મહારાષ્ટ્ર, કેરળ, ગુજરાત, પંજાબ, કર્ણાટક અને જમ્મુ અને કાશ્મીર સહિતના કોવિડ-19 કેસોમાં વૃદ્ધિ નોંધાવતા રાજ્યોમાં કેન્દ્ર સરકારે મલ્ટિ ડિસિપ્લિનરી ટીમોની નિમણૂક કરી છે, જેથી રોગચાળાને અસરકારક રીતે નિવારવામાં તેઓને મદદ મળી શકે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું કે, ત્રણ સભ્યોની મલ્ટિડિસિપ્લિનરી ટીમોનું નેતૃત્વ આરોગ્ય મંત્રાલયમાં સંયુક્ત સચિવ સ્તરના અધિકારીઓ કરશે. આ ટીમો રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના વહીવટી તંત્ર સાથે મળીને કામ કરશે અને કોવિડ-19 કેસોની સંખ્યામાં તાજેતરના વધારાના કારણો શોધી કાઢશે. તેઓ રાજ્ય સરકારો અને યુ.ટી.ના સ્વાસ્થ્ય અધિકારીઓ સાથે પણ સંકલન કરશે જેમાં જરૂરી નિયંત્રણ પગલાં લેવામાં આવશે જેથી કોવિડ-19ની સાંકળ તોડી શકાય.
કેન્દ્રીય ટીમોને મહારાષ્ટ્ર, કેરળ, છત્તીસગઢ મધ્યપ્રદેશ, ગુજરાત, પંજાબ, કર્ણાટક, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ અને જમ્મુ-કાશ્મીરમાં નિયુક્ત કરવામાં આવ્યા છે.કેન્દ્રએ મહારાષ્ટ્ર, કેરળ, છત્તીસગઢ મધ્યપ્રદેશ, ગુજરાત, પંજાબ અને જમ્મુ અને કાશ્મીરને પણ પત્ર લખ્યો છે, જ્યાં કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે, સાથે સાથે આરટી-પીસીઆર પરીક્ષણોનું પ્રમાણ ઘટતું જાય છે અને કેટલાક જિલ્લાઓમાં પોઝિટિવ કેસોમાં વધારો થઇ રહ્યો છે.
પત્રમાં, કેન્દ્રીય આરોગ્ય સચિવે મહારાષ્ટ્ર, કેરળ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, ગુજરાત, પંજાબ અને જમ્મુ અને કાશ્મીરને ટ્રાન્સમિશનની સાંકળ તોડવા માટે આક્રમક પગલા હાથ ધરવા પર ધ્યાન કેન્દ્રિત કરવા અને આરટી-પીસીઆર પરીક્ષણમાં વધારો કરવામાં આવે તે માટે તાકીદ કરી છે. આ રાજ્યો અને કેન્દ્રશાસિત કેન્દ્રોને આરટી-પીસીઆર અને ઝડપી એન્ટિજેન પરીક્ષણોના યોગ્ય વિભાજન સાથે અસરગ્રસ્ત જિલ્લાઓમાં કેન્દ્રિત રીતે પરીક્ષણમાં વધારો કરવાની સલાહ આપવામાં આવી છે.