સુરત : ઇન્સ્ટિટયુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્સી ઓફ ઇન્ડિયા (Chartered Accountancy of India) દ્વારા ગત જુન-2022માં લેવામાં આવેલી સી.એ ફાઉન્ડેશનની (CA Foundation) પરીક્ષાનું દેશવ્યાપી પરિણામ (Result) આજે જાહેર કરાયું છે. જેમાં સુરતનાં અક્ષત બેરીવાલા નામનાં વિદ્યાર્થીએ 400 પૈકી 354 માર્કસ સાથે શહેરમાં સંભવત પ્રથમ ક્રમ, અને ખુશ્બુ ચૌધરીએ 350 સાથે બીજો ક્રમ અને સ્મીત પરમારે 345 માર્કસ સાથે ત્રીજો ક્રમ મેળવી સફળતા મેળવી હતી.
સુરતનું પરિણામ 31.14 ટકા નોંધાયું
સુરત બ્રાંચમાં નોંધાયેલી સી.એ ફાઉન્ડેશનનાં કુલ 1750 વિદ્યાર્થીઓ પૈકી 545 વિદ્યાર્થીઓ સફળ રહેતા સુરતનું પરિણામ 31.14 ટકા નોંધવામાં નોંધાયું છે.પ્રાપ્ત માહિતી અનુસાર સી.એ ફાઉન્ડેશનની પરીક્ષા જૂન,૨૦૨૨માં લેવામાં આવી હતી. ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્સ ઓફ ઈન્ડિયા, દ્વારા આજે જાહેર કરવામાં આવેલા પરિણામમાં સુરતમાં કુલ 1750 વિદ્યાર્થીઓએ સી.એ. ફાઉન્ડેશનની પરીક્ષા આપી હતી, જે પૈકી 545 પાસ થતા 31.14 ટકા પરિણામ નોંધવામાં નોંધાયું છે. સુરતનાં અક્ષત બેરીવાલા નામનાં વિદ્યાર્થીએ 400 પૈકી 354 માર્કસ સાથે સંભવત શહેરમાં પ્રથમ ક્રમ મેળવ્યો હતો.
અક્ષતે બંને પરીક્ષાની એક સાથે તૈયારીઓ કરી
અક્ષતે જણાવ્યું હતું કે સીબીએસઇ બોર્ડની પરીક્ષા અને ફાઉન્ડેશનની પરીક્ષા વચ્ચે ગણતરીનાં 15 દિવસનો જ સમય મળ્યો હોવા છતા તેણે બંને પરીક્ષાની એક સાથે તૈયારીઓ કરીને સફળતા મેળવી હતી. સીબીએસઇ બોર્ડ ધોરણ-12ની પરીક્ષા 7 જૂનનાં રોજ પૂર્ણ થઇ હતી, જયારે સી.એ ફાઉન્ડેશનની પરીક્ષા 24 જુનનાં રોજ લેવામાં આવી હતી. આ ઉપરાંત પરિણામમાં હતો.વધુમાં જોવા જઇએ તો દેશ ભરમાંથી કુલ ૯૩,૭૨૯ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી. તેમાંથી ૨૩,૬૯૩ વિદ્યાર્થીઓ પાસ થયા હતા. ૨૫.૨૮ ટકા પરિણામ આવ્યું હતું.