આણંદ – ખેડા જિલ્લામાં ગરમી તેનો આગવો મિજાજ ધીરે ધીરે બતાવી રહી છે. તેની અસર પ્રકૃતિ પર પણ જોવા મળે છે. આણંદના મોગર ગામ પાસે ધોરી માર્ગ પર આવેલા આંબા પર મોર આવી ગયાં છે.
આણંદ : ચરોતરમાં આજથી 5 વર્ષ અગાઉ તાપમાન 37 ડિગ્રીએ પહોંચતા લોકો ત્રાહીમામ પોકારી ગયા હતા. બાદમાં આ વર્ષે ચરોતરમાં ગરમીનો પારો ફેબ્રુઆરીમાંથી ઉચો દેખાય રહ્યો છે. સામાન્ય કરતા તાપમાન બે – ત્રણ ડિગ્રી વધારે હોવાથી લોકો અત્યારથી ગરમીથી ત્રાસી ગયા છે. જોકે આવનાર બે દિવસ દરમિયાન અરબ સાગર તરફથી આવતા પવનમાં ભેજનું પ્રમાણ હોવાથી વાદળછાયું વાતાવરણ રહેશે.જેના કારણે ગરમીમાં આશંકી રાહત રહેશે. આણંદ – ખેડા જિલ્લામાં જોરદાર ઠંડી પડ્યા બાદ ગરમીનો પારો છેલ્લા સપ્તાહથી વધી ગયો છે. હવામાન વિભાગના જણાવ્યાનુસાર આજથી 5 વર્ષ અગાઉ 2017માં ફેબ્રુઆરીમાં તાપમાન 34થી 37 ડિગ્રીની વચ્ચે રહ્યું હતું. બાદમાં આ વર્ષે ફેબ્રુઆરીમાંથી સામાન્યતઃ કરતા ગરમીનો પારો વધુ જોવા મળી રહ્યો છે. દર વર્ષે ફેબ્રુઆરીમાં સામાન્ય તાપમાન 31-32 ડિગ્રી હોય છે.
પરંતુ આ વર્ષે તાપમાન 37 ડિગ્રીએ પહોંચ્યું છે. જોકે અરબ સાગર તરફથી આવતા પવનમાં ભેજનું પ્રમાણ વધતા જિલ્લામાં બે ત્રણ દિવસ વાતાવરણ વાદળછાયું રહેશે. જેના કારણે લોકોને ગરમીમાં આશંકી રાહત મળશે. બાદમાં તાપમાનમાં 3-4 ડિગ્રીનો વધારો થશે. બુધવારના રોજ મહત્તમ તાપમાન 33.2 ડિગ્રી, લઘુત્તમ તાપમાન 14.6 ડિગ્રી અને 2.5 કિમીપ્રતિ કલાકે હવા ફુંકાશે.