Charchapatra

બદલાતુ જતુ ઋતુચક્ર

આપણા દેશમાં મુખ્યત્વે ત્રણ ઋતુ હતી પરંતુ કેટલાક સમયથી ઋતુચક્રમાં ફેરફાર થતો જણાય છે. દિવાળી બાદ વર્ષાઋતુ આવે એ સૌને માટે આશ્ચર્યજનક ઘટના કહેવાય! પૂર્વ કે પશ્ચિમના દેશોમાં વરસાદ ગમે ત્યારે મુલાકાત લઇ જાય પણ અહીં એવુ ન હતું. શિયાળામાં શીતળ ઋતુ, ગ્રીષ્મમાં ગ્રીષ્મનો અહેસાસ અને વર્ષઋતુમાં વર્ષનું આગમન લગભગ નિશ્ચિત જ હોય. પણ વર્તમાન સમયમાં વરસાદ પણ અનિશ્ચિત સ્વરૂપે દેખા દે છે.

કારણ તો વૈજ્ઞાનિકો અને જાણકારને જ ખબર હોઇ શકે. કદાચિત ગ્લોબલ વોર્મિંગ? પણ ધરતીપુત્રોને અનહદ નુકસાન કમોસમી વરસાદને કારણે વેઠવુ પડે એ દુ:ખદ ઘટના કહેવાય. એમની મહેનત પર પાણી ફરી વળે એ સંપૂર્ણપણે અયોગ્ય કહેવાય. કેટલાય ડાંગરનો પાક નિષ્ફળ ગયો! કપાસની ખેતી પણ નિષ્ફળ જઇ શકે. મગફળીનો પાક પણ નુકસાનકર્તા બની ગયો. જાણે કુદરત હવે રૂઠી છે! વાવાઝોડું વિનાશ વેરવા આવી જાય! વિ. અનેક અણધારી કુદરત આફતનો સામનો લગભગ સમગ્ર વિશ્વ કરે છે. પ્રકૃતિ સાથે ખિલવાડ બંધ થવો જોઇએ. પ્રકૃતિ રૂઠે તો માનવી હેરાનપરેશાન થઇ શકે.
અડાજણ, સુરત   – નેહા શાહ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top