Business

સેલિબ્રેશન તો બનતા હે…

દિવાળી નજીક આવી રહી છે. દિવાળી હોય એટલે ઉજવણીમાં કોઈ કચાસ સુરતીઓ રાખતા નથી. અવનવી મીઠાઈઓ, નાસ્તાને કેમ ભૂલાય ? ત્યારે હાલ પરંપરાગત સ્વીટ કે નાસ્તાને બદલે હાલ યંગસ્ટર્સમાં કોઈ પણ ઓકેઝન હોય કેક તરફનું આકર્ષણ વધ્યું છે. અને દિવાળીમાં સ્પેશ્યલ થીમ બેઝડ્ કેકના ઓર્ડર આપી રહ્યાાં છે.

પરંપરાગત સ્વીટને બદલે હવે કેક

હાલ યંગજનરેશનું પશ્વિમી સસ્કૃતિ તરફનું આક્રષણ વધતું જોવા મેળ છે, જેમાં પરંપરાગત સ્વિટને બદલે હવે યુવાઓ ચોકલેટ્સ અને કેકસ તરફ વળ્યા છે. અને દિવાળી અગાઉ જ સ્પેશ્યલ થીમ બેઝડ કેકના ઓર્ડર આપી રહ્યાં છે.

થીમ બેઝડ કેક

આ કેકમાં સ્પેશ્યલ દિવાળીના તહેવારને ધ્યાને લઈને ફટાકડા, દીવા, સ્વીટ જેવી અલગ અલગ ડેકોરેશન કરીને સજાવવામાં આવે છે માનષિ રામાણી જણાવે છે કે, ‘’ખાસ યંગસ્ટર્સ હવે આવી દિવાળી થીમ બેઝડ કેકના ઓર્ડર વધુ આપી રહ્યાં છે. દિવાળી અગાઉ જ કેટલાક પોતાના ફેમીલી કે વાઇફ માટે આવી થીમ બેઝડ કેકનો એડવાન્સ ઓર્ડર આપી જાય છે.’’

Most Popular

To Top