SURAT

…છે તો વિદેશી પણ સુરતીઓના ઘરની બન્યા છે શાન આ “એક્ઝોટિક બર્ડ્ઝ”

સુરતીઓ ફરવાના પણ શોખીન છે અને ફોટોગ્રાફીના પણ છે અને સ્પોર્ટ્સ લવર્સ પણ છે. હવે સુરતી યંગ સ્ટર્સને વિદેશી બર્ડ્ઝ કલેક્શનનો પણ જબરો શોખ લાગ્યો છે. સુરતમાં જ વિદેશી પક્ષી પ્રેમિયોની સંખ્યા 2થી 3 હજાર છે. તમે દેશી ગણાતા બર્ડ્ઝ ઘરમાં નથી રાખી શકતા પણ વિદેશી એક્ઝોટિક બર્ડ્ઝ રાખી શકો છો. એટલે ઘણા સુરતી બર્ડ્ઝ લવર્સએ પોતાના ઘરને જ એક્ઝોટિક બર્ડ્ઝ માટેના હોમ બનાવી દીધા છે. જોકે આ તો વિદેશી પક્ષીઓની વાત છે. સુરતમાં તો એવા પક્ષી પ્રેમી પણ છે જેઓ ઘરમાં પક્ષી નથી રાખતા પણ પક્ષીઓની સંખ્યા વધે અને તેમનું ફ્રીડમ પણ જળવાય રહે તે માટે પોતાના ઘરની બાલ્કની પક્ષીઓને સમર્પિત કરી દીધી છે જ્યાં સવાર-સાંજ પક્ષી ચણવા આવે છે અને પાણીની તરસ છુપાવી પોતાના ગંતવ્ય સ્થાન તરફ ઉડી જાય છે. ચાલો આપણે આ પક્ષી પ્રેમી સુરતીઓ વિશે અને તેમના આ અનોખા શોખ વિશે જાણીએ…

મારી પાસે સાઉથ અમેરિકા, ન્યૂ ગીની, બ્રાઝીલ, ઓસ્ટ્રેલિયા, ઇન્ડોનેશિયાના બર્ડ્ઝ છે: દેવેન્દ્ર કોન્ટ્રાકટર
ખેતીવાડી સાથે સંકળાયેલા દેવેન્દ્રભાઈ કોન્ટ્રાક્ટરે જણાવ્યું કે મારી પાસે એક્ઝોટિક બર્ડ્ઝમાં ગોલ્ડન કનોર, બ્લુ ગોલ્ડ મકાઉ, સ્કારલેટ મકાઉ, બ્લેક કાઈટ, વ્હાઇટ બેલેડ,આફ્રિકન ગ્રે, સન કનુર બર્ડ્ઝ છે. મારા ફાર્મ હાઉસ અને મારા ખાલી ઘરમાં આ બર્ડ્ઝને રાખ્યા છે. હું નાનો હતો ત્યારે ઘરમાં એક ચકલી ઉડીને આવી હતી જેના પ્રત્યે મને આત્મીયતા બંધાઈ ગઈ હતી ત્યારથી મને અવનવા પક્ષીઓ વિશે જાણવામાં ઇન્ટરસ્ટ જાગ્યો હતો. સ્ટડી પુરી થયા બાદ મેં શોખ ખાતર એક્સોટિક બર્ડ્ઝ કલેક્શન શરૂ કર્યું હતું. આ બર્ડ્ઝ સાઉથ અમેરિકા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, ન્યૂ ગીની, ઇન્ડોનેશિયાના છે મેં આ બર્ડ્ઝ અમદાવાદ, વડોદરા અને સુરતમાંથી મેળવ્યા છે. તેમને ખાવામાં મકાઈના દાણા, પપમ, જ્યૂસી ફ્રૂટ્સ અને સન ફ્લાવર બી પસંદ છે અમે તેમને વિટામિન માટે પેલેટ્સ આપીએ છીએ જે તૈયાર મળતા હોય છે.

