Charchapatra

ચાંદીપુરા વાઈરસ

નાગપુરની બાજુમાં ચાંદીપુરા નામનું એક ગામ છે. તે ગામમાંથી 1965માં પ્રથમ વખત એક નવો વાઈરસ મળ્યો હતો. તેથી તે વાઈરસનું નામ ‘ચાંદીપુરા’ વાઈરસ (CHPV)અપાયું. ચાંદીપુરા વાઈરસ એક જીવલેણ વાઇરસ છે.આ વાઈરસનું સ્ટ્રકચર પણ હજુ સમજી શકાયું નથી. સેન્ડફલાઈ અને ટીકસ દ્વારા તેનું આક્રમણ થાય છે. મોટે ભાગે માટીનાં મકાનો તથા ભેજવાળી દિવાલોમાં સેન્ડફલાઈ ઇંડાં મૂકે છે. સામાન્ય રીતે 1 થી 15 વર્ષની વયનાં બાળકોમાં આ વાઈરસ સંક્રમણ કરે છે. 50 ટકાથી 80 ટકા દર્દીઓ મૃત્યુ પામે છે. ગુજરાત-રાજસ્થાન-મહારાષ્ટ્ર મળીને ચાંદીપુરા વાઈરસથી એન્કેફેલાઈટીસ સીન્ડ્રોમને કારણે 28 થી 30 દર્દીઓનાં મૃત્યુ થઇ ચૂકયાં છે.

લક્ષણો : સખત તાવ, માથા અને સાંધાનો દુ:ખાવો, શરદી-ખાંસી, ઝાડા-ઉલટી વગેરે ફલયુ જેવાં જ લક્ષણો હોય છે. પરંતુ આ વાઈરસ મુખ્યત્વે મગજ પર એટેક કરે છે, જેને કારણે એન્ડ્રેડ્રેલાઈટીસ થાય છે તેથી દર્દીને ખેંચ આવે છે-દર્દી બેભાન થઇ જાય છે. કોમામાં આવી જાય છે. જો સમયસર સારવાર ન મળે તો દર્દીનો જીવ જોખમમાં મુકાઈ શકે છે. ઘણી વખત ચામડી પર રેશ પણ નીકળે છે. ટ્રીટમેન્ટ: ચાંદીપુરા વાઈરસની કોઇ SPECIFIC – ચોક્કસ દવા શોધાઈ નથી. માટે લક્ષણો દેખાતાં જ દર્દીને હોસ્પીટલમાં દાખલ કરવું હિતાવહ છે. પ્રીવેન્શન: ચાંદીપુરા વાઇરસને અટકાવવા નીચેના ઉપાયો સૂચવું છું.  1. વારંવાર હાથ ધોવા (2) બાળકોને ખુલ્લી જગ્યાએ, ખુલ્લા મેદાનમાં જયાં માટી, કદાવ કે રેતી હોય ત્યાં રમવા મોકલવાં નહિ 3. જે લોકો ઢોર-ઢાંખર સાથે કામ કરે છે તેઓએ વારંવાર હાથ ધોતાં રહેવું

(4) વાઈલ્ડ એનીમલ્સથી ઓછામાં ઓછા સંપર્ક રાખવો- ખાસ કરીને કોસ્ટલ રીજીઅનમાં જયાં આ ચાંદીપુરા વાઈરસ વધુ જોવા મળે છે. સમગ્ર શહેરમાં સેન્ડફૂલાઈનો નાશ કરવા માટે ઇન્સેકટીસાઈડ સ્પ્રે કરવું 6. શાળાઓમાં બાળકોને આ ચાંદીપુરા વાઈરસની માહિતી આપવી-તેમને બહાર મેદાનમાં રમવા જવા માટે રોકવા. 7. પેપરોમાં-મિડિયામાં આ અંગે માહિતી છાપીને લોકોમાં જાગૃતિ લાવવી. 8.  ઇમ્યુનીટી (રોગપ્રતિકારક શક્તિ) વધારવા માટેના પ્રયાસો કરવા 9. બાળક માંદુ હોય-તાવ હોય તો તુરન્ત હોસ્પિટલમાં દાખલ કરી દેવાં. સુરતમાં પણ બે શંકાસ્પદ બાળકીઓ આ રોગથી સંક્રમિત લાગે છે. એમાંથી એકનું મૃત્યુ થઇ ચૂકયું છે. ડરવાની જરૂર નથી. પણ સાવચેત થવાની જરૂર છે.
સુરત – કિરીટ એન. ડુમસિયા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top