Dakshin Gujarat

4થી જૂને ખબર પડી જશે કે કોનો વિસ્તાર છે?’, ચૈતર વસાવા અને મનસુખ વસાવા તડાફડી બોલી

ભરૂચ: ડેડિયાપાડા તાલુકા પંચાયતની બહાર ડેડિયાપાડાના ધારાસભ્ય AAP નેતા ચૈતર વસાવા અને સાંસદ મનસુખ વસાવા બંને જાહેરમાં જીભાજોડી થતાં ભારે હંગામો થયો હતો. ધારાસભ્ય ચૈતર વસાવાએ સાંસદ મનસુખ વસાવાને કહ્યું કે, મારો વિસ્તાર છે, માહોલ બગાડવા દોડ્યા ન આવો. તો સામે સાંસદ મનસુખ વસાવાએ પણ કહ્યું કે, હું આ વિસ્તારનો સાંસદ છું, આ મારો પણ આ વિસ્તાર છે.

  • મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર ડેડિયાપાડા તાલુકા પંચાયત કચેરી ખાતે તોડફોડ, અધિકારીઓને ધાકધમકી આપવાના ગંભીર આક્ષેપ લગાવ્યા

બંનેએ સામસામે કહ્યું કે, ૪થી જૂને એટલે કે લોકસભા ચૂંટણીના પરિણામના દિવસે ખબર પડી જશે કે આ વિસ્તાર કોનો છે. ભરૂચના સાંસદ મનસુખ વસાવા ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. સાંસદ મનસુખ વસાવાએ ધારાસભ્ય ચૈતર વસાવાને લઈને અનેક આક્ષેપો કર્યા છે. મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર ડેડિયાપાડા તાલુકા પંચાયત કચેરી ખાતે તોડફોડ, અધિકારીઓ અને કર્મચારીઓને ધાકધમકી આપવાના ગંભીર આક્ષેપ લગાવ્યા હતા.

Most Popular

To Top