નવી દિલ્હી :- ધો.10 અને ધો.12ના CBSE બોર્ડના વિદ્યાર્થીઓ રિઝલ્ટની(Result) રાહ જોઈ રહ્યા છે. ત્યારે સોશિયલ મીડિયા(Social media) પર એક લેટર(Letter) વાયરલ થઈ રહ્યો છે. આ લેટરમાં આવતીકાલે 11 મે 2023ના રોજ CBSEનું રિઝલ્ટ જાહેર થશે તેવી જાહેરાત કરવામાં આવી છે. આ લેટર ફરતો થતાં વિદ્યાર્થીઓમાં ઉત્કંઠા જાગી હતી. પરંતુ જ્યારે તે લેટરની સત્ય હકીકત સામે આવી ત્યારે વિદ્યાર્થીઓ નિરાશ થયા હતા.
હકીકતમાં આ લેટર ફેક છે. આ લેટર સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ CBSEની દિલ્હી(Delhi) ઓફિસના અધિકારીઓએ(Officers) તે લેટર ખોટો હોવાની જાહેરાત કરી છે અને આ સાથે જ વિદ્યાર્થીઓ અને વાલોઓને રિઝલ્ટની માહિતી મેળવવામા માટે CBSEની સતાવાર વેબ સાઈટ પર ચેક કરતા રહે તેવી અપીલ કરી છે.
સોશિયલ મીડીયા પર વાયરલ લેટરમાં લખવામાં આવ્યું હતું કે, ધો. 10 અને 12ની લેવાયેલી CBSEની પરીક્ષાનું રીઝલ્ટ આવતીકાલે 11 મેના રોજ જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ પોતાનું રિઝલ્ટ CBSEની સાઈટ પરથી મેળવી શકશે. જેમાં www.cbse.inc.in, www.cbseresults.inc.in અને www.results.inc.in જેવી સાઈટ પર જઈને વિદ્યાર્થીઓ પોતાનું રિઝલ્ટ જોઈ શકશે. સાથે સ્કુલોને રિઝલ્ટની માહિતી તેમના રજિસ્ટર્ડ ઈ-મેઈલ આઈડી પર ઉપલબ્ધ કરવામાં આવશે.
લેટરમાં વધૂ લખ્યું હતું કે, સ્કીલના ડીજી લોકરમાં પણ રિઝલ્ટ ઉપલબ્ધ કરવામાં આવશે. તથા માર્કશીટ, માઈગ્રેશન સર્ટિફિકેટ, ઓન સ્કિલ સર્ટિફિકેટ જેવા અન્ય ડોક્યુમેન્ટસ parinam manjusha પર પણ ઉપલબ્ધ કરવામાં આવશે. સાથે તેમા ડીજી લોકારની લિંક પણ આપવામાં આવી હતી, અને આ લેટર પર ધ્યાન દેવા અપીલ પણ કરી હતી. જો કે આ લેટર ફેક છે.
જો વાત કરીએ તો સોશિયલ મીડીયા માધ્યમથી અવાર નવાર આવા લેટર અને ફેક ન્યુઝ વાયરલ થતી હોય છે. અમુક લોકો આવી ફેક ન્યુઝમને સાચી માની લેતા હોય છે. આવી ફેક ન્યુઝના કારણે ઘણા લોકો સાથે ફોર્ડ થતા હોય છે. ઘણી વાર આવી ફેક ન્યુઝના ચલતે લોકો પોતાનો જીવ પણ ગુમાવતા હોય છે. લોકોને થઈ શકે તેટલી કોશી છે આવી ફેક ન્યુઝથી બચવુ જોઈએ. કોઈ પણ ન્યુઝની સતાવાર પૃષ્ઠી કરવી જરૂરી છે.