નવી દિલ્હી: (New Delhi) સુપ્રીમ કોર્ટે (Supreme court) મંગળવારે કેન્દ્ર સરકારના ચાર ધામ પ્રોજેક્ટને (Char dham project) મંજૂરી (Permission) આપી દીધી છે. પ્રોજેક્ટનો હેતુ રસ્તાઓને 10 મીટર પહોળો કરવાનો છે. કેન્દ્રને હવે ઓલ વેધર હાઈવે પ્રોજેક્ટમાં (All weather highway project) રોડની પહોળાઈ વધારવા અને ડબલ લેન હાઈવે બનાવવાની મંજૂરી મળી ગઈ છે. હવે ચારધામ પ્રોજેક્ટ હેઠળ બે લેનનો રોડ બન્યા બાદ ભારતની સેના (Indian Army) કોઈપણ હવામાનમાં ચીન સાથેની સરહદો (India china border) સુધી પહોંચી શકશે. કોર્ટે આ મામલાની સુનાવણી કરતા કહ્યું હતું કે, રક્ષા મંત્રાલયની (Defense Ministry) રસ્તાની પહોળાઈ વધારવા પાછળ કોઈ બદઈરાદો નથી. કોર્ટ સશસ્ત્ર દળોની જરૂરિયાતનો અંદાજ લગાવી શકતી નથી. આ સાથે સુપ્રીમ કોર્ટે ચારધામ રોડ પ્રોજેક્ટના ભાગરૂપે બે લેનનો રોડ બનાવવાની મંજૂરી આપી છે. કોર્ટે આર્મી માટે એના સ્ટ્રેટેજિક મહત્ત્વને જોતાં ડબલ લેન રોડને બનાવવાની મંજૂરી આપવાનો નિર્ણય કર્યો છે. કોર્ટે આ અંગે કહ્યું હતું કે આ રસ્તાનું મહત્ત્વ છે. સીમા સુરક્ષાની ચિંતાઓ પર ધ્યાન આપવાની જરૂરિયાત છે. રાષ્ટ્રીય સુરક્ષા માટે હાલ ગંભીર પડકારો છે. આવા સંજોગોમાં સૈનિકો અને હથિયારોની અવરજવર માટે રસ્તો સરળ હોય એ જરૂરી છે.
આ અગાઉ કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર (Road and transport minister) નીતિન ગડકરીએ (Nitin Gadkari) એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, ‘સમસ્યા એ છે કે ચીને તેનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર (Infrastructure) સંપૂર્ણ રીતે વિકસિત કરી લીધું છે, તેથી આવતીકાલે જો આપણે મોટા ટ્રક, મશીનરી અને ડિફેન્સ ટ્રાન્સપોર્ટને ચીનની સરહદ સુધી લઈ જવાના હોય તો તેના માટે અમારે સારા રસ્તાની જરૂર પડશે. ઓછામાં ઓછા 10 મીટર પહોળા રસ્તાઓ હોય તો જ અમે ચીન સુધી શસ્ત્રો પહોંચાડી શકીશું અન્યથા અમે તે કરી શકીશું નહીં.
મામલો સુપ્રીમ કોર્ટમાં કેમ પહોંચ્યો?
કેન્દ્ર સરકાર પ્રોજેક્ટ હેઠળ રસ્તાઓની પહોળાઈ વધારીને 10 મીટર કરવા માંગે છે. આ માટે કેન્દ્ર વતી સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી, જે અંતર્ગત કોર્ટને 8 સપ્ટેમ્બર, 2020ના રોજ આપવામાં આવેલા તેના આદેશમાં સુધારો કરવાની માંગ કરવામાં આવી હતી. આ આદેશ હેઠળ, રસ્તાઓની પહોળાઈ 5.5 મીટર સુધી મર્યાદિત કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
પ્રોજેક્ટની કલ્પના ક્યારે કરવામાં આવી હતી?
ઉત્તરાખંડના (Uttarakhand) ચાર મુખ્ય મંદિરો- બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રીને આવરી લેતા ચાર ધામ સર્કિટમાં તમામ પ્રકારના હવામાનની સ્થિતિમાં કનેક્ટિવિટી પૂરી પાડવા માટે 2016માં કેન્દ્રના લગભગ રૂ. 12,000 કરોડના હાઇવે વિસ્તરણ પ્રોજેક્ટની કલ્પના કરવામાં આવી હતી. પર્વતીય રસ્તાઓ પહોળા કરવામાં આવ્યા હતા. ડિસેમ્બર 2016માં પીએમ નરેન્દ્ર મોદીએ (PMNarendraModi) આનો શિલાન્યાસ કર્યો હતો. ચારધામ પ્રોજેક્ટનો હેતુ તમામ ઋતુઓમાં પહાડી રાજ્યનાં ચાર પવિત્ર સ્થળો યમુનોત્રી, ગંગોત્રી, કેદારનાથ અને બદ્રીનાથને જોડવાનો છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા પછી કોઈપણ ઋતુમાં ચારધામની યાત્રા કરી શકાશે. આ પ્રોજેક્ટ અંતર્ગત 900 કિલોમીટર લાંબો રોડ બની રહ્યો છે.
વિવાદ શું હતો?
