લોકશાહી એટલે લોકોથી લોકો માટે લોકો દ્વારા ચાલતું શાસન. આઝાદ ભારતનાં 77 વર્ષ થયાં. આટલાં વર્ષોમાં દેશમાં ઘણી બધી ચૂંટણીઓ થઈ પરંતુ આટલાં વર્ષોમાં 1951 તથા 1952 માં લોકસભા તથા રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ સંયુક્ત રીતે થઈ હતી. ત્યાર બાદ 1957 અને 1959માં લોકસભા તથા રાજ્ય વિધાનસભા ચૂંટણીઓ એક સાથે થઈ હતી ત્યાર બાદ લોકસભા અને રાજ્યસભાના ભંગ થવાથી આનો અંત આવ્યો હતો. દેશમાં દર વર્ષે કોઈ ને કોઈ ચૂંટણી હોય જ છે, પરંતુ આ બધી ચૂંટણીઓ પાછળ આડેધડ ખર્ચ થાય છે.
લાખો કરોડો અબજોનો ખર્ચ ફક્ત ચૂંટણી પાછળ થાય છે. એક દેશ, એક ચૂંટણીના ઘણા બધા ફાયદા તથા ઘણા બધા નુકસાન છે. એક જ વખત ચૂંટણી થવાથી નાણાંનો તથા સમયનો બચાવ થાય છે. એક વખત ચૂંટણી થવાથી એક જ વખત ખર્ચ થાય છે, પરંતુ તેના ઘણા બધા નુકસાન પણ છે. પ્રાદેશિક પક્ષોને એના વધારે નુકસાન થશે કારણ કે તે પ્રદેશ પૂરતા સીમિત છે. રાષ્ટ્રીય પક્ષોને તેનો ફાયદો બનશે કારણ કે તેઓ સામ-દામ દંડ ભેદ પૈસા થકી પાવર થકી પોતાનું વર્ચસ્વ જાળવવા એડીચોટીનું જોર લગાવશે, પરંતુ એક દેશ એક ચૂંટણી અત્યારે મુશ્કેલ લાગી રહી છે કારણ કે તેના માટે ઘણા બધા બંધારણીય કાયદાકીય સુધારા કરવા પડશે.
રાજ્યોની વિધાનસભાઓ ભંગ કરવી પડશે. કેટલાંક રાજ્યોમાં વહેલી ચૂંટણી લાવી પડશે. કેટલાંક રાજ્યોમાં વિધાનસભા ભંગ કરીને પણ વહીવટ ચલાવવો પડશે તથા રાજ્યનું સંકલન સાધવું પડશે. રાષ્ટ્રપતિ શાસન લાદવું પડશે. પરંતુ જો એક દેશ એક ચૂંટણી થઈ જાય તો ઘણા બધા ફાયદા છે. આચારસંહિતાનું વિજ્ઞાન ટળી જશે. મહદ્ અંશે વિકાસનાં કાર્યોને અવરોધ દૂર થશે તથા વિકાસ આગળ વધતો રહેશે અને આ ચૂંટણીના ખર્ચો કરોડો થાય છે પૈસાનો સદુપયોગ કરી વિકાસના કાર્યમાં વાપરી શકાશે. એક દેશ એક ચૂંટણી દર પાંચ વર્ષે થવી જોઈએ. તેના માટે પણ સંશોધન કરવું પડશે પરંતુ એક દેશ એક ચૂંટણીથી પ્રજાને કેટલો ફાયદો થાય છે તે જોવાનો વિષય રહેશે.
પ્રજાના હાથમાં છેલ્લે નિરાશા ગરીબી હતાશા બેરોજગારી મોંઘવારી ભ્રષ્ટાચાર આ બધું સિવાય હાથમાં કંઈ આવતું નથી. એક દેશ એક ચૂંટણીથી તાનાશાહી થવાનો ભય પણ રહેલો છે પરંતુ આનાથી દેશનો ચોક્કસ દિશા તરફ વિકાસ સાધી શકાય છે. એક દેશ એક ચૂંટણીથી ભ્રષ્ટાચાર મહદ્ અંશે ઓછો થઈ શકે છે. એક દેશ એક ચૂંટણી માટે vvpt તથા evm નો ખર્ચ થશે. એક દેશ એક ચૂંટણીથી ઘણા ફાયદા નુકસાન થશે, પરંતુ આ પડકારજનક વિષય છે. આના માટે ઘણા બધા કાયદામાં સુધારો કરવો પડશે. આનાથી દેશને કેટલો ફાયદો થશે એ જોવાનો વિષય છે.
ભરૂચ – સહદેવ દુલેરા- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.