National

કેન્દ્ર સરકાર દ્વારા ખાનગી હોસ્પિટલોને પણ ચાર્જેબલ બેઝીઝ ઉપર રસીકરણની છૂટ અપાઇ છે

અમદાવાદના જીએમડીસી મેદાન પર શરૂ થયેલી ડ્રાઈવ થ્રુ વેક્સિન કાર્યક્રમ મુદ્દે વિવાદ થતાં આરોગ્ય અગ્ર સચિવ ડૉ. જયંતી રવિએ જણાવ્યું હતુ કે, રાજ્ય સરકાર દ્વારા ૧૮ થી ૪૪ની વયજૂથના લોકોને સરકારી રસીકરણ કેન્દ્રો પરથી આપવામાં આવતી વિનામૂલ્યે રસી ઉપરાંત આ વધારાની વ્યવસ્થા અમદાવાદ શહેરના યુવાઓ માટે એપોલો હોસ્પિટલે કરેલી છે. આવી ખાનગી હોસ્પિટલો પોતાની જરૂરિયાત મુજબનો વેક્સિન જથ્થો દેશના વેક્સિન ઉત્પાદકો પાસેથી સીધો મેળવીને આ વેક્સિનેશન કામગીરી કરે છે.

આરોગ્ય અગ્ર સચિવએ વધુમાં જણાવ્યું હતુ કે, અમદાવાદમાં એપોલો હોસ્પિટલ દ્વારા ચાર્જેબલ બેઝીઝ પર શરૂ કરાયેલું વેક્સિનેશન એવા સંપન્ન લોકો-પરિવારો જેમને આ ફી પરવડી શકે તેમ છે, તેમજ જેઓ વેક્સિન તાત્કાલિક લેવા માંગે છે, તેમના માટે કેન્દ્ર સરકારની ગાઇડલાઇન મુજબ ઊભી કરાયેલી વધારાની વ્યવસ્થાના ભાગરૂપે છે.

તેમણે એમ પણ કહ્યું હતુ કે, આવનારા દિવસોમાં આ વ્યવસ્થાઓ વધુ સુદ્રઢ બનાવી સરકારી રસીકરણ કેન્દ્રોમાં વિનામૂલ્યે રસીકરણ ઉપરાંત ખાનગી હોસ્પિટલો દ્વારા ચાર્જેબલ બેઝીઝ પર વેક્સિનેશનની કામગીરીનું ફલક કોવિડ મહામારી સામેની લડતમાં રક્ષણ મેળવવાના હેતુ સાથે વધુ વ્યાપક બનાવવામાં આવશે

Most Popular

To Top