2018 માં એક NGO દ્વારા રોડ-એક્સ્ટેંશન પ્રોજેક્ટને વૃક્ષો કાપવા, ટેકરીઓ કાપવા અને ડમ્પિંગને કારણે હિમાલયન ઇકોલોજી પર તેની સંભવિત અસર માટે પડકારવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે મુદ્દાઓની તપાસ કરવા માટે પર્યાવરણવિદ્ રવિ ચોપરાની આગેવાની હેઠળ એક ઉચ્ચ સત્તાવાળી સમિતિ (HPC) ની રચના કરી હતી. સમિતિમાં કુલ 21 સભ્યો હતા. જુલાઈ 2020 માં, HPC એ રસ્તા પહોળા કરવા અંગે સમિતિમાં મતભેદ અંગેના બે અહેવાલો રજૂ કર્યા. એચપીસીના (HPC) 21 સભ્યોમાંથી, જેઓ 14 સરકારી અધિકારીઓ હતા. અહેવાલે બહુમતી મત દ્વારા પ્રોજેક્ટમાં પરિકલ્પિત 12-મીટર પહોળાઈને સમર્થન આપ્યું હતું. સપ્ટેમ્બરમાં, સર્વોચ્ચ અદાલતે ચોપરા સહિત ચાર HPC સભ્યોની ભલામણને સમર્થન આપ્યું હતું કે, રસ્તાને 5.5 મીટર (1.5-મીટર-ઉંચી ફૂટપાથ સાથે) સુધી મર્યાદિત કરી શકાય. રસ્તાની પહોળાઈ માટે વધારાના સ્લોપ કટિંગ, બ્લાસ્ટિંગ, ટનલિંગ, ડમ્પિંગ અને વૃક્ષો કાપવાની જરૂર પડશે, જે હિમાલયના પ્રદેશને વધુ અસ્થિર બનાવશે, એમ તેમણે જણાવ્યું હતું. આનાથી ભૂસ્ખલન વધી શકે છે અને આ વિસ્તાર અચાનક પૂરની સંભાવના પણ બની શકે છે. HPCના ચેરમેન ચોપરાએ ઓગસ્ટ 2020માં પર્યાવરણ મંત્રાલયને પત્ર લખ્યો હતો. જેમાં તેમણે ઉલ્લેખ કર્યો હતો કે કાયદાકીય ધોરણોનું ઉલ્લંઘન કરીને પ્રોજેક્ટ કેવી રીતે અમલમાં આવી રહ્યો છે?
પ્રોજેક્ટને રક્ષામંત્રાલયનો સપોર્ટ મળ્યો
પ્રોજેક્ટમાં અનેક અવરોધોનો સામનો કરવો પડી રહ્યો હતો, ત્યારે જ તેને રક્ષા મંત્રાલયનો સહયોગ મળ્યો. મંત્રાલયે નવેમ્બરમાં સુપ્રીમ કોર્ટ સમક્ષ અપીલ દાખલ કરી હતી, જેમાં લશ્કરની જરૂરિયાતોને અનુરૂપ ડબલ-લેન રોડની માંગણી કરી હતી. કેન્દ્રએ કહ્યું કે ચીનની સરહદ પર સૈનિકો અને હથિયારોની અવરજવરને સરળ બનાવવા માટે આ પ્રોજેક્ટનું વ્યૂહાત્મક મહત્વ વધાર્યું છે.
કેન્દ્ર સરકારે જણાવ્યું કે શા માટે પહોળા રસ્તાની જરૂર છે
શરૂઆતમાં આ પ્રોજેક્ટ મુખ્યત્વે ચાર ધામ યાત્રાઓ (તીર્થયાત્રા)ની સુવિધા અને પ્રવાસનને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે કરવામાં આવી રહ્યો હતો. પરંતુ પાછળથી તેમાં સંરક્ષણ એંગલ ઉમેરવામાં આવ્યો અને મંત્રાલયે દલીલ કરી કે આ પ્રોજેક્ટ ચીન સરહદની નજીકના વિસ્તારોમાં સૈનિકોની અવરજવરને સરળ બનાવશે. અચાનક પહોળા રસ્તાઓ બનાવવાનું આ એકમાત્ર વાજબીપણું બની ગયું. કેન્દ્ર સરકારે અલગ-અલગ સુનાવણીમાં સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે ચીને તિબેટ ક્ષેત્રમાં એક મેજર બનાવ્યું છે અને સેનાને 1962ના યુદ્ધ જેવી સ્થિતિને ટાળવા માટે ભારે વાહનોને ભારત-ચીન સરહદ સુધી લઈ જવા માટે પહોળા રસ્તાઓની જરૂર છે. કેન્દ્ર સરકારે સ્વિત્ઝર્લેન્ડના (Switzerland) આંતરરાષ્ટ્રીય સલાહકારો સાથે ચર્ચા કરી છે અને સમસ્યાઓનું વિશ્લેષણ કરવાનો પ્રયાસ કર્યો છે. આ પગલાને વ્યૂહાત્મક દૃષ્ટિકોણથી મહત્ત્વપૂર્ણ ગણીને સરકારે પર્યાવરણનું ધ્યાન રાખવાનું પણ કહ્યું છે. પર્યાવરણની જાળવણી (Environment) માટે પર્યાવરણને કોઈ નુકસાન ન થાય તે માટે સમાન સંખ્યામાં વૃક્ષો વાવવાનું કહેવામાં આવ્યું છે.