નવી દિલ્હી (New Delhi): કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા ખેડૂતોના પ્રજાસત્તાક દિવસ નિમિત્તે ટ્રેક્ટર રેલી દરમિયાન થયેલી અથડામણ બાદ ચેન્નાઇની (Chennai) એક પ્રતિષ્ઠિત CBSE સ્કૂલના અંગ્રેજી ભાષાના પેપરમાં એક પ્રશ્ન એવો પૂછાયો છે જેનાથી વિવાદમાં ઊભો થઇ ગયો છે. ચેન્નાઇની એક પ્રતિષ્ઠિત CBSE સ્કૂલમાં દસમા ધોરણના અંગ્રેજી ભાષાના પ્રશ્નપત્રમાં દિલ્હીમાં 26 જાન્યુઆરીએ બનેલી ઘટનાનું વિવરણ આપ્યુ. આ આંદોલનકારીઓને પ્રચંડ હિંસક તત્વો ગણાવ્યા. આ પ્રશ્નમાં એવું કહેવાયુ હતુ કે તમારા શહેરમાં આવી ઘટના બન્યા પછી તમારે તમારા શહેરના જાણીતા અખબારના એડિટરને આ હિસા અંગે પત્ર લખવાનો છે, તો તમે શું લખશો?
11 ફેબ્રુઆરીએ યોજાયેલી આ પરીક્ષામાં વિદ્યાર્થીઓને આ પ્રશ્નમાં એવુ પણ કહેવાયુ હતુ કે આવી હિંસા કરનાર ત્રાસવાદીઓ સામે તામાર મંતવ્યે શું કાર્યવાહી થવી જોઇએ? તમે વ્યકતિગત રીતે આવા કૃત્યો અને હિંસાઓ અટકે અને આવા હિંસાખોરોની યોજનાઓ નિશ્ફળ જાય એ માટે તમે શું સૂચવશો? પ્રશ્નમાં પૂછાયુ હતુ કે, “તમારા શહેરના દૈનિક અખબારના સંપાદકને એક પત્ર લખો અને આવા ભયાનક, હિંસક કૃત્યો કરનારા જાહેર મિલકતને નષ્ટ કરી રાષ્ટ્રધ્વજને અવગણીને અને પોલીસ કર્મચારીઓ પર હુમલો કરવો એ કેટલાક ગુના છે જે કોઈ પણ કારણસર ન્યાયી ઠેરવી શકાતા નથી. આ લોકો ભૂલી જાય છે કે જાહેર હિત સ્વ-હિત પહેલા આવે છે”.
આ ઘટના પછી ઘણા વપક્ષી નેતાઓએ આ ઘટનાની ભારે ટીકા કરી છે. AIADMKના પ્રવક્તા કોવાઈ સત્યમે આ મામલે કહ્યુ કે, “પ્રજાસત્તાક દિવસની ઘટના અંગે હજી તપાસ ચાલી રહી છે, તેથી કોઈ તારણ પર પહોંચવા અને બાળકો સુધી આ ઘટના પહોંચાડવા માટે કાળજી લેવી જોઇએ. ખાનગી શાળાએ તૈયાર કરેલા પ્રશ્નપત્રમાં આ ધ્યાન આપવામાં આવ્યું નથી અને હું ઇચ્છું છું કે આવી માહિતી આપતીવખતે શાળા પ્રશાસન સાવચેત રહે. “. પૂર્વ કેન્દ્રીય પ્રધાન હરસિમરત કૌર બાદલે પણ ટ્વિટ કરીને આ કેસ અંગે ખેદ વ્યક્ત કર્યો છે અને સરકારને ખેડુતો સામે નફરત ફેલાવવા બદલ દોષી ઠેરવ્યા છે.
જણાવી દઇએ કે ખેડૂતોએ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ટ્રેક્ટર રેલી કાઢી હતી. કૃષિ કાયદાના વિરોધમાં 26 જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક દિવસે પરિસ્થિતિ બેકાબૂ બની ગઈ હતી અને અનેક જગ્યાએ હિંસાઓ થઈ હતી. દર્શન પાલ, યોગેન્દ્ર યાદવ સહિત 37 ખેડૂત નેતાઓ સામે FIR પણ નોંધાઈ હતી. જોકે, હજુ પણ ખેડૂતોનું પ્રદર્શન ચાલુ છે 18 ફેબ્રુઆરીએ ‘રેલ રોકો’ આંદોલન કર્યુ હતુ.