Charchapatra

ચેરીટી બીગીન્સ એટ હોમ

સનાતન સત્ય જેવી બાબત છે કે Charity begins at home. બાળકમાં સંસ્કાર ઘડતરનું કાર્ય ઘરના પારણામાંથી જ થતું હોય છે. એટલે જ કહેવાય છે કે ‘‘અચ્છાઈયાં ઔર બુરાઈયાં દોનોં પલનેં મે હી પલતે હૈં’’ રાત્રિનો અંધકાર વેઠીને જ ફૂલ ખિલે છે. સંસ્કાર ઘડતરનું સાચું કાર્ય ઘર આંગણામાંથી જ થતું હોય છે. કલા, કવિતા, અમર સાહિત્ય, ચારિત્ર્ય, પ્રેમ, સંસ્કાર વગેરેને પ્રતિકાત્મક રૂપે પૂજનારી પ્રજા જ ભવ્ય સંસ્કૃતિની ભેટ દેશ-દુનિયાને આપી શકે છે. અહીં તો રાજકારણના હાર્દ સમી પાર્લામેન્ટમાં જ 1/3 સભ્યો (સભ્યો કે અસભ્યો?!) હિસ્ટ્રીશીટર વગેરે ગુનેગારો જ બિરાજે છે!

ભથ્થાં- ભાંડાં વધારી વધારીને મોજ કરે છે. એ લોકો કદાચ નાનપણમાં પારણામાં સુતેલા જ નહીં હશે? કહેવાય છે કે વર્ષો પહેલાં દિલ્હી પાસે ગીચ જંગલો હતાં. ત્યાં એક વિશાળ વડલો હતો. ચોર લોકો રાત્રે ભાગ પાડવા (એ લોકો રાત્રે જ ચોરી કરતાં) વડલા નીચે ેસતા. હવે તો ધોળે દહાડે આપણા જ ચૂંટેલા લોકો રાજ કરવાને બહાને નારાજ વધારે કરે છે. આરામખોર પ્રજાને-  હરામખોર નેતા જ મળે ને?! આ દુનિયા દુર્જનોની દુષ્ટતાને લીધે જેટલી પીડાય છે. એના કરતાં વધારે સજ્જનોની નિષ્ક્રિયતાને લીધે પીડાતી હશે.
ચીખલી   – રમેશ એમ. મોદી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

મોબાઈલ જીવનું જોખમ પણ વધારે છે
મોબાઈલ એક રીતે જોઈએ તો કામની વસ્તુ છે. તેમાં અનેક સુવિધાઓ છે. પણ આ જ મોબાઈલ ક્યારેક ખતરનાક સાબિત થઈ શકે છે.આપણે હવે એક ખરાબ આદત પડી ગઈ છે કે બહાર જમવા ગયા તરત ફોટા પાડી સ્ટેટ્સ અને ગ્રુપમાં મુકી દઇએ. ભરૂચ જી.આઈ.ડી.સી.નો એક બનાવ આપણી આંખ ઉઘાડનારો છે. બે બચપણના ખાસ મિત્રો હતા ભરૂચમાં નોકરી કરતા હતા. ગાઢ મિત્રો- એકબીજાના ઘરે આવવા જવાનો વ્યવહાર હતો. એક મિત્રનાં મોબાઈલમાંથી બીજાએ તે મિત્રની પોતાની પત્ની સાથેના અંગત પળોના ફોટા મોબાઈલમાં સેવ કરી દીધા.

એની જાણ થતા પોતાના મિત્રને મોબાઈલમાંથી એ ફોટા ડિલીટ કરવાનું કહ્યું પણ તે માન્યો નહી. પછી એક દિવસ તે મિત્રે તેણે ઘરે બોલાવ્યો મોબાઈલમાંથી ફોટા ડિલીટ કરવા કહ્યું તે નહી માનતા ગુસ્સે ભરાયેલા મિત્રએ ખાસ મિત્રની હત્યા કરી નાખી. આપણને માણસ તરીકે ઓળખાવાની લાયકાત તો ક્યારના ગુમાવી ચુક્યા છે. પોતાના અંગત મિત્રની લાશના આરીથી નવનવ ટુકડા કર્યા. કોણ જાણે કેમ હવે આપણા દયા કરુણાનો છાંટો પણ બાકી રહ્યો નથી . મિત્રનો બચાવ કરવાનો પ્રયાસ નથી મિત્રએ ચોક્કસ ગંભીર ગુનો કર્યો છે. એની ના નહી પણ આટલી ઘાતકી રીતે હત્યા કરવામાં આવી એ ખુબ જ દુઃખદાયક છે
સુરત     – અબ્બાસભાઈ કૌકાવાલા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top