હતી. આ વૃદ્ધ અગાઉ કૂતરાઓ સાથે પણ અટકચાળા કરતો હોવાનો વિડીયો વાયરલ (video viral) થયો હતો.

આ ઘટનાની વિગત મુજબ, પુણાગામમાં રહેતા વિરેનભાઇ (નામ બદલ્યુ છે) હીરાના કારખાનામાં કામ કરે છે. તેમની ઉપર મંગળવારે રાત્રીના સાડા નવ વાગ્યાના અરસામાં સોસાયટીની બાજુમાં જ રહેતા તેમના મિત્રનો મિસ્કોલ આવ્યો હતો. વિરેનભાઇએ સામેથી ફોન કરતા તેઓએ કહ્યું કે, તમને કાંઇ સમાચાર મળ્યા..? વિરેનભાઇએ ના પાડતાની સાથે જ તેમના મિત્રએ કહ્યું કે, હું તમારા ઘરે આવું છું. થોડીવાર બાદ વિરેનભાઇના ઘરે તેમનો મિત્ર આવ્યો હતો અને કહ્યું કે, તમારા પુત્ર ‘વંશ’(નામ બદલ્યુ છે)ને આપણી સોસાયટીમાં જ રહેતા વશરામભાઇ પદમાણી (ઉ.વ.આ. 70)એ રવિવારે બપોરના સમયે, તેમજ મંગળવારે પણ સાંજના સમયે સોસાયટીના ગેટ પાસે મુકેલા બાકડા ઉપર રમવા માટે લઇ ગયા હતા.

અહીં વશરામભાઇએ પોતાનું ગુપ્તાંગ વંશના હાથમાં આપ્યું હતું, બાદમાં વંશને વશરામભાઇએ પોતાના ખોળામાં લઇ લીધો હતો અને પોતાનું ગુપ્તાંગ વંશના ગુદાના ભાગે નાંખીને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું. નજીકમાં જ રહેતા એક વ્યક્તિએ આ સમગ્ર ઘટના મોબાઇલમાં કેદ કરી લીધી હતી. બાદમાં પોલીસને જાણ કરવામાં આવી હતી. કાપોદ્રા પોલીસે આ સમગ્ર ઘટના અંગે ગુનો નોંધીને વશરામભાઇની ધરપકડ કરી વધુ પુછપરછ શરૂ કરી છે.

Most Popular

To Top