તા.14 ફેબ્રુ: 2019ના રોજ પુલવા (જમ્મુ-કાશ્મીર)માં આત્મઘાતી બોમ્બરો દ્વારા આપણી મિલેટરીના સીઆરપીએફના 40 જવાનોને શહીદ કરવામાં આવ્યા આપણે તે ભૂલી જઇને વિદેશી તહેવાર વેલેટાઈન ડેની ઉજવણીમાં પડીએ તે પુલાવામા શહીદ થયેલ 40 જવાનો અને તેના પરિવાર સાથે ગદ્દારી કરી ગણાશે. પ્રેમ કરવા માટે 365 દિવસ છે જ. પણ આપણા શહીદ જવાનોની યાદમાં 14 ફેબ્રુના રોજ કંઇક એવી વિશેષ સેવા યુવા વર્ગ દ્વારા કરવામાં આવે જેથી શહીદ જવાનોનાં પરિવારજનોને અને ફરજ પર જવાનો પણ ગૌરવ અનુભવે.
આ માટે રકતદાન શિબિર ગોઠવી શકાય. તમારા વિસ્તારના મિલેટરીમાં ફરજ બજાવતા કે નિવૃત્ત થયેલ મિલેટરી મેન કે ફાયર બ્રિગેડના જવાનોનું પણ જાહેર સન્માન કાર્યક્રમ ગોઠવવો જોઈએ. ટૂંકમાં તે દિવસે વિદેશ તહેવાર ન ઉજવતા આ દેશ કાજે શહીદ થયેલ જવાનોની યાદમાં કંઇક વિશેષ યુવા વર્ગ દ્વારા કરવામાં આવે. તેમ કરીને દેશપ્રેમ કે દેશઋણ ઉતારવાનો એક પ્રયાસ સામુહિક રીતે કરવામાં આવે તે આજના માહોલમાં ખૂબ જ જરૂરી છે.
સુરત – પરેશ ભાટિયા– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
શું આ છે સુરત નંબર-1?
સુરત નંબર 1 આપવામાં આવ્યું પરંતુ સુરત મહાનગરપાલિકા હોય કે પછી ટ્રાફીક પોલીસ હોય. પડદા પાછળ થતા વ્યવહાર કે પછી કોઇક અન્ય કારણસર દબાણો કે કામો થતા નથી. થોડા દિવસો પહેલા સેન્ટર પોઇન્ટથી સોસીયો સર્કલ તરફ જતા રસ્તા પર કાર ડેકોરેટવાળા અર્ધો રસ્તો કાર પાર્કીંગ કરી ડેકોરેટ કરતા હતા. ટ્રાફીક નિયમન કારણે અથવા કંઇક વ્યવહાર બંધ થઇ જતા ત્યાં દબાણ આવતા રસ્તો ઘણો ખુલ્લો થઇ જઇ ટ્રાફીક ક્રેનવાળા દબાણ હટાવતા હતા. ફરી પાછું ત્યાંનું ત્યાં કોની મહેરબાનીથી? સુરત મહાનગરપાલિકા જોહરમાં ફટાકડા ફોડવાથી થતા કચરા માટે રૂા.6000નો દંડ કરે છે. પરંતુ અમુક જ્ઞાતીના લોકો જાહેરમાં રસ્તા પર રસોઇ કરી લાખ્ખો રૂા.માં તૈયાર થયેલ રોડ ખરાબ કરે છે અને રસોઇથી ગનદકી પણ કરે છે તો તેને દંડ શા માટે નહીં? શું અધિકારીને ડર લાગે છે?
સુરત – મહેશ પી. મહુવાગરા– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.