Comments

કેન્દ્ર સરકારનો પ્રોજેક્ટ: ગ્રેટ નિકોબાર ટાપુનો આયોજિત વિનાશ?

ભારતીય જાહેર ચર્ચામાં ‘નેશનલ મીડિયા’ જેટલો ગેરમાર્ગે દોરનારો કોઈ શબ્દ નથી. કારણ કે આ નેશનલ મીડિયા હેઠળ આવતાં અખબારો, સામયિકો અને ટી.વી.ચેનલો જે રાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરવાનો દાવો કરે છે તેના પ્રત્યે સંકુચિત, સંકીર્ણ દૃષ્ટિકોણ ધરાવે છે. તેઓ ભારતને રાષ્ટ્રીય રાજધાની પ્રદેશમાંથી અને ઘણી વાર ફક્ત એનસીઆરમાંથી જુએ છે. સત્તાની તેમની ભૌગોલિક નિકટતા તેમને આકર્ષિત અને સંતુષ્ટ કરે છે તેથી અખબારોના અભિપ્રાય પૃષ્ઠોમાં કેબિનેટ મંત્રીઓ દ્વારા ઉપદેશાત્મક લેખોનો ભરાવો અને ટેલિવિઝન દ્વારા ભારતની વિવિધતા અને જટિલતાને વિવિધ પક્ષોના રાજકારણીઓ વચ્ચેની બૂમો પાડવામાં બદલી નાખ્યું છે. આથી ‘રાષ્ટ્રીય’ અખબારોમાં જગ્યા ઓછી હોય છે અને ‘રાષ્ટ્રીય’ ટેલિવિઝનમાં વિવિધ સમુદાયો અને દેશના વિવિધ ભાગોમાં જીવનની વિગતવાર, જમીન-સ્તરની તપાસની સંપૂર્ણ ગેરહાજરી.

‘રાષ્ટ્રીય મિડિયા’ પ્રત્યે મારી શંકા વર્ષોથી સતત વધતી ગઈ છે. તાજેતરમાં જ એક મોટા રાષ્ટ્રીય કૌભાંડ પર બે ઉત્તમ લેખોના સંકલન દ્વારા તેની પુષ્ટિ થઈ છે. એક કૌભાંડ ચોક્કસપણે એનસીઆરના સુનિયોજિત ટેલિવિઝન સ્ટુડિયોમાં ક્યારેય ચર્ચાનો વિષય બનશે નહીં. હું જે કૌભાંડનો ઉલ્લેખ કરી રહ્યો છું તે ગ્રેટ નિકોબાર ટાપુના આયોજિત વિનાશનો છે, જેના વિશે હું 3 માર્ચ 2025ના રોજ ચેન્નાઈ સ્થિત ફ્રન્ટલાઈન મેગેઝિનના ખાસ અંકમાં અને પંકજ સેખસરિયા દ્વારા ક્યુરેટ કરાયેલ પુસ્તકમાં વાંચી રહ્યો છું, જેમાં ભારતના વિવિધ ભાગોમાં પ્રકાશિત સ્વતંત્ર વેબસાઇટ્સ અને સામયિકો દ્વારા પ્રકાશિત લેખો છે. બાદમાં સંગ્રહને ધ ગ્રેટ નિકોબાર બિટ્રેયલ છે અને તે ઉપ-શીર્ષક ધરાવે છે. ‘એક સંવેદનશીલ ટાપુને જાણી જોઈને આપત્તિમાં ધકેલી દેવું’. સેખસરિયા ખુદ ઘણાં વર્ષોથી આંદામાન અને નિકોબાર ટાપુઓમાં સંશોધન કર્યું છે અને તેમણે જે ગ્રંથ એકત્રિત કર્યો છે તેના યોગદાનકર્તાઓને પણ ભૂપ્રદેશનું પ્રત્યક્ષ જ્ઞાન છે.

કેન્દ્ર સરકારનો પ્રોજેક્ટ, જેનાં ખતરનાક પરિણામો આ નિબંધોએ ખુલ્લાં પાડ્યાં છે, તે ઓરવેલિયન નામ ધરાવે છે: ‘ગ્રેટ નિકોબાર ટાપુનો સર્વાંગી વિકાસ’. હાલમાં તેનો ખર્ચ ૮૦,૦૦૦ કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે (અને તે વધવાની ખાતરી છે), આ નાજુક ટાપુ પર ટ્રાન્સશિપમેન્ટ બંદર, આંતરરાષ્ટ્રીય હવાઇમથક અને મુખ્ય ભૂમિથી લાખો સ્થળાંતર કરનારાઓને સમાવવા માટે એક ટાઉનશીપનું નિર્માણ કરવાની કલ્પના કરવામાં આવી છે. ૯૧૦ ચોરસ કિલોમીટરના અંદાજિત વિસ્તાર સાથે, ગ્રેટ નિકોબાર ટાપુઓના જૂથમાં સૌથી મોટું છે, જે ‘અંદામાન અને નિકોબાર’ તરીકે ઓળખાતા દ્વીપસમૂહનો ભાગ છે. નોંધનીય છે કે, આ ટાપુ ભૂકંપની દૃષ્ટિએ અસ્થિર ક્ષેત્રમાં સ્થિત છે, જેણે છેલ્લા દાયકામાં ચારસોથી વધુ ભૂકંપનો અનુભવ કર્યો છે. ૨૦૦૪માં ગ્રેટ નિકોબાર સુનામીથી તબાહ થયું હતું, જેનો ભોગ ટાપુના સ્વદેશી આદિવાસીઓ હતા, જેમાંથી ઘણાં લોકો મૃત્યુ પામ્યાં હતાં અને ઘણાં લોકોએ તેમનાં ઘર ગુમાવ્યાં હતાં.

