ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની 11મી મેચમાં ઇંગ્લેન્ડે દક્ષિણ આફ્રિકાને 180 રનનો લક્ષ્યાંક આપ્યો છે. ટીમ 38.2 ઓવરમાં 179 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. આ ટુર્નામેન્ટની વર્તમાન સિઝનનો સૌથી ઓછો સ્કોર છે.
કરાચીના નેશનલ સ્ટેડિયમમાં ઇંગ્લેન્ડે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પરંતુ ઇંગ્લેન્ડની ટીમની શરૂઆત ખરાબ રહી હતી. એક સમયે સ્કોર 39/3 હતો. અહીંથી જો રૂટ અને હેરી બ્રુકે 62 રન ઉમેરીને સ્કોર 100 રનની નજીક પહોંચાડ્યો હતો. રૂટે સૌથી વધુ 37 રન બનાવ્યા. જ્યારે જોસ બટલરે 21 રન અને જોફ્રા આર્ચરે 25 રનનું યોગદાન આપ્યું. દક્ષિણ આફ્રિકા તરફથી માર્કો યાનસન અને વાયન મુલ્ડરે 3-3 વિકેટ લીધી હતી.
સમાચાર લખાય છે ત્યાં સુધી દક્ષિણ આફ્રિકાએ 3 ઓવરમાં એક વિકેટ ગુમાવીને 16 રન બનાવી લીધા છે. રાયન રિકેલ્ટન અને રાસી વાન ડેર ડુસેન ક્રીઝ પર છે. ટ્રિસ્ટન સ્ટબ્સ (0) ને જોફ્રા આર્ચર દ્વારા બોલ્ડ કરવામાં આવ્યો હતો.
દક્ષિણ આફ્રિકા: એડન માર્કરામ (કેપ્ટન), રાયન રિકેલ્ટન, ટ્રિસ્ટન સ્ટબ્સ, રાસી વાન ડેર ડુસેન, હેનરિક ક્લાસેન (વિકેટકીપર), ડેવિડ મિલર, વાયન મુલ્ડર, માર્કો યાનસન, કાગીસો રબાડા, કેશવ મહારાજ અને લુંગી એનગીડી.
ઈંગ્લેન્ડ: જોસ બટલર (કેપ્ટન), ફિલ સોલ્ટ (વિકેટકીપર), બેન ડકેટ, જેમી સ્મિથ, જો રૂટ, હેરી બ્રુક, લિયામ લિવિંગસ્ટોન, જેમી ઓવરટન, જોફ્રા આર્ચર, આદિલ રશીદ અને સાકિબ મહમૂદ.
