હૈદરાબાદ : તેલંગાણામાં એક મરઘાંને તેના માલિકની હત્યાના કેસમાં (MURDER CASE) ધરપકડ કરવામાં આવી છે. આ કેસ રાજ્યના જગ્તીયલ જિલ્લાના ગોલાપલ્લીનો છે. હાલ મરઘાંને પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવ્યો છે. એટલું જ નહીં, આ ગુનાને કારણે તેને અદાલતમાં પણ હાજર થવું પડ્યું. જોકે, મરઘાંને કાયદેસરની પ્રક્રિયામાંથી પસાર થવું પડે તેવું આ પહેલીવાર નથી. જાન્યુઆરીમાં, બે કૂકડાઓએ 10 લોકો સાથે ત્રણ દિવસ લોકઅપ (LOCKUP) માં પસાર કરવા પડ્યા હતા.
આ કેસ 22 ફેબ્રુઆરીનો છે. ગોલાપલ્લીમાં, મંદિરની પાસે મરઘાઓની લડાઈ થવાની હતી. આ માટે મરઘાં ફાર્મ ચલાવતા 45 વર્ષીય ટી સતૈયા પણ તૈયારીઓ કરી રહ્યા હતા. તે આવી લડત માટે મરઘાં તૈયાર કરવામાં નિષ્ણાંત માનવામાં આવે છે. તેઓ સવારે કામ પર આવ્યા હતા અને મરઘાંના પગમાં 3 ઇંચની છરી બાંધી હતી. બીજા મરઘાંને ઉછેરવા તેણે નીચે મૂકતાંની સાથે જ તેણે છરી છોડવાનો પ્રયત્ન શરૂ કર્યો. દરમિયાન, છરી આકસ્મિક રીતે સતૈયાની પીઠ ઉપર લાગી ગઈ હતી.
ગોલાપલ્લી પોલીસ સ્ટેશનના સબ ઇન્સપેક્ટર જીવન જણાવે છે કે ચાકુ વાગ્યા બાદ સતૈયાનું લોહી નીકળવાનું શરૂ થયું. તેણે કહ્યું, ‘ધારદાર છરીથી ગંભીર ઈજા થઈ હતી,અને તેનું ખૂબ જ લોહી વહી ગયું હતું. જ્યાં બાદમાં તેને મૃત જાહેર કરાયો હતો. અધિકારીએ આ કેસને યોગ્ય જણાવ્યો હતો. જો કે બાદમાં છરી ને કબ્જે કરી લેવામાં આવી છે. તેમજ મરઘાંના ફોટોગ્રાફ્સ પણ લેવામાં આવ્યા છે.
તેમણે માહિતી આપી હતી ‘અમે મરઘાંને એક દિવસ માટે પોલીસ સ્ટેશનમાં રાખ્યો હતો, પરંતુ પછીથી તેને નજીકના મરઘાં ફાર્મમાં મોકલી દીધો. જ્યાં તેની સંભાળ રાખવામાં આવી રહી છે. મરઘાંની તસવીરો કોર્ટમાં રજૂ કરવામાં આવશે. જો કોર્ટ આદેશ આપે તો તેને રજૂ કરવામાં આવશે. સતૈયાની પત્નીએ પોલીસને જણાવ્યું હતું કે તે આવી લડાઇમાં સામેલ થઈ હમેશ પોતાના મરઘાને મુકતો હતો. તે દરેક યુદ્ધમાં 1500 થી 2000 હજાર રૂપિયા કમાતો હતો.
તેલંગાણામાં મરઘાઓની લડત ગેરકાયદેસર છે, પરંતુ રાજ્યમાં આવા છુપા આયોજનના સમાચાર આવતા જ રહે છે. આ યુદ્ધમાં, એક મરઘાંને બીજાની સામે લડવા માટે તૈયાર કરવામાં આવે છે. જ્યાં તેમના પર લાખો રૂપિયાની શરત લગાવવામાં આવે છે.