મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્ત્વમાં સરકારના પાંચ વર્ષની ઉજવણીના કાર્યક્રમોની આજે ગાંધીનગરમાં મળેલી કેબિનેટ બેઠકમાં ચર્ચા થઈ હતી. બેઠકમાં થયેલી ચર્ચા મુજબ, નવ દિવસીય ઉજવણી દરમ્યાન 5065 કરોડની સહાય – લાભ આપવામાં આવ્યા છે. જયારે 13,000 કરોડના લોકાર્પણ અને ખાત મુહૂર્ત કરવામાં આવ્યા છે.
કેબીનેટ બેઠક બાદ સીનિયર કેબીનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું હતું કે, નવ દિવસીય ઉજવણી દરમ્યાન રાજયમાં ૪૮ લાખ પ૬ હજાર જેટલા લાભાર્થીઓને રૂ. પ૦૬૫ કરોડના સહાય લાભ પહોચાડવામાં આવ્યા છે. જયારે રાજ્યભરમાં ૩૩ જિલ્લાઓમાં ૧૬૦૪૮ જેટલા વિવિધ કાર્યક્રમો દ્વારા ૧૩ હજાર કરોડ રૂપિયાના ૧ લાખ ૧૭ હજાર વિકાસ કામોના લોકાર્પણ-ખાતમૂર્હત કાર્યારંભ કરવામાં આવ્યા છે. આ નવ દિવસીય દરમ્યાન કુલ મળીને ૧૮,068 કરોડથી વધુના સેવાકીય કાર્યો, લાભ સહાય લોકોને પહોંચાડ્યા છે.