પોલીસે છત્તીસગઢના જંગલમાં આજે વધુ ૨૦ જવાનોના મૃતદેહો બહાર કાઢ્યા હતા. આ સાથે ગત રોજ નક્સલવાદીઓ સાથે થયેલા એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા સુરક્ષા જવાનોની સંખ્યા વધીને 22 થઈ ગઈ છે. તેમજ 30થી વધુ જવાનો ઘાયલ થયા હતા. પોલીસે એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા ત્રણ જવાનોના મૃતદેહોને પણ બહાર કાઢ્યા હતા. એક અધિકારીએ જણાવ્યું હતું કે, જંગલમાં સર્ચ ઓપરેશન ચાલુ છે.
અધિકારીએ જણાવ્યું કે, મૃતકોમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ)ના સ્પેશિયલ યુનિટ કોબ્રા (રિઝોલ્યુટ એક્શન ફોર કમાન્ડો બટાલિયન) અને ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ (ડીઆરજી)ના જવાનોનો સમાવેશ થાય છે. પરંતુ, યુનિટના કેટલા જવાનો હતા તે સ્પષ્ટ થઈ શક્યું નથી. પોલીસે જણાવ્યું હતું કે, છત્તીસગઢના બીજાપુર અને સુકમા જિલ્લાઓ વચ્ચેની સીમમાં જંગલમાં નક્સલીઓ વચ્ચે ભીષણ એન્કાઉન્ટરમાં શનિવારે પાંચ સુરક્ષા જવાનોના મોત અને અઢાર જવાન લાપતા હતા.
રવિવારે સર્ચ ઓપરેશન દરમિયાન ગુમ થયેલા 17 જવાનોના મૃતદેહો મળી આવ્યા હતા. તેમણે સુરક્ષા દળોના કેટલાક હથિયારો ગુમ થયા હોવાનું જણાવ્યું હતું. છત્તીસગઢના ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ (નક્સલ વિરોધી ઓપરેશન) ઓ. પી. પાલે શનિવારે જણાવ્યું હતું કે, પોલીસ અને અર્ધલશ્કરના કેટલાક જવાન લાપતા થયાની નોંધ મળી હતી અને તેમને શોધવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. આ એન્કાઉન્ટરમાં બાદ માત્ર એક મહિલા નક્સલનો મૃતદેહ મળી આવ્યો હતો.
રાજ્યના નારાયણપુર જિલ્લામાં માઓવાદીઓએ 23 માર્ચે સુરક્ષા કર્મચારીઓને લઇને આવતી એક બસને ઉડાવી દીધી હતી. છત્તીસગઢના 27 માંથી 14 જિલ્લા એલડબ્લ્યુઇ હિંસાથી પ્રભાવિત છે. અધિકારીએ જણાવ્યું હતું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે રવિવારે છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ સાથે વાત કરી હતી. શાહે સીઆરપીએફના ડાયરેક્ટર જનરલ કુલદિપસિંઘને પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા છત્તીસગઢની મુલાકાતે આવવા નિર્દેશ પણ આપ્યો હતો.
કેન્દ્રીય ગૃહ મંત્રીએ એન્કાઉન્ટરમાં સુરક્ષા જવાનોના મોત અંગે શોક વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે, તેમની બહાદુરીને ક્યારેય ભૂલી શકાય નહીં. શાંતિ અને પ્રગતિના દુશ્મનો સામે સરકાર તેની લડત ચાલુ રાખશે.