National

CBSEની ધો. 10-12 બોર્ડની પરીક્ષાઓની તારીખ અને ટાઇમ ટેબલ જાહેર

નવી દિલ્હી: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ આજે એટલે કે મંગળવારે ધોરણ 10 અને 12ની ડેટશીટ જાહેર કરી છે. જાહેર કરાયેલી ડેટશીટ મુજબ પ્રથમ પરીક્ષા (Examination) 15મી ફેબ્રુઆરીએ લેવામાં આવશે જે 2 એપ્રિલ સુધી ચાલશે. જ્યારે 10ની પરીક્ષા 13 માર્ચે પૂરી થશે.

CBSE દ્વારા જાહેર કરાયેલ ડેટશીટ મુજબ પરીક્ષાઓ બે શિફ્ટમાં લેવામાં આવશે. પ્રથમ પરીક્ષા સવારે 10.30 વાગ્યાથી શરૂ થશે અને બપોરે 1.30 વાગ્યા સુધી ચાલશે. ત્યારે બીજી પરીક્ષા સવારે 10.30 થી 12.30 દરમિયાન લેવામાં આવશે.

ધોરણ 10ની પરીક્ષાની ડેટશીટ:

ધોરણ 12ની પરીક્ષાની ડેટશીટ:

બોર્ડની આ પરીક્ષાઓ અંદાજે 55 દિવસ સુધી ચાલશે. CBSE એ વર્ષ 2024માં યોજાનારી 10મી અને 12મી બોર્ડની પરીક્ષાની ડેટશીટ જાહેરાત સાથે કેટલીક માર્ગદર્શિકા પણ જાહેર કરી છે.

જાહેર કરાયેલી માર્ગદર્શીકાઓ

  • બે વિષયો વચ્ચે પૂરતું અંતર હોવું જોઈએ.
  • ધોરણ 12 ની તારીખનું પત્રક તૈયાર કરતી વખતે JEE મુખ્ય પરીક્ષાને ધ્યાનમાં રાખવામાં આવી છે.
  • આ ડેટશીટ તૈયાર કરતી વખતે એ વાતનું ધ્યાન રાખવામાં આવ્યું છે કે બે વિષયોની પરીક્ષાઓ એક જ તારીખે ન યોજાય
  • પરીક્ષાનો સમય સવારે 10:30 વાગ્યાનો રહેશે.
  • પરીક્ષાથી ઘણા સમય અગાવ ડેટશીટ બહાર પાડવામાં આવી છે. જેથી વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારી સારી રીતે કરી શકે.

આ રીતે જોઇ શકાશે ડેટશીટ
સ્ટેપ 1. ડેટશીટ જોવા વિદ્યાર્થીઓએ CBSEની વેબસાઇટ cbse.gov.in પર જવું.
સ્ટેપ 2. હોમ પેજ પરના ‘Lastest News’ વિભાગમાં ‘CBSE Class 10 board exam 2024 datesheet’ અથવા ‘CBSE Class 12 board exam 2024’ લિંક પર ક્લિક કરો.
સ્ટેપ 3. ડેટશીટની પીડીએફ સ્ક્રીન પર ખુલશે, તેમાં વિષય સહિત બોર્ડ પરીક્ષાનું ટાઈમ ટેબલ જોઇ શકાશે.
સ્ટેપ 4. ડેટશીટ ડાઉનલોડ કરો અને પ્રિન્ટઆઉટ કરાવી પોતાની પાસે રાખવી.

CBSE પ્રેક્ટિકલ પરીક્ષાઓ અને સેંપલ પેપર્સની તારીખો પણ જાહેર
CBSEએ ધોરણ 10 અને 12ની પ્રેક્ટિકલ પરીક્ષાઓનું શેડ્યૂલ જાહેર કર્યું છે. આ સાથે જ CBSE સંલગ્ન શાળાઓમાં ધોરણ 10 અને 12 બંને માટે પ્રેક્ટિકલ પરીક્ષાઓ 1 જાન્યુઆરીથી શરૂ થશે અને 15 ફેબ્રુઆરી, 2024ના રોજ સમાપ્ત થશે. શિયાળુ સત્ર માટે ધોરણ 10 અને 12 બંને માટે સત્ર 2023-24 માટે પ્રાયોગિક પરીક્ષાઓ/પ્રોજેક્ટ્સ/આંતરિક મૂલ્યાંકન 4 નવેમ્બરથી 14 ડિસેમ્બર, 2023 દરમિયાન હાથ ધરવામાં આવે છે.

Most Popular

To Top