ધારણા મુજબ જ પીઢ કોંગ્રેસી નેતા મલ્લિકાર્જુન ખડગે પક્ષના નવા પ્રમુખપદે ચૂંટાયા છે. ૨૪ વર્ષના લાંબા ગાળા પછી બિનગાંધી પરિવારના કોઇ ઉમેદવારે કોંગ્રેસનું પ્રમુખપદ હાંસલ કર્યું છે. હાલના સંજોગોમાં ચોકકસપણે આ નવો ચીલો ચાતરનાર ઘટના છે પણ કોંગ્રેસના ઇતિહાસમાં આ કંઇ અભૂતપૂર્વ પગલું નથી. કોંગ્રેસે તેના ૧૩૭ વર્ષના ઇતિહાસમાં નેહરુ – ગાંધી પરિવાર સિવાયના ઘણા લોકોને પ્રમુખપદે બિરાજતાં જોયા છે. ભૂતકાળમાં ગાંધી – નેહરુ, પરિવાર સિવાયની વ્યકિતઓની ચૂંટણી થતી હતી તેનાથી ૨૦૨૨ ની પ્રમુખપદની ચૂંટણી અલગ છે. તેમાં ગાંધી પરિવારને ચૂંટણીમાં ઝૂકાવતા ટોકવામાં આવ્યા છે. એટલું જ નહીં પણ જે સંજોગોમાં ચૂંટણી થઇ તે સમયસૂચક છે.
કોંગ્રેસમાં પહેલી વાર જુદો સૂર નીકળ્યો હોય અને બળવો ફાટી નીકળ્યો હોય એવી આ પહેલી ઘટના નથી. ૧૯૬૯-૭૦ માં ઇંદિરા ગાંધીને કારણે કોંગ્રેસના ભાગલા પડયા હતા એ તો બહુ જાણીતી ઘટના છે. સોનિયા ગાંધીના વફાદારોએ કોંગ્રેસ (તિવારી)ની રચના કરી જ હતી. પી.વી. નરસિંહરાવ ત્યારે વડાપ્રધાન પણ હતા અને પક્ષના પ્રમુખ પણ હતા. આ વખતની ચૂંટણીમાં જૂના જોગી ખડગે અને બોલકા શશી થરૂર સામસામે હતા.
ગુલામનબી આઝાદે નવા પક્ષની રચના કરી અને બળવો શમી ગયા પછી ચૂંટણી થઇ અને સોનિયા ગાંધીને લખાયેલા પત્રમાં એક સહી કરનાર શશી થરૂર પણ હતા. આ પત્રમાં બળવાખોરીની ગંધ આવતી હતી. કોંગ્રેસની રાહુલ ગાંધીની આગેવાની હેઠળની ભારત જોડો યાત્રા ચાલુ છે તે સાથે જ ‘કોંગ્રેસ જોડો’ પણ થયું તે ભારતીય જનતા પક્ષ જેવા કટ્ટર હરીફ માટે જુદો જ સંદેશો આપે છે. નરેન્દ્ર મોદી અને અમિત શાહને નહીં ગમ્યું હોય અને તેઓ ઇચ્છતા હતા કે કોંગ્રેસના પ્રમુખપદના કુંડાળામાં રાહુલ ફરી બેસે અને તેઓ નબળી બોરડીને ઝૂડયા કરશે. તેઓ તો છેલ્લાં આઠ વર્ષથી કોંગ્રેસના મોંએ મેંશ ચોપડયા જ કરે છે. લાંબા સમય પછી કોંગ્રેસે ગાંધી નેહરુ કુટુંબ સિવાયની વ્યકિતને પક્ષનું સુકાન સોંપવા ચૂંટણી કરી. ગેહલોતના નાટકે ધ્યાન વિચલિત કર્યું, પણ પછી બધું શમી ગયું.
હવે શું?
પક્ષનું સુકાન ગાંધી-નેહરુ પરિવારની કોઇ વ્યકિતના હાથમાં નથી. ખુદ તેમના હાથમાં છે. ભારતીય જનતા પક્ષની ફેણમાંથી ઝેર હવે નીકળી ગયું હશે કે તેઓ કોઇ નવો દંશ શોધે છે તે ખબર નથી. ખડગેને સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીનો ટેકો છે. છતાં ચૂંટણી મુકત અને નિષ્પક્ષ રહી હતી. હાર નિશ્ચિત હતી એ દીવાલ પર લખ્યું હતું છતાં ચૂંટણી જંગમાં – ઝૂકાવનાર શશી થરૂરને ચૂંટણી સાચા અર્થમાં લોકશાહીની ભાવનાને સુસંગત બનાવી. ખડગેને ગાંધી-નેહરુ પરિવારની છાયામાં કામ કરવાનો આક્ષેપ કરવા જેમની જીભ સળવળી રહી છે તેમને ચૂપ કરવાનું કામ હવે ગાંધી-નેહરુ પરિવારનું છે. તેમણે ખડગેને સ્વતંત્રપણે કામ કરવા દેવું પડશે. ‘ભારત જોડો’ યાત્રા વખતે જ કોંગ્રેસ પ્રમુખ બનવાનું આવ્યું તે ખડગે માટે છૂપા આશીર્વાદ છે. કોંગ્રેસના કાર્યકરો પણ આ યાત્રાથી ચેતનવંતા બન્યા છે. અત્યાર સુધી તો કોંગ્રેસને માટે ભારતીય જનતા પક્ષના હાથે ટપલાં જ ખાવા પડતાં હતાં. હવે ખડગેના નેતૃત્વ હેઠળ કોંગ્રેસે ટપલાંનો પ્રતિકાર કરવાનો છે.
કોંગ્રેસ પ્રમુખપદની ચૂંટણી હકારાત્મક ભાવનાથી થઇ અને બંને સ્પર્ધકો હકારાત્મક હતા. થરૂરને પણ અભિનંદન. હવે ખડગે અને ખુદ ગાંધી-નેહરુ પરિવારે એ ભાવનાનું જતન કરવાનું છે. ખરું યુદ્ધ નજર સામે છે, તેની તૈયારી કરવાની છે. ખડેગેએ થરૂરને સાથે રાખીને કામ કરવાનું છે. ખડગે પાસે દાયકાઓનો અનુભવ છે અને શાણપણ છે. તો થરૂર યુવા પેઢી સામે સેતુ બની શકે છે. ખડગેએ પક્ષના અસંતોષને કાબૂમાં લેવાનો છે. ભારતીય જનતા પક્ષના વિજયરથને રોકવાનો છે. ખડગેએ સૌ પ્રથમ તો પક્ષમાંના નવી – જૂની પેઢી વચ્ચેના સંઘર્ષનો નાશ કરવાનો છે અને તેમાં રાહુલ ગાંધીની સેવા લઇ શકાય. ખડગેએ કોંગ્રેસ પક્ષની અનિર્ણાયકતાની બેડી તોડવાની છે. ખડગેનું વ્યકિતત્વ પિતા સમાન છે. તેઓ પક્ષમાં સંઘભાવના પેદા કરી શકશે, જૂથવાદને દફનાવી શકશે. અલબત્ત તેમાં ગાંધી પરિવાર અને થરૂરની આગેવાની હેઠળના યુવાનો મદદરૂપ થઇ શકે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.