National

JK વિધાનસભામાં 370 મામલે ભારે હંગામોઃ ધારાસભ્યો વચ્ચે ઝપાઝપી, મારામારી

જમ્મુઃ જમ્મુ-કાશ્મીર વિધાનસભા સત્રના પાંચમા દિવસે આજે શુક્રવારે સત્ર શરૂ થતાં જ કલમ 370 મુદ્દે ફરી એકવાર હોબાળો શરૂ થયો હતો. ધારાસભ્યો વચ્ચે ઝપાઝપી અને મારામારીના દ્રશ્યો સર્જાયા હતા. એન્જિનિયર રાશિદના ભાઈ અને અવામી ઇત્તેહાદ પાર્ટીના ધારાસભ્ય ખુર્શીદ અહેમદ શેખને માર્શલો દ્વારા ગૃહની બહાર લઈ જવામાં આવ્યા હતા. ગૃહમાં ભાજપ કલમ 370 વિરુદ્ધ લાવવામાં આવેલા પ્રસ્તાવનો સતત વિરોધ કરી રહ્યું છે.

આજે હંગામો શરૂ થયા બાદ પીડીપી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. સત્ર શરૂ થતાં જ ભાજપના ધારાસભ્યો ઉભા થઈ ગયા અને પીડીપી અને સ્પીકર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન શરૂ કર્યું.

ધારા 370ને પુનઃસ્થાપિત કરવાની માંગને લઈને પાર્ટીના ધારાસભ્યો અને વિપક્ષ વચ્ચે વિધાનસભામાં હંગામો થયો હતો. ગૃહમાં આ હંગામો કલમ 370ની પુનઃસ્થાપના સંબંધિત બે પ્રસ્તાવોને લઈને થઈ રહ્યો છે.

એજન્સીના જણાવ્યા અનુસાર મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ સમગ્ર વિવાદ પર કહ્યું 5 ઓગસ્ટ 2019ના રોજ જે થયું તે અમે સ્વીકારતા નથી. અમારી સાથે ચર્ચા કર્યા પછી કરવામાં આવ્યું નથી. કેટલાક લોકો કહી રહ્યા હતા કે અમે તે મુદ્દાને ભૂલી ગયા છીએ. અમે છેતરપિંડી કરનારા લોકો નથી, તફાવત એ છે કે અમે એસેમ્બલી દ્વારા વસ્તુઓ કેવી રીતે લાવવી તે જાણીએ છીએ.

Most Popular

To Top