નવી દિલ્હી: ભારતીય મૂન મિશન ચંદ્રયાન-3ને (Chandrayaan-3) પૃથ્વી પરથી 14 જુલાઈ 2023ના રોજ લોન્ચ (Launch) કરવામાં આવ્યું હતું. GSLV-Mk3 રોકેટ સાથે લોન્ચ કરવામાં આવેલ ચંદ્રયાન 5 ઓગસ્ટે ચંદ્રની ભ્રમણકક્ષામાં (Moon Orbit) પહોંચી ગયું છે. ટૂંક સમયમાં તે ચંદ્ર પર ઉતરશે, ઉતરાણ સમયે ત્યાંનો નજારો કેવો હશે. આ પ્રશ્ન ઘણી વખત મનમાં આવે છે, પરંતુ તમે તેને જોઈ શકતા નથી. આ કારણે AIએ ચંદ્રયાન-3ના લેન્ડિંગ સાથે સંબંધિત કેટલીક તસવીરો બનાવી છે, જે ખૂબ જ આકર્ષક છે.
AI દ્વારા બનાવવામાં આવેલી આ તસવીરો વાસ્તવિક નથી, પરંતુ તે માત્ર એક કાલ્પનિક છે. પરંતુ તેમને જોઈને ભાગ્યે જ કોઈ તેનો અંદાજ લગાવી શકે છે. ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશ્યા પછી, ચંદ્રયાન-3 હાલમાં ત્રીજી ભ્રમણકક્ષામાં આગળ વધી રહ્યું છે. 14 ઓગસ્ટે તેની ભ્રમણકક્ષા વધુ એક વખત બદલાશે અને તે ચોથી ભ્રમણકક્ષામાં પહોંચી જશે. જો બધુ પહેલાથી જ નક્કી કરેલા પ્રોગ્રામ મુજબ ચાલ્યું તો ચંદ્રયાન-3, 23 ઓગસ્ટે ચંદ્ર પર સફળ લેન્ડિગ કરશે. જેની AI બોટ્સની મદદથી તેના લેન્ડિંગની તસવીરો બનાવવામાં આવી છે.
ઈસરોએ જણાવ્યું હતું કે ચંદ્રયાન-3 અવકાશયાન 14 જુલાઈના રોજ લોન્ચ થયા બાદ ચંદ્રના લગભગ બે તૃતીયાંશ અંતરને કવર કરી ચૂક્યું છે. હવે તે 23-24 ઓગસ્ટના રોજ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પહોંચવાની આશા છે. તેના પ્રક્ષેપણથી, ચંદ્રયાન-3ને ભ્રમણકક્ષા વધારવાની કામગીરીમાં પાંચ વખત સફળતાપૂર્વક હાથ ધરવામાં આવ્યું છે. 1 ઓગસ્ટના રોજ, અવકાશયાનને પૃથ્વીની ભ્રમણકક્ષાથી ચંદ્ર તરફ ઉપાડવાની પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થઈ અને વાહનને ‘ટ્રાન્સલુનર ઓર્બિટ’માં મૂકવામાં આવ્યું છે. ઈસરોના જણાવ્યા મુજબ આજે વધુ એક મહત્વપૂર્ણ પ્રયાસમાં અવકાશયાનને ચંદ્રની ભ્રમણકક્ષામાં મૂકવામાં આવ્યું છે.
ચંદ્રયાન ચંદ્રના દક્ષિણ ધ્રુવ (South Pole) તરફ ઝડપી ગતિએ આગળ વધી રહ્યું છે. ઓગસ્ટના અંતિમ સપ્તાહમાં ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લેન્ડર ઉતરતાની સાથે જ ભારત એવો ઈતિહાસ રચવા જઈ રહ્યો છે, જે આજ સુધી દુનિયાનો કોઈ દેશ રચી શક્યો નથી. જો કે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સંપૂર્ણ અંધારું છે. કોઈપણ દેશના વૈજ્ઞાનિકો પાસે હજુ સુધી અહીં વિશે કોઈ ચોક્કસ માહિતી નથી. અત્યાર સુધી દુનિયાનો કોઈ દેશ ચંદ્રના દક્ષિણ ધ્રુવ સુધી પહોંચી શક્યો નથી.