SURAT

કેન્દ્ર ખેડૂતોને ગેરમાર્ગે દોરે છે, બજેટમાં ખાતર પર સબસીડીની જોગવાઈ કરી નથી: ખેડૂત સમાજ

સુરત: ખાતર કંપની (FERTILIZER COMPANY)ઓ દ્વારા 1મેથી ખાતરની કિમતોમાં ગુણદીઠ આશરે 700 રૂપિયાનો વઘારો કરવામા આવ્યો છે, હવે કેન્દ્ર સરકાર સબસીડી (SUBSIDY)ની ખોટી જાહેરાતો કરી ખેડૂતો (FARMERS) ગેરમાર્ગે દોરી રહી છે. ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ જયેશ એસ પટેલ( પાલ)એ પત્રકારોને જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 2020-21 અને 2021-22માં કેન્દ્ર સરકારે ખાતર માટે સબસીડીની કોઇ જોગવાઇ કરી નથી. 31 માર્ચ 2014 સુધીજ સરકારોએ ખાતર પર સબસીડી આપવાની હતી. તે પછી ગેટ કરાર ટ્રીટીમાં સરકારે સબસીડી ખતમ કરવાની પોતે બાંહેધરી આપી હતી.

ગયા વર્ષે કોરોનાના સમયગાળામાં ભારત સરકાર વર્લ્ડ બેંક (WORLD BANK) પાસે રાહતો મેળવવા ગઇ હતી ત્યારે કરારનો અમલ કરી બજેટમાં સબસીડીની જોગવાઇ કરી નહતી. ફર્ટિલાઇઝર કંપનીઓને ખાતરની એક ગુણીના ઉત્પાદન પાછળ નફા સાથે 1900થી 2000 રૂપિયાનો ખર્ચ થાય છે. જેમાં સરકાર 700 રૂપિયા સુધી સબસીડી આપતી હોવાથી ખાતર 1200થી 1300 રૂપિયામાં પડે છે. વર્લ્ડ બેંકને આખમાં ધૂળને આખમાં ધૂળ નાખવા માટે સરકારે સબસીડીની અવેજ બોન્ડ આપ્યા હતા. આ બોન્ડ પર ફર્ટિલાઇઝર કંપનીઓને લોન મળી હતી. પરંતુ હવે બેંકોએ બોન્ડ પર નવી લોન કે ઓવરડ્રાફ્ટ ઇન્કાર કરી રહી છે. કારણ કે બેંકોને સરકાર પર પણ ભરોસો નથી. કારણ કે સરકાર પાસે બેંકોને આપવાના રૂપિયા નથી. આવી સ્થિતિમાં ફર્ટિલાઇઝર કંપનીઓ રો-મટીરિયલ્સની ખરીદી ક્યાથી કરશે એ મોટો પ્રશ્ન છે.

ફર્ટિલાઇઝર કંપનીઓ કેશ સબસીડી અથવા નફા સાથે પેકેજની માંગ કરી રહી છે. આ સ્થિતિમાં ફર્ટિલાઇઝર કંપનીઓ અને ખેડૂતોને ખાતર પર કોઇ સબસીડી મળી શકે તેમ નહોવાથી તમામ કંપનીઓએ નવો ભાવ વધારો જાહેર કરી દીધો છે. જેમાં 700 રૂપિયા 50 કિલોએ વધારી દેવામાં આવ્યા છે. આ મામલે ગુજરાત ખેડૂત સમાજ નાણામંત્રી,વડા પ્રધાન અને ફર્ટિલાઇઝર મંત્રી સમક્ષ વિરોધ નોંધાવવા પોસ્ટકાર્ડ ઝુંબેશ શરૂ કરવા સાથે રાજ્યભરમા વિરોધ પ્રદર્શન કરવાની રૂપરેખા ઘડી રહ્યું છે. આઝાદી પછી પ્રથમવાર ખાતરના ભાવોમાં 50 કિલોની એક ગુણીએ 600થી 700 રૂપિયાનો વધારો કરતા ખેડૂતોમાં નારાજગી ફેલાઇ છે.

50 કિલોની ગુણની કિમત 1200 થી વધીને 1900 રૂપિયા સુધી પહોંચી જતા શેરડી સહિતનો પાક લેતા ખેડુતોનાં ખર્ચનું ભારણ પ્રતિ વધી ગયુ છે. નવા ભાવ પ્રમાણે શેરડી ઉગાવવા માટે 1 એકર પર 5000 રૂપિયા ખર્ચ વધી જશે. ડી.એ.પી ખાતરની 50 કિલોની ગુણના ભાવ 1200 થી વધારીને 1900 રૂપિયા કરી નાંખવામાં આવ્યા છે, જેથી સરેરાશ 58 ટકાનો વધારો થયો છે. જયારે અન્ય ખાતરમાં સેરરાશ 20 થી 50 ટકા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો હોવાથી ખેડુતોમાં નારાજગી છે. સરકારમાં રજૂઆત કરવામાં આવશે, નહી માને તો આંદોલન કરાશે

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top