ભારત સરકારના કેબિનેટ મિનિસ્ટર શ્રી ધર્મેન્દ્ર પ્રધાને નવી શૈક્ષણિક નીતિને સાંકળી શાળા-મહાશાળામાં ભણતર માટે આધારભૂત બદલાવની જાહેરાત કરી છે. બાળ કેળવણીકાર ગિજુભાઈ જેને યુનિવર્સિટી ગણાવતા તેવાં મા-બાપ પાસે જ બાળક ૪ વર્ષ સુધી રહેશે. તે પછી ૫ થી ૧૧ વર્ષનું પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં અને પુસ્તકના ભાર વિના રાખવા નીતિવિષયક જાહેરાત કરી છે. જે આવકારદાયક છે. પરંતુ નવી શૈક્ષણિક નીતિમાં શાળાના સમય બાબતે કોઈ દિશા નિર્દેશ નથી!
જે ખાટલા ઉપર આ બધી તાગ-જાગ છે તેના પાયામાં રહેલ વિદ્યાર્થીઓ અને તેના મસ્તિષ્કની સ્થિતિનો પણ વિચાર થવો રહ્યો. કારણ? કારણ કે હેનરી ફોર્ડ હેલ્થ કેર ઈન્સ્ટીટ્યુટના સ્લીપ ઓક્સપર્ટ થોમસ રોથના તાજેતરના સંશોધન અહેવાલમાં જણાવાયું છે કે “માણસ માટે ઊંઘના છેલ્લા સાડા ત્રણ કલાક સહુથી વધુ તાજગીપૂર્ણ હોય છે” અને આપણા સહુનો અનુભવ પણ એવો રહ્યો છે કે વહેલી પરોઢની ઘસઘસાટ ઊંઘ પછીની સવાર આનંદદાયક અહેસાસ આપી જાય છે.
યુનિવર્સિટી ઓફ સાઉથ એશિયાનાં મનોવિજ્ઞાનીઓ જેને બ્રેઈન વેવ ડેમેજની સ્થિતિ કહે છે તેને આપણી સમજમાં કાચી ઊંઘ તરીકે જાણીએ જ છીએ. આવી અધૂરી નિદ્રા એટલે રાત્રે સાડા દસ-અગિયારે પથારીમાં સૂવા જતાં વિદ્યાર્થીને સવારે ૮ પહેલાં જગાડી દઈએ અને શાળા માટે તૈયાર કરી વાહનમાં બેસાડી દેવામાં આવે છે ત્યારે મસ્તિષ્કમાં રહેલ માહિતીને જ્ઞાન (કાયમી યાદદાસ્ત)માં સ્ટોર કરવાનો પ્રવાહ ખોરવાઈ જાય છે. માનવ મસ્તિષ્કની ઘડિયાળનું મનોવિજ્ઞાન જણાવે છે કે આઠ કલાકની ઊંઘ પછી બ્રેકક્કાસ્ટ થકી જ મસ્તિષ્કની ગ્રંથીઓ એકટીવ થાય છે અને બાળક નવી માહિતી શીખવા-સ્વીકારવા તત્પર બને છે.
શાળા એ માહિતીની આપ-લેનું સબળ માધ્યમ છે અને નવી શિક્ષણ વ્યવસ્થામાં તાલીમના માળખાની સાર-સંભાળ લેવા કાળજી દાખવેલ છે. પરંતુ શાળાની ચાર દીવાલો વચ્ચે રહેતાં વિદ્યાર્થીના મન પ્રત્યે કાળજી લેવાઈ નથી. સવારની અધૂરી ઊંઘમાં બાળકને જગાડી પોષણયુક્ત આહાર આપ્યા વિના જ સવારે ૬:૩૦ એ શાળા માટે ધકેલી આપનાર મા-બાપ માટે ચેતવણીરૂપે સંશોધન કરતા પ્રેસેન્વેલિયાના મનોવિજ્ઞાની લોરેન વુડી જણાવે છે કે “કિશોરાવસ્થામાં શરીરની સ્થૂળતા અને ડાયાબીટીસનાં લક્ષણોનું એક મુખ્ય કારણ બ્રેઈન અને લીવરના સંયોજનની ખામી છે. માનવ-મસ્તિષ્કની આંતરિક ઘડિયાળ ખોરવાઈ જવાના લીધે વિદ્યાર્થીઓની ગ્રહણશક્તિ અને વિષયલક્ષી સ્થિરતા ઘટી જાય છે. સાથોસાથ શારીરિક ક્ષમતા પણ નબળી પડતી જાય છે.”
