CBSE બોર્ડ પરિણામ 2025 ની રાહ જોઈ રહેલા વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા CBSE 10માં, 12માં ધોરણનું પરિણામ 2025 જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે 1,11,544 વિદ્યાર્થીઓ (6.59%) એ 90% કે તેથી વધુ ગુણ મેળવ્યા છે.
CBSE બોર્ડના 10માં પરિણામ 2025માં, 1,99,944 વિદ્યાર્થીઓ (8.43%) એ 90 ટકાથી વધુ ગુણ મેળવ્યા છે, જ્યારે 45516 વિદ્યાર્થીઓ (1.92%) એ 95% થી વધુ ગુણ મેળવ્યા છે. CBSE 10માં ધોરણનું પરિણામ 2025 CBSE ની સત્તાવાર વેબસાઇટ cbseresults.nic.in, results.cbse.nic.in અને digilocker.gov.in પર જોઈ શકાય છે.
આ વર્ષે છોકરીઓએ CBSE બોર્ડના ધોરણ 10 માં સારો દેખાવ કર્યો છે. છોકરીઓની પાસ ટકાવારી 95% અને છોકરાઓની પાસ ટકાવારી 92.63% હતી. તે જ સમયે ટ્રાન્સજેન્ડરોનું પરિણામ 95 ટકા રહ્યું છે. આ વર્ષે સીબીએસઈ ધોરણ 10 ના પરિણામ માટે 23,85,079 વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી હતી, જેમાંથી 23,71,939 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને 22,21,636 વિદ્યાર્થીઓ પાસ થયા હતા. આ વર્ષે કુલ પાસ ટકાવારી 93.66 હતી. આ વર્ષે પરિણામ ગયા વર્ષ કરતાં 0.66 ટકા સારું આવ્યું છે.
સૌની નજર જવાહર નવોદય વિદ્યાલય અને કેન્દ્રીય વિદ્યાલય પર ટકેલી હતી. આ વર્ષે જવાહર નવોદય વિદ્યાલયના વિદ્યાર્થીઓનું પ્રદર્શન શ્રેષ્ઠ રહ્યું છે. ગયા વર્ષે જવાહર નવોદય વિદ્યાલય અને કેન્દ્રીય વિદ્યાલય વચ્ચે ગાઢ સ્પર્ધા હતી. પરંતુ આ વખતે JNV એ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે. જવાહર નવોદય વિદ્યાલય 98.90% પાસ ટકાવારી સાથે ટોચ પર છે. આ પછી કેન્દ્રીય વિદ્યાલય (KV) 98.81% અને ખાનગી શાળાઓ 88.55% સાથે આવે છે.

CBSE 10માં કેટલા વિદ્યાર્થીઓને કમ્પાર્ટમેન્ટ મળ્યું?
આ વર્ષે CBSE 10માં કમ્પાર્ટમેન્ટ કેટેગરીમાં કુલ 1,41,353 વિદ્યાર્થીઓને સ્થાન આપવામાં આવ્યું છે. આ સંખ્યા કુલ વિદ્યાર્થીઓના 5.96 ટકા છે. 2024માં કમ્પાર્ટમેન્ટમાં 1,32,337 વિદ્યાર્થીઓ હતા.
કયા રાજ્યનું પરિણામ કેવું રહ્યું?
- ત્રિવેન્દ્રમ – 99.79%
- વિજયવાડા – 99.79%
- બેંગલુરુ – 98.90%
- ચેન્નાઈ – 98.71%
- પુણે – 96.54%
- અજમેર – 95.44%
- દિલ્હી પશ્ચિમ – 95.24%
- દિલ્હી પૂર્વ – 95.07%
- ચંદીગઢ – 93.71%
- પંચકુલા – 92.77%
- ભોપાલ – 92.71%
- ભુવનેશ્વર – 92.64%
- પટના – 91.90%
- દહેરાદૂન – 91.60૦%
- પ્રયાગરાજ – 91.01%
- નોઈડા – 89.41%
- ગુવાહાટી – 84.14%
અહીં રિઝલ્ટ જુઓ..
CBSE બોર્ડ પરિણામ 2025 તપાસવાની સુવિધા digilocker.gov.in પર પણ ઉપલબ્ધ છે. આ સાથે તમે DigiLocker એપ પર CBSE પરિણામ 2025 પણ ચકાસી શકો છો. આ માટે તમારે 6 અંકના સુરક્ષા કોડનો ઉપયોગ કરીને તમારા ડિજીલોકર એકાઉન્ટને સક્રિય કરવું પડશે. ડિજીલોકર પર પણ ટ્રાફિક વધવાની શક્યતા છે. તેથી તમારા ખાતાને અગાઉથી સક્રિય કરો. તમે CBSE 10માં, 12માં ધોરણના પરિણામ 2025 જોવા માટે ઉમંગ વેબસાઇટ/એપ, IVRS અને SMS સુવિધાઓનો પણ ઉપયોગ કરી શકો છો.