National

કેન્દ્રીય કર્મચારીઓને હોળી ઉપર મળશે મોટી ભેટ, સરકાર DAના ભથ્થામાં કરશે ધરખમ વધારો

નવી દિલ્હી : કેન્દ્રીય કર્મચારીઓ (Central Employee) માટે સારા સમાચાર આવ્યા છે. આગામી હોળી પર સરકાર (Govt) પેંશન ભથ્થામાં (Pension Allowance) ધરખમ વધારો કર્યો છે. મોંઘવારી ભથ્થામાં (Dearness Allowance) કુલ ચાર ટકાના વધારા સાથે આગામી મહિનામાં તેમના કર્મચારીને મોટી ભેટ આપવાની ઘોષણા કરી છે. સરકારના આ એલાનથી લગભગ એક કરોડથી વધુ કેન્દ્રીય કર્મચારીઓને તેનો લાભ મળશે. આપણે જણાવી દઈએ કે અત્યારે કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું (DA) 38 ટકા છે. જેમાં હવે 4 ટકાનો ઉમેરો થતા તે 42 ટકા ઉપર પહોંચી જશે. આ વધારા માટે એક ફોર્મ્યુલા પર સહમતિ પણ મળી છે. ઉલ્લેખનીય છે કે કર્મચારીઓના મોંઘવારી ભથ્થાની ગણતરી લેબર બ્યુરો દ્વારા દર મહિને કરવામાં આવે છે જે શ્રમ મંત્રાલયનો એક ભાગ છે.

મુજબ મોંઘવારી ભથ્થામાં વધારો 4.23 ટકા જેટલો થઇ શકે છે
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થાની ગણતરી ઔદ્યોગિક કામદારો માટેના ગ્રાહક ભાવ સૂચકાંક (CPI-IW)ના આધારે કરવામાં આવે છે. ગત ડિસેમ્બર 2022 માટે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ 31 જાન્યુઆરી 2023ના રોજ બહાર પાડવામાં આવ્યો છે. આ ઇન્ડેક્સ મુજબ મોંઘવારી ભથ્થામાં વધારો 4.23 ટકા થાય છે. આવી સ્થિતિમાં એવું માનવામાં આવે છે કે કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો થવાની સંભાવનાઓને નકારી શકાય તેમ નથી .

નાણા મંત્રાલય વિભાગ DAમાં વધારાનો પ્રસ્તાવ તૈયાર કરવા માટે જઈ રહ્યું છે
તમને જણાવી દઈએ કે આ પ્રક્રિયા અંતર્ગત નાણા મંત્રાલયનો ખર્ચ વિભાગ DAમાં વધારાનો પ્રસ્તાવ તૈયાર કરવા માટે જઈ રહ્યું છે. જેમાં આવક પર તેની અસરો વિશે પણ જણાવવામાં આવશે. અને ત્યારબાદ આ પ્રસ્તાવ કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં મૂકવામાં આવશે જ્યાંથી ડીએમાં 4 ટકાનો વધારો તેની મંજૂરી બાદ અમલમાં આવશે આ વધારો જાન્યુઆરી 2023થી લાગુ થઈ કરવામાં આવ્યો હતો.અને હવે આગામી માર્ચ મહિનામાં તેની ઉપર મંજૂરીની મોહર લાગવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આથી પહેલા 28 સપ્ટેમ્બર 2022ના રોજ કેન્દ્ર સરકારે કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો હતો. મોંઘવારી ભથ્થાની વર્ષમાં બે વાર સમીક્ષા કરવામાં આવે છે. આ સમીક્ષા જાન્યુઆરી અને જુલાઈમાં થાય છે.

Most Popular

To Top