સુનામી અણધારી અને અચાનક હતી. જો કે, આ નવો પ્રોજેક્ટ ભારત સરકાર દ્વારા ટાપુની કુદરતી અને સાંસ્કૃતિક અખંડિતતા પર ઇરાદાપૂર્વક, આયોજિત હુમલો છે. આ બંદરનું નિર્માણ જાયન્ટ લેધરબેક ટર્ટલના માળાનાં સ્થળોનો નાશ કરીને અને તેના સિવાય ઘણું બધું ઇકોલોજીકલ નુકસાન પહોંચાડીને કરવામાં આવશે. આ ટાઉનશીપ લગભગ ૧૩૦ ચોરસ કિલોમીટરના સમૃદ્ધ કુદરતી જંગલનો નાશ કરશે, જેમાં ૧ કરોડથી વધુ વૃક્ષો હશે. આ ટાપુ પર છોડ, જંતુઓ, પક્ષીઓ, પ્રાણીઓ અને સરિસૃપની ઘણી દુર્લભ અને ઘણી વાર સ્થાનિક પ્રજાતિઓ છે. આ બધાં હવે કુદરતી રહેઠાણો, ભૂમિ અને દરિયાઈ બંને, જે હાલમાં તેઓ વસે છે, સાથે જોખમમાં મુકાયા છે.

પર્યાવરણીય ખર્ચ આટલો છે; તે દરમિયાન, સામાજિક ખર્ચમાં ટાપુનાં સ્વદેશી રહેવાસીઓને હાંસિયામાં ધકેલવા અને તેને વધુ ગરીબ બનાવવાનો સમાવેશ થાય છે, જે આદિવાસી સમુદાયોનું રક્ષણ કરતી બંધારણીય જોગવાઈઓનું ઘોર ઉલ્લંઘન છે. ટાપુની વર્તમાન માનવવસ્તી 8,500 છે; જો પ્રોજેક્ટ પૂર્ણ ગતિએ આગળ વધે તો તે ચાલીસ ગણી વધવાની ધારણા છે. મુખ્ય ભૂમિ દ્વારા આ વસ્તીવિષયક વસાહતીકરણની ટાપુની સંસ્કૃતિ અને પર્યાવરણ પર અસર પ્રચંડ અને બદલી ન શકાય તેવી હશે. તાજેતરના એક નિબંધમાં અજય સૈની અને અન્વિતા અબ્બી – ટાપુઓનો વ્યાપક ક્ષેત્ર અનુભવ ધરાવતા બે વિદ્વાનો – લખે છે: ‘ધ ગ્રેટ નિકોબાર મેગા પ્રોજેક્ટ ફક્ત એક પર્યાવરણીય આપત્તિ નથી; આ ભાષાકીય અને સાંસ્કૃતિક નરસંહારનું ઇરાદાપૂર્વકનું, ઘૃણાસ્પદ કૃત્ય .’(https://www.earthisland.org/journal/index.php/articles/entry/indias-9bn-great-nicobar-megaproject-threatens-indigenous-languages/##)

