વડોદરા તા.3 શહેરમાં નશીલા પદાર્થોના વેચાણ વધતા પોલીસે એક્શનમાં આવીપ્રતિનિધિ વડોદરા તા.3શહેરમાં નશીલા પદાર્થોનો કાળો કારોબાર અને નશાની ગેરકાયેદ ચાલતી પ્રવૃત્તિઓ ડામવા માટે એસઓજી પોલીસ દ્વારા ઝુંબેશ અંગર્તગત ચેકિંગ શરૂ કરાયું છે. જેને લઇને માંજલપુર મુક્તિધામ ખાતે ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં શંકાસ્પદ પાંચ લોકોની અટક કરી સેમ્પલ લેવામાં આવ્યાં હતા.
શહેરમાં છુપી રીતે ગાંજો, ડ્રગ્સ ચરસ અને અફીણના સહિતના નશાકારક પદાર્થોનું વેચાણ કરાઇ રહ્યું છે. મિશન ક્લીન અભિયાન અંતર્ગત નશામુક્ત વડોદરા બનાવવા માટે સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપની ટીમ દ્વારા કાર્યવાહી કરાતી હોય છે. વડોદરા ઉડતા વડોદરા બનવા તરફ જઇ રહ્યું છે. ખાસ કરીને યુવાવર્ગમા નશાનો વ્યાપ વધી રહ્યો છે યુવાધન નશાના રવાડે ચઢી રહ્યું છે. શહેરમાં આવેલી અવાવરું, ઓછી અવર જવોર હોય તેવા સ્થળોએ માદક પદાર્થોનું ખરીદ, વેચાણ થતું હોય છે. વિશ્વામિત્રી નદીના નાળા, બ્રિજ નીચે, ખાણીપીણીના બજારના સંડાસ બાથરૂમ જેવી જગ્યાઓ, સ્મશાનો, અવાવરું જગ્યાઓ, મંગલ પાંડે રોડ, શહેરના હાઇવે તથા એકાંતવાળા રોડરસ્તાઓ, કેટલાક પાન, પ્રોવિઝન સ્ટોરની આડમાં કેટલાક લોકો ડ્રગ્સ ઇંજેક્શન, માદક પદાર્થોનું ખરીદ વેચાણ, ડ્રગ્સના સેવન કરાઇ રહ્યું છે.
ઉપરાંત મેડિકલ સ્ટોર પર પણ કેટલાક વધુ નાણાં કમાવવાની લાલચે કેટલીક પ્રતિબંધિત અથવા તો ડોક્ટર્સના પ્રિસ્ક્રીપ્શન વિના ન મળી શકે તેવી મગજ અને શરીરને ઉતેજીત કરતી ટેબલેટ્સ, નશા માટે કફશિરપ અને બીજી શિરપનું પણ અંદરખાને વેચાણ કરી રહ્યાં છે ત્યારે ઉડતા વડોદરા બનતા અટકાવવા શહેર પોલીસ અને એસ.ઓ.જી.એ હવે ખાસ ચેકીંગ હાથ ધર્યુ છે. જેના ભાગરૂપે બે દિવસ પહેલા સેન્ટ્રલ જેલરોડ પર એસ.ઓ.જી.એ ચેકીંગ શરૂ કર્યું હતું અને શનિવારે રાત્રે માંજલપુરના મુક્તિધામ ખાતે ચેકિંગ કરતાં નશીલા પદાર્થના ખાલી ઇંજેક્શન મળી આવ્યા હતા. સ્થળ પરથી પકડાયેલા પાંચ જેટલા લોકો નશાની હાલતમાં શંકાસ્પદ જણાતા તેઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા