Charchapatra

તહેવારો ઉજવો પણ બીન જરૂરી ખર્ચથી બચો

માનવજીવનનું એક અંગ એટલે ઉત્સવ સૌ પ્રથમ તો વ્યક્તિમાં ઉત્સવ ઉજવવાનો ઉમળકો. પૂર્વ તૈયારી તથા ઉત્સાહ- ઉમંગ વિશેષ રહેતો હોય છે. આ વર્ષે ઓગસ્ટ મહિનામાં ત્રિવેણી ઉત્સવોનો સંગમ આવે છે. એટલે કે સ્વાતંત્ર્ય દિન 15મી ઓગસ્ટ, 19મી ઓગસ્ટ રક્ષાબંધન અને 26મી ઓગસ્ટે જન્માષ્ટમી. આ ત્રણેય તહેવારમાં સંઘભાવના, પ્રેમ અને સમભાવ સમાયેલા છે. તહેવારની ઉજવણી માનવીતાં નિત્યરૂપ, જીવનશૈલીમાંથી પરિવર્તન લાવવાનું મહત્ત્વનું કાર્ય કરે છે અને તેમાં માનવ-માનવ વચ્ચેના સ્નેહ-મિલનનો સેતૂ મજબૂત બને છે.

આ તહેવારો થકી દેશપ્રેમ-દેશદાઝની ભાવના, ભારતીય હોવાનો ગૌરવ, ભાઈ-બહેનનાં પવિત્ર- નિ:સ્વાર્થ સ્નેહની સરિતા તથા ધાર્મિક આસ્થા નિષ્ઠા ઉજાગર થતી હોય છે. આમ નાણાંકીય વહેવારથી આપ-લેથી, પૈસો પણ ફરતો રહે છે. જે ઈકોનોમીની દૃષ્ટિએ આવકાર્ય રહે છે. પરંતુ દરેક ઉત્સવની ઉજવણીના બીનજરૂરી ખર્ચાઓ/ ખોટી ભયકાઓથી દૂર રહી, નાણાંનો બચાવ કદી, યોગ્ય સામાજીક સેવામાં પ્રદાન કરીએ, તો ઉત્સવોની ઉજવણીમાં ચાર ચાંદ લાગી જશે.
સુરત     – દિપક બંકુલાલ દલાલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top