Charchapatra

સેલિબ્રિટીઝ અને જાહેરખબરો

આપણા દેશમાં સેલિબ્રિટીઝ જેવા કે ફિલ્મ અને ટી.વી.ના કલાકારો તથા ક્રિકેટરો જેઓ એકદમ લોકપ્રિય છે તેઓ તેમની લોકપ્રિયતાને લીધે અમુક કંપનીની પ્રોડક્ટની જાહેરાત કરતા જોવા મળે છે. તેઓ પોતે જે તે પ્રોડક્ટનો ઉપયોગ કરતા હોય કે ન હોય. ઉદાહરણ તરીકે અમિતાભ બચ્ચન એક જવેલર્સની , કોઈ એક કંપનીમાં સોનું ગીરવે મૂકવાની, એક કંપનીના તેલની, એક કંપનીના સાબુની તેમજ અન્ય બીજી કંપનીઓની, એ જ રીતે અન્ય કલાકારો અને ક્રિકેટરો કોઈક ને કોઈક કંપનીની જાહેરાત કરતા જોવા મળે છે. જે કંપનીના પ્રોડક્ટની તેઓ જાહેરાત કરતા હોય છે તે પ્રોડક્ટ્સની ગુણવત્તા વિશે તેઓ કેટલું જાણતા હશે તે મોટો પ્રશ્ન છે. પણ તેમની લોકપ્રિયતાને લીધે પ્રજા તેઓ જે પ્રોડક્ટની જાહેરાત કરતા હોય તે ખરીદવા પ્રેરિત થાય છે જે બરાબર ન કહેવાય. પોતે જે તે પ્રોડક્ટનો ઉપયોગ કરી તેની ગુણવત્તા ચકાસ્યા પછી જાહેરાત કરતા હોય તો તે વ્યાજબી કહેવાય, અન્યથા પ્રજાને ગેરમાર્ગે દોરવી નહીં જોઇએ એવું આ લખનારનું માનવું છે.    સુરત     – સુરેન્દ્ર દલાલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top