સરકાર જીએસટી ટેક્સ સ્લેબમાં ફેરફાર કરી રહી છે. ચાર સ્લેબમાંથી હવે બે સ્લેબ રહેશે 5% અને 18% જ્યારે કાપડ ઉદ્યોગ માટે આ એક ચિંતા ઉપજાવતો બદલાવ હશે. કારણ કે જો યાર્ન પર 5% અને તૈયાર થયેલા કાપડનાં વેચાણ પર પણ 5% ટેક્સ નાખવામાં આવે તો પછી કાપડ ઉત્પાદકોએ યાર્ન માંથી કાપડ બનતા જે વેલ્યુ એડ થાય છે તેના પર જીએસટી ટેક્સ ભરવો પડશે જો યાર્ન હાલ 12 ટકાના સ્લેબ છે અને જો હવે 18 ટકાના સ્લેબમાં લેવામાં આવે તો પછી 5 ટકા ટેકસ કાપડ પર હોય તો 13% જેવો ડિફરન્સ પડે અને જો વેલ્યુ એડ કરો તો પણ તફાવત મોટો રહે ત્યારે સરકારે યાર્ન ખરીદી કાપડ બનાવી વેચતા વિવર્સેને મોટી રકમનું રિફંડ આપવું પડે, જે અત્યારે રીફંડ નહીંવત છે. આવા સમયે કાપડ ઉદ્યોગમાં ટેક્સનાં બદલાવથી નાનામોટા તમામ ઉત્પાદકોને અસર પડી શકે છે. જે હાલ ચિંતાનો વિષય દેખાઇ રહ્યો છે. ચેમ્બર્સ ઓફ કોમર્સ આ નવા બદલાવથી કાપડ ઉત્પાદકોને કેવી અસર પડી શકે છે તેનો અભ્યાસ કરી ઉદ્યોગનાં હિતમાં સરકારને રજૂઆત કરવી જરૂરી છે.
સુરત – વિજય તુઈવાલા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
ઉતર્યો અમલદાર કોડીનો?
સનદી અધિકારી કે જેઓ IAS થયેલા હોય છે. તેમની પાસે વિશેષ સત્તા હોવાથી સરકાર તરફથી ગાડી બંગલો, કચેરી ફાળવવામાં આવે છે. ઓફિસમાં જાય એટલે ડોર બેલ વગાડે એટલે પટાવાળો હાજર થાય છે. અને ‘જી’ સર કહી સલામ મારતો હોય છે. હાથ નીચે કામ કરનારા અધિકારી-કર્મચારીઓ પણ સાહેબના આદેશનું પાલન કરતાં હોય છે. ફિલ્ડમાં જવું હોય, તો કાર લઈને ડ્રાઇવર હાજર થાય છે. આજ અધિકારી રિટાયર્ડ (નિવૃત્ત) થયા પછી કચેરી, ગાડી, બંગલો, પટાવાળાની સગવડ બંધ થઈ જતી હોય છે. આથી નિવૃત થયેલા અધિકારી માનસિક રીતે હતાશ થઈ જાય છે. કેમકે કોઈ તેમના હુકમનું પાલન કરનારા હોતા નથી.એટલે કહેવત છે. “ઉતર્યો અમલ કોડીનો” અલબત્ત અધિકારી જો લોકાભિમુખ સરળ અભિગમ વાળો હોય તો તેમની નિવૃત્તિ પછી પણ લોકો માન આપતા હોય છે. ઉચ્ચ અધિકારી ભ્રષ્ટાચારી હોય તો નોકરી કાળમાં લાખો-કરોડો રૂપિયા કમાય લે છે. પરંતુ અધિકારીની પ્રમાણિકતા હોય તો નિવૃત્તિમાં પેન્શનનાં સહારે જીવવું પડતું હોય છે.
તરસાડા, માંડવી – પ્રવિણસિંહ મહિડા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.