‘ધ ગ્રેટ નિકોબાર બેટ્રેયલ’માં એક ભાવનાત્મક લેખમાં, સંરક્ષણવાદી મનીષ ચાંડીએ 1990 ના દાયકામાં ટાપુની તેમની પ્રથમ મુલાકાતને યાદ કરી છે. તેઓ અને તેમના સાથીદારો તેજસ્વી પક્ષીશાસ્ત્રી રવિ શંકરનને મળ્યા હતા, જેઓ તે સમયે નિકોબાર મહાનગર પર તેમના સીમાચિહ્નરૂપ અભ્યાસ કરી રહ્યા હતા અને પછી દુઃખદ રીતે તેઓ યુવાનીમાં મૃત્યુ પામ્યા. શંકરને મુલાકાતીઓને કહ્યું કે, અભ્યાસ શરૂ કરતાં પહેલાં તેમણે દરેક ગામના વડા પાસેથી પરવાનગી લેવી જ જોઇએ. ‘યાદ રાખો’, શંકરને કહ્યું, ‘આ તેમની જમીન છે; તેમની જગ્યા અને તેમના અધિકારો આપણા કરતાં વધુ મહત્ત્વપૂર્ણ છે’. આ ખર્ચાળ અને વિનાશક નવા પ્રોજેક્ટને અમલમાં મૂકનારાઓ દ્વારા આ સલાહની સંપૂર્ણ અવગણના કરવામાં આવી છે, નવી દિલ્હી દ્વારા લાદવામાં આવેલ આ પ્રોજેક્ટમાં કોઈ પારદર્શિતા, કોઈ જવાબદારી અને તેનાથી સૌથી વધુ પ્રભાવિત ભારતીયો સાથે કોઈ પરામર્શ નથી.

સામાજિક અને પર્યાવરણીય દૃષ્ટિએ, આ પ્રોજેક્ટ તેના પગલે વિનાશ લાવશે. આર્થિક ધોરણે તેને વાજબી પણ ઠેરવી શકાય નહીં. ફ્રન્ટલાઈનમાં ‘ધ નંબર્સ ડ નોટ એડ અપ’ શીર્ષકવાળા એક લેખમાં એમ. રાજશેખર દલીલ કરે છે કે બંદર અને પર્યટનમાંથી સંભવિત આવકનો પ્રવાહ પ્રોજેક્ટને આર્થિક રીતે સધ્ધર બનાવવા માટે ખૂબ જ ઓછો છે. માળખાગત સુવિધાઓના નિર્માણમાં આટલા બધા પૈસા ખર્ચીને ભારતીય રાજ્ય વાસ્તવમાં ખાનગી કોર્પોરેટ હિતોને સબસિડી આપશે.

આ નિબંધો વાંચીને, મને પર્યાવરણનું રક્ષણ કરવા અને ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવા માટે ફરજ પાડવામાં આવેલી જાહેર સંસ્થાઓ અને આદિવાસી સમુદાયોના અધિકારોનું રક્ષણ કરવા માટે ફરજ પાડવામાં આવેલી સંસ્થાઓની દોષિતતાથી આશ્ચર્ય થયું. સેખસરિયા દ્વારા સંપાદિત ગ્રંથમાં તેમજ ફ્રન્ટલાઈનના ખાસ અંકમાં લખાયેલા નિબંધોમાં વિગતવાર દસ્તાવેજીકરણ કરવામાં આવ્યું છે કે કેવી રીતે રાષ્ટ્રીય ગ્રીન ટ્રિબ્યુનલ, પર્યાવરણ અને વન મંત્રાલય, ભારતીય વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ, નીતિ આયોગ અને આદિજાતિ બાબતોના મંત્રાલયે જમીન પરનાં તથ્યોનું કાળજીપૂર્વક અથવા કડક મૂલ્યાંકન કર્યા વિના ઉતાવળે મંજૂરીઓ આપી દીધી.

ખૂબ જ પરેશાન કરનારી વાત એ છે કે કેટલાક એક સમયે પ્રતિષ્ઠિત રહેલા વૈજ્ઞાનિકોની મિલીભગત પણ આમાં સામેલ છે. સેખસરિયા બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટીના ભૂતપૂર્વ ડિરેક્ટરને ટાંકે છે, જેમણે 2018ના એક લેખમાં આ પ્રોજેક્ટને ‘સૌથી ચિંતાજનક’ ગણાવ્યો હતો અને આગાહી કરી હતી કે, જો અમલમાં મૂકવામાં આવે તો ‘તે આ છેલ્લા બાકી રહેલા વૈશ્વિક દરિયાઈ જૈવવિવિધતા હોટસ્પોટ માટે વિનાશક બનશે’. વૈજ્ઞાનિકે વિનંતી કરી હતી કે આ પ્રોજેક્ટને રોકી દેવામાં આવે, જેથી ગ્રેટ નિકોબાર જેવા ટાપુઓ ‘તેમની જૈવવિવિધતા અને આંતરિક ઇકોલોજીકલ મૂલ્યો માટે રાષ્ટ્રીય સંપત્તિ તરીકે અને રાષ્ટ્રની ભાવિ સમૃદ્ધિ માટે સુરક્ષિત રહે’. લેખકો અને વિદ્વાનો જેમના ક્ષેત્ર અભ્યાસોએ આ લેખનો આધાર બનાવ્યો છે તેઓ આપણા શાસકોને બહાદુરીથી જવાબદાર ઠેરવવા માટે સામુહિક આભારને પાત્ર છે અને સાથેસાથે આપણા ‘રાષ્ટ્રીય મિડિયા’ને શરમજનક સ્થિતિમાં મૂકી દીધું છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top