આફ્રિકન દેશ ચાડમાં હમણાં થયેલી ચૂંટણીનું પરિણામ આવી ગયું. ચાડની સત્તાધારી પાર્ટી વિવાદાસ્પદ રીતે પાર્લામેન્ટની ચૂંટણી જીતી ગઈ. સત્તાધારી પાર્ટીના વડા પ્રેસિડેન્ટ ડેબી નેશનલ એસેમ્બલીની ૧૮૮માંથી ૧૨૪ સીટ જીતીને બહુમતી મેળવી ગયા. વિરોધપક્ષે ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. ૧૮ જાન્યુઆરીએ જાહેર થયેલ પરિણામો મુજબ પ્રેસિડેન્ટ મહંમદ ઇદરીશ ડેબીના પક્ષ ‘ધી પેટ્રિયાટિક સાલ્વેસન મુવમેન્ટ’દ્વારા ૧૮૮માંથી નેશનલ એસેમ્બલીમાં ૧૨૪ સીટ મેળવી તેને વિરોધ પક્ષે ખોટું ગણાવ્યું હતું.
સત્તાવાર રીતે ‘ધી રિપબ્લિક ઑફ ચાડ’તરીકે જાણીતો આ સ્વતંત્ર દેશ ‘લેન્ડલોક્ડ કન્ટ્રી’એટલે કે, ચારે તરફ જમીનથી ઘેરાયેલ છે અને એની સરહદે ઉત્તરમાં લિબિયા, પૂર્વમાં સુદાન, દક્ષિણમાં સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિક, કેમરૂન, નાઇજિરિયા અને પશ્ચિમમાં નાઇઝર છે. ૧.૬ કરોડની વસતી ધરાવતા આ દેશમાં ૧૦ ટકા એટલે કે ૧૬ લાખ લોકો એના પાટનગર અને સૌથી મોટા શહેર એન્ડી જમેના ખાતે રહે છે.
ચાડ આફ્રિકામાં પાંચમા નંબરનો મોટો દેશ છે અને વિસ્તારની દષ્ટિએ વિશ્વનો વીસમા નંબરનો દેશ છે. ૫ સપ્ટેમ્બર, ૧૯૦૦થી એ ફ્રાન્સના તાબા હેઠળનું રાજ્ય હતું, જે ૨૮ નવેમ્બર, ૧૯૫૮થી સ્વાયત્ત બન્યું અને ૧૧ ઑગસ્ટ, ૧૯૬૦થી સાર્વભૌમત્વ ધરાવતું રાજ્ય બન્યું છે. અહીં જે જાણવું અગત્યનું છે કે, મહંમદ ઇદરીશ ડેબીના પિતા જેણે ત્રણ દાયકા સરમુખત્યાર તરીકે સત્તાનાં સૂત્રો સંભાળ્યાં તેમના અવસાન બાદ ગયા વર્ષે આ જ રીતરસમ અજમાવીને તેમના પુત્ર મહંમદ ડેબી વિવાદાસ્પદ રીતે પ્રમુખની ચૂંટણી જીત્યા હતા. એટલું જ નહીં પણ પ્રમુખપદની સાથોસાથ એકાદ દાયકા બાદ યોજાયેલી મ્યુનિસિપલ અને પ્રાદેશિક ચૂંટણીઓ પણ તેમણે જીતી લીધી હતી.
મહંમદ ડેબીનું કહેવું હતું કે, ચાડમાં થયેલી આ ચૂંટણીઓ વિકેન્દ્રીકરણ તેમજ ચાડની પ્રજાના સ્વાયત્ત શાસનનો માર્ગ ખુલ્લો કરશે. આમ, વિવિધ વિભાગીય તેમજ મ્યુનિસિપાલિટી લેવલની સત્તા વહેંચણી શક્ય બનશે. જો કે ચાડમાં થયેલી આ ચૂંટણીનો દસ જેટલા વિરોધ પક્ષોએ બહિષ્કાર કર્યો હતો, જેમાં ધી મેઇન ટ્રાન્સફોર્મર પાર્ટીનો પણ સમાવેશ થાય. બીજી રીતે જોઈએ તો ચાડની આ ચૂંટણી વિરોધ પક્ષોના કહેવા મુજબ એક નાટક હતું અને અગાઉ સરમુખત્યારશાહી ચાલતી હતી તેવો જ આ પ્રેસિડેન્સિયલ વોટનો પુનરાવર્તન પ્રયોગ હતો જે કોઈ પણ પ્રકારની વિશ્વસનીયતા ધરાવતો નથી.
ચાડ એક જમાનામાં ફ્રાન્સના તાબા હેઠળનું રાજ્ય હતું. બોકોહરામ જેવા અત્યંત ક્રૂર જૂથનું અસ્તિત્વ પણ એમને કારણે ઊભું થયેલું. એકાદ દાયકા બાદ આ બધા જૂથોએ ભેગાં થઈને ફ્રાન્સની સેનાને તગેડી મૂકી છે. આમ, ગયા મહિને ચાડમાં જે ચૂંટણી થઈ તે અનેક પ્રકારના સુરક્ષા પડકારો વચ્ચે થઈ હતી. પૂર્ણ લોકશાહી ન કહી શકાય પણ ત્રણ દાયકાનું સરખુમત્યારશાહી શાસન અને ત્યાર બાદ એ શાસનકર્તાના પુત્ર મહંમદે ચાડના પ્રમુખ તરીકે સત્તાનાં સૂત્રો ધારણ કર્યાં ત્યાર બાદ કમસેકમ બધી જ સત્તાનું પ્રમુખપદ હેઠળ કેન્દ્રીકરણ કરવાને બદલે એનું મર્યાદિત તો મર્યાદિત વિભાજન કરીને આંશિક વિકેન્દ્રીકરણના માર્ગે ચાડ જઈ રહ્યું છે તે ભવિષ્યમાં લોકશાહી માટેનાં સારાં લક્ષણ ગણી શકાય. સરમુખત્યારશાહી ગણાય તો પણ સત્તાના કેન્દ્રીકરણના સ્થાને નવા ચૂંટાયેલ પ્રમુખ મહંમદે આંશિક રીતે સત્તાના વિકેન્દ્રીકરણની શરૂઆત કરી છે, આ સારી નિશાની છે.
આવા આ દેશમાં ‘નામ કે ખાતર’ચૂંટણીઓ થઈ અને પ્રેસિડેન્ટ મહંમદની પાર્ટી ફરી રાજ્યકર્તા તરીકે ચૂંટાઈ આવી છે. પણ એ વાતનો ખ્યાલ રહેવો જોઈએ કે, વિપક્ષે અહીંયા ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો એટલે લગભગ શરૂઆતથી જ વારસાગત સરમુખત્યારશાહી ધરાવતો દેશ બદલાતા જમાનામાં ક્યાં સુધી એ જાળવી રાખશે અને જો એ ન જાળવી શકે તો જ્યાં એક જમાનામાં બોકોહરામ જેવું અતિ ક્રૂર ગ્રુપ ત્રાસ વરતાવતું હતું ત્યાં ફરી પાછો ત્રાસવાદી જૂથનો ઉદય થશે કે કેમ એ તો આવનાર સમય જ કહેશે.
ડૉ. જયનારાયણ વ્યાસ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.