surat : પોલિયેસ્ટર યાર્ન પર એન્ટિડમ્પિંગ ડ્યૂટી લાગૂ કરવા માટે ડીજીટીઆરની ( dgtr) ભલામણ છતા કેન્દ્રના નાણા મંત્રાલયે વિવર્સના પક્ષે રહી ડ્યૂટી લગાડવા ઇનકાર કર્યો હતો. તે પછી હવે વિસ્કોસ ફિલામેન્ટ યાર્નના ઉત્પાદકો દ્વારા ડાયરેક્ટર જનરલ ઓફ ટ્રેડ રેમિડીઝ(ડીજીટીઆર)માં કાઉન્ટર વેલિંગ ડ્યૂટી એટલે કે એન્ટિ સબસીડી ડ્યૂટી લાગુ કરવા માંગ કરી છે. આ માંગણીને વિવિંગ સંગઠનોએ ડીજીટીઆરમાં આંકડાકીય માહિતી સાથે પડકારવામા આવી છે. વીવિંગ સંગઠનોનું કહેવુ છે કે અત્યારે પણ વિસ્કોસ ફિલામેન્ટ યાર્ન પર ઇમ્પોર્ટ ડ્યૂટીને ( import duty) લીધે આ યાર્ન સ્થાનિક ઉત્પાદકો કરતા મોંઘુ પડે છે.જો હવે એન્ટિ સબસીડી ડ્યૂટી લાગુ પડે તો વિદેશી યાર્ન વધુ મોઘું થશે.
સ્પીનર્સોની દલીલ છે કે ચીન સહિત અન્ય દેશોમાંથી 16 હજાર ટન વિસ્કોસ ફિલામેન્ટ યાર્ન ઇમ્પોર્ટ થાય છે. જ્યારે ડોમેસ્ટિક ઉત્પાદકો 55 હજાર ટન યાર્નનુ ઉત્પાદન કરે છે.વિવર્સની એવી દલીલ છે કે સુરતમાં ડિમાન્ડ પ્રમાણે યાર્નની શોર્ટેજ છે, જેથી વિદેશી યાર્ન પર આધાર રાખવો પડે છે. ઇમ્પોર્ટ થયેલા યાર્ન પર 7થી 8 ટકા ડ્યૂટી લાગુ પડે છે. ડીજીટીઆરમાં ફીઆસ્વી, પાંડેસરા અને વેડરોડ વિવર્સ એસોસિયેશન,ઇમ્પોર્ટર અને વપરાશકર્તાઓએ સ્પીનર્સની માંગણી સામે પોતાનો પક્ષ રજૂ કર્યો છે. જેનું હિયરિંગ હવે થશે. સહિતની સુરતની સંસ્થાઓ પણ પક્ષકાર બની છે. પાંડેસરા વિવર્સ એસોસિયેશનના પ્રમુખ આશિષ ગુજરાતીએ જણાવ્યુ હતું કે આયાતિ યાર્ન પર કાઉન્ટર વેલિંગ ડ્યૂટી એટલે કેએન્ટી સબસિડી ડ્યૂટી લાદવામાં આવે તો વીવર્સને અત્યારે જે મોંઘા ભાવે યાર્ન મળે છે. તે વધુ મોંઘુ થઇ શકે છે. અત્યારે પણ ચીનથી ડમ્પ થતુ વિસ્કોસ ફિલામેન્ટ યાર્ન ડોમેસ્ટિક ઉત્પાદકો કરતા મોઘું છે પરંતુ તેની ક્વોલિટી સારી હોવાથી બીમમા તેનો ઉપયોગ કર્યા સિવાય વિવર્સને છૂટકો નથી.દેશમાં 55 હજાર ટનનો વાર્ષિક વપરાશ થાય છે.તેની સામે લોકલ ઉત્પાદકો દ્વારા ૩૯ હજાર ટન યાર્નનું ઉત્પાદન થાય છે. જયારે ૧૬ હજાર ટન યાર્ન વર્ષે આયાત થાય છે. જો તેના પર ડ્યુટી લાદવામાં આવે તો એક્સપોર્ટ માર્કેટમાં ટકવુ મુશ્કેલ બનશે.
એક માત્ર કોર્પોરેટ ગ્રુપની ત્રણ કંપનીઓ વિસ્કોસ ફિલામેન્ટ યાર્ન બનાવે છે
આ કેસ એટલા માટે નબળો છે કે ભારતમાં માત્ર એક માત્ર કોર્પોરેટ ગ્રુપની ત્રણ કંપનીઓ વિસ્કોસ ફિલામેન્ટ યાર્ન બનાવે છે. માત્ર એક કંપનીને લાભ કરાવવા માટે લાખો વીવર્સનું નુકશાન કરી એન્ટિ સબસીડી ડ્યૂટી લાગુ થવી ન જોઇએ.