શિક્ષણના માધ્યમથી નવી પેઢી જવાબદાર બને અને નવી શિક્ષણ નીતિના સહારે યુવાનો આત્મનિર્ભર બને તેવા સુચારુ ઉદ્દેશને આગળ કરવા માળખાકીય સાથે શાળા સમયને જોડવું હવે અનિવાર્ય બન્યું છે. શાળામાં બાળકોનાં બદલાતાં વર્તન અંગે જવાહરલાલ નેહરુ યુનિવસિર્ટીનાં શિક્ષણ વિભાગનાં ૮૦૦ શિક્ષકો સાથેના ઈન્ટરવ્યુથી ફલિત થાય છે કે નવી પેઢીમાં જોવા મળતી અ-સહિષ્ણુતાનું કારણ પ્રવર્તમાન સામાજિક વ્યવસ્થા છે.
શહેરીકરણ અને નાનાં ઘરો વચ્ચે માતા-પિતાને મળવી જોઈતી પ્રાઈવસીનો અભાવ, અસહ્ય મોંઘવારી વચ્ચે જરૂરિયાતોને પહોંચી વળવા માતા-પિતા બંનેની આર્થિક પ્રવૃત્તિઓ, અંગ્રેજી માધ્યમના બજારુ પ્રભાવ સાથે પ્રચલિત મોંઘી શિક્ષણવ્યવસ્થા, શહેરીકરણ અને ગીચ આવાસોના લીધે કિશોર અવસ્થાના શારીરિક વિકાસ માટે અનિવાર્ય મેદાની રમતો અને સર્જનાત્મક પ્રવૃત્તિઓનો ઘટતો અવકાશ સાથોસાથ ટી.વી. મોબાઈલ જેવી ડીજીટલ એરેસ્ટની પરિસ્થિતિ વચ્ચે બાળકો સાથેનાં મા-બાપનાં પ્રત્યક્ષ આદાનપ્રદાનના સમયમાં ઘટાડાના લીધે આજે ભારત જેવા ૮૦૦૦ વર્ષની સાંસ્કૃતિક ધરોહર ધરાવતા દેશમાં પણ સામાજિક મૂલ્યોનું માળખું તૂટી રહ્યાનું સ્પષ્ટ રીતે જોવા મળે છે.
નવી પેઢી વારસામાં સંસ્કાર ગ્રહણ કરી રહી નથી. તે પ્રત્યે પણ વર્તન વિજ્ઞાનીઓનાં અવલોકનો નજરઅંદાજ કરી શકાય તેમ નથી અને આવી પ્રતિકૂળ પરિસ્થિતિમાં શાળાનો સમય વધુ બગાડ કરનાર સાબિત થઈ રહ્યા છે અને પરિણામે શિક્ષણમાં થતું આર્થિક રોકાણ પરિણામલક્ષી બની રહ્યું નથી. એટલું જ નહીં પણ ગ્રેજયુએટ કે પોસ્ટ ગ્રેજયુએશન જ સ્વયં લાયકાત રહેતી તેના સાથે સરકારે જી.પી.એસ.સી., યુ.પી.એસ.સી. ટાટ પ્રકારે આખી આલ્ફાબેટ સમાઈ જાય તેવી-તેવી પરીક્ષાઓ વિદ્યાર્થીઓ પાસ કરે તેવી વ્યવસ્થાઓ વિકસાવવી પડી છે.
ત્યારે ઉપાયે હવે શાળાઓનો સમય સવારે ૧૦ થી ૩ નો કરવો રહ્યો. દેશનાં આઈ.ટી. હબ ગણાતા બેંગલુરુ અને હૈદરાબાદમાં આ પ્રયોગ થકી દેશનાં અન્ય રાજ્યો કરતાં કર્ણાટક- આંધ્ર અને કેરલમાં વિદ્યાર્થીઓના આઈ.ક્યુ.માં સરેરાશ ૭%નો વધારો જોવા મળ્યો છે અને રાષ્ટ્ર સંચાલનમાં સર્વોચ્ચ ભૂમિકા ભજવતાં આઈ.એ.એસ., આઈ.પી.એસ., આઈ.સી.સી., આઈ.એફ. એસ. પ્રકારની ઉચ્ચ સેવાઓમાં દક્ષિણ ભારત પ્રભાવશાળી રહ્યાનું પ્રમાણ જોવા મળે છે.
નવી શિક્ષણ નીતિમાં શાળા સમયને સુધારવાનું ભલે રહી ગયું હોય પરંતુ શાળા સંચાલકો પોતાની શાળા પૂરતો પ્રયોગાત્મક રીતે પણ એક ફેરફાર કરે તો શાળાના સવારના ૧૦ના સમય પહેલાં વિદ્યાર્થીને પૂરતી ઊંઘનો મનોવૈજ્ઞાનિક ઉપહાર અને પોષક આહારનો ટેકો મળશે તેમ શાળા સમય પછી પ્રકૃતિ અને પરિવાર સાથે વધુ ઊર્જાવાન સમય પસાર કરી શકશે. કદાચ વહીવટી પ્રતિકૂળતા સપાટી ઉપર દેખાશે. પરંતુ બાળકના હિત ખાતર શિક્ષણ સંસ્થાઓ વિચારે તેવી પ્રાર્થના છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.