મારા ઘરની શાન બન્યા છે 25 વિદેશી પેરટસ: હાર્દિક સિંહ
હાર્દિક સિંહે જણાવ્યું કે મને બાળપણથી પક્ષીઓ ગમતા હતાં. મેં એક ફાર્મમાં એક્ઝોટિક બર્ડ્ઝ જોયા હતાં અને મને ઘરમાં એક્ઝોટિક બર્ડ્ઝ લાવવાની ઈચ્છા થઇ મેં શહેરના પક્ષી પ્રેમીઓ પાસેથી વિવિધ જાતિના વિદેશી પેરટ મેળવ્યા. આજે મારા ઘરમાં આવા 24 પેરોટ છે. કોકાટેલ, આફ્રિકન ગ્રે, ડસ્કી લોરીકીટ, લવ બર્ડ્ઝ અને સન કનૂર આ વિદેશી પેરોટ મારા ઘરની શાન બન્યા છે. આફ્રિકન ગ્રે વર્લ્ડનું ટોપ ટોકેટિવ બર્ડ ગણાય છે. મારી પાસેના આ બર્ડ્ઝ યેલો, ગ્રે, વ્હાઇટ, ડાર્ક ઓરેન્જ, બ્લેક, બ્લુ અને ગ્રીન કલરના છે. ડસ્કી લોરીકીટ ડાન્સિંગ બર્ડ છે તો લવ બર્ડ્ઝ ક્યૂટ દેખાય છે. આ બધા પેરટ મારા ઘરમાં ખુલ્લામાં પણ ફરે છે અને તેમના માટે કેજ પણ છે. હું આ પક્ષી લઈને શહેરની અલગ-અલગ સ્કૂલોમાં પણ જાઉં છું અને સ્ટુડન્ટ્સને આ પક્ષીઓ વિશે નોલેજ આપું છું. આ બર્ડ્ઝ માટે મને એટલી લાગણી બંધાઈ ગઈ છે કે તે પક્ષીઓમાં કોઈ જરાક પણ શાંત કે ઢીલું દેખાય તો તરત ખ્યાલ આવી જાય છે કે તે બીમાર છે. હું રાતે દર ત્રણ કલાકે જાગી તે પક્ષીની હેલ્થ કેવી છે તે ચેક કરું છું તેમને ઠીક કરવા માટે મેડિસિન લિકવિડમાં કે ખોરાક પર છાંટીને અપાય છે. બીમાર પક્ષીને ડોકટર પાસે પણ લઈ જાઉં છું. અત્યારે શિયાળો ચાલુ થઈ ગયો છે એટલે તેમને ઠંડી નહીં લાગે તે માટે કેજની બહાર બર્ડ્ઝ હોય ત્યારે બલ્બ ચાલુ કરું છું જેથી તેમને હૂંફાળું લાગે. આ પક્ષીઓ મારા ફેમિલી મેમ્બર જેવા જ છે.

મેં મારા ઘરની બાલ્કની પક્ષીઓને સમર્પિત કરી દીધી છે: મિતિશા દેસાઈ
ઉમરા-પીપલોદ વિસ્તારમાં રહેતા સ્કૂલ ટીચર મિતિશાબેન દેસાઈએ પોતાના ઘરની બાલ્કની સવાર, બપોર, સાંજ ચકલી, પોપટ, કાગડા, કબૂતર, કાબરના કલરવથી ગુંજી ઉઠે છે. જોકે તેમણે ઘરમાં કોઈ પક્ષી નથી પાળ્યા. મિતાશીબેને જણાવ્યું કે મને ઘણી વખત એવું લાગતું કે ચકલી, કાગડા કશેક ખોવાઈ ગયા છે તે ફરી જોવા મળે એટલે મેં બાલ્કનીમાં બર્ડ ફીડર મુક્યા અને ટ્રી હાઉસ મુક્યા. પક્ષીઓને ઝૂલવા માટે અને બેસવા માટે જાસૂદ, મોગરો, લીલી ચાયના પ્લાંટ બાલ્કનીમાં કોરોના કાળમાં મુક્યા. જ્યારે ટ્રી હાઉસ મને ગિફ્ટમાં મળ્યું હતું. શરૂઆતમાં કોઈ પક્ષી નહીં આવતા હતા પછી બે ચકલી આવી અને ત્યાર બાદ રોજ સવારે, બપોરે, સાંજે અને સંધ્યાકાળ સમયે પક્ષીઓ પાણી પીવા અને ચોખા અને તુવેરદાળની મજા લેવા આવે છે. ગ્રીન ફીડરમાં ચોખા મુકું છું બે દિવસમાં એક કિલો ચોખા પક્ષીઓ ચણી જાય છે. જ્યારે મેં ઘરમાં બર્ડ્ઝ માટે ઘરની બાલ્કનીમાં વ્યવસ્થાની વાત કરી હતી ત્યારે મારા હસબન્ડ અને મારા દીકરાએ મને સપોર્ટ કર્યો હતો. તેઓ બર્ડ ફીડરમાં ચોખા, દાળ મુકવાનું કામ પણ કરે છે.હું ઘણી વખત પક્ષીઓ સાથે વાતો કરું છું ત્યારે મને એવું ફિલ થાય છે કે પક્ષીઓ મારી વાત ધ્યાન થી સાંભળે છે.

Most Popular

To Top