Entertainment

રાહત ફતેહઅલી ખાનનું ગીત ‘જગ ઘુમીયા’ AIએ અરિજીત, આતિફ અને સોનુ નિગમના અવાજમાં ગાયું!

મુંબઈ: ઓપન એઆઈના ટૂલ ચેટજીપીટી (chatGPT) આવ્યા પછી તે ખુબ જ ચર્ચામાં રહ્યું છે. ચેટજીપીટી મનુષ્યો દ્વારા પુછવામાં આવેલા પ્રશ્નોના જવાબ સારી રીતે આપે છે. તેની બુદ્ધિમત્તાનું પરિણામ એ છે કે તે ઘણા ઇલેક્ટ્રોનિક ગેજેટ્સમાં એકીકૃત થઈ ગયું છે. અત્યાર સુધી આપણે AI જનરેટેડ (generated) ઘણા બધા આશ્ચર્યજનક ફોટા જોયા હશે. પરંતુ હવે AI ના કેટલાક એવા કાર્યો છે કે જે જોઈ તમે ચોંકી જશો. એક ઈન્સ્ટાગ્રામ યુઝરે AI ટૂલની મદદથી રાહત ફતેહ અલી ખાને (Rahat Fateh Ali Khan) ગાયેલુ ગીત ‘જગ ઘુમીયા’ ને અરિજીત સિંહ (Arijit Singh), આતિફ અસલમ (Atif Aslam) અને સોનુ નિગમના (Sonu Nigam) અવાજમાં બનાવ્યું હતું.

વર્ષ 2023ના શરૂઆતથી જ AI અને તેના બોટ્સ ખુબ જ ચર્ચામાં રહ્યા છે. વૉઇસ બનાવવા માટે AI બૉટ્સમાં સેમ્પલ વૉઇસ દાખલ કરવો પડે છે. જે પછી તે થોડી જ સેકન્ડના સેમ્પલ વોઈસ સાથે એઆઈ ટૂલ તે વોઈસમાં ગાયકનું આખું ગીત ગાઈ શકે છે. અવો જ હાલ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં ઈન્સ્ટ્રાગ્રામ યુઝર ડીજે મરાસિંઘે એઆઈની મદદથી સોશિયલ મીડિયા પર ઘણા સેમ્પલ શેર કર્યા છે.

ઈન્સ્ટ્રાગ્રામ પર AI ટૂલ જનરેટ ક્લીપો વાયરલ થઈ રહી છે
હાલમાં સોશિયલ મીડિયા પ્લેટ ફોર્મ ઈન્સ્ટ્રાગ્રામ પર AI ટૂલ જનરેટ ક્લીપો વાયરલ થઈ રહી છે. જેમાં એક યુઝરે AI ટૂલની મદદથી ગીતોની ક્લીપો બનાવી છે. આ ક્લીપમાં રાહત ફતેહ અલી ખાને ગાયેલુ ગીત ‘જગ ઘુમીયા’ ને બોલીવુડ સીંગર અરજીત સિંહ, અતીફ અસલમ અને સોનુ નિગમના અવાજમાં બનાવ્યું હતું. જોકે તે યુઝરે તેની પોસ્ટમાં સ્પષ્ટતા પણ કરી છે કે તેણે AI જનરેટેડ ગીતો માત્ર શૈક્ષણિક હેતુ માટે બનાવ્યા છે.

AI બોટ્સ ચેટ GPT માહિતી મેળવવા માટે પ્રશ્નો પૂછવા પડે છે
AI બોટ્સ ચેટ GPT થી માહિતી મેળવવા માટે પ્રશ્નો પૂછવા પડે છે. તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક મહિનામાં લોકો AI ટૂલ્સનો જોરદાર ઉપયોગ કરી રહ્યા છે. કેટલાક લોકો તેના ફોટા અને ફેમસ સેલિબ્રિટીઝને તેમાંથી બનાવેલ છે. તો કેટલાક લોકો તેમના ભવિષ્ય અને ભૂતકાળ સાથે જોડાયેલા પ્રશ્નો પૂછી રહ્યા છે. ઘણા અનુભવીઓએ એઆઈ ટૂલ્સને ભવિષ્ય માટે ખતરો પણ ગણાવ્યા છે.

Most Popular

To Top