Gujarat

NEET પેપર લીક મામલે CBI દ્વારા મોટી કાર્યવાહી, ગુજરાતમાં સાત સ્થળોએ દરોડા

NEET પેપર લીક મામલે CBIએ (CBI) આજે ​​મોટી કાર્યવાહી કરી અને ગુજરાતમાં (Gujarat) સાત સ્થળોએ દરોડા પાડ્યા છે. સીબીઆઈએ શનિવારે સવારે ગુજરાતના ચાર જિલ્લા આણંદ, ખેડા, અમદાવાદ અને ગોધરામાં સાત સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ પહેલા શુક્રવારે સીબીઆઈએ ઝારખંડમાં એક સ્કૂલ પર દરોડા પાડ્યા હતા અને સ્કૂલના પ્રિન્સિપાલ અને વાઈસ પ્રિન્સિપાલની પણ ધરપકડ કરી હતી. સીબીઆઈએ આ કેસમાં અત્યાર સુધીમાં પાંચ લોકોની ધરપકડ કરી છે. જેમાંથી 3 ઝારખંડ અને 2 બિહારના છે.

સીબીઆઈએ 28 જૂને ઝારખંડના હજારીબાગમાંથી ઓએસિસ સ્કૂલના પ્રિન્સિપાલ એહસાન ઉલ હક, વાઈસ પ્રિન્સિપાલ ઈમ્તિયાઝ અને પત્રકાર જમાલુદ્દીનની ધરપકડ કરી હતી. એજન્સીને શંકા છે કે તેઓએ જ NEET અને UGC-NET પેપર લીક કર્યા છે. ટીમે ત્રણેયની લાંબા સમય સુધી પૂછપરછ કરી હતી, હવે તેમને સ્થળ પર લઈ જઈને પુરાવા મજબૂત કરવામાં આવશે, ત્યારબાદ ત્રણેયને પટના લઈ જવામાં આવશે.

ગુજરાતમાં પરીક્ષા કેન્દ્ર બનાવવામાં ભાજપનો હાથકોંગ્રેસ નેતા શક્તિ સિંહ
કોંગ્રેસના નેતા શક્તિ સિંહ ગોહિલે NEET મુદ્દે 29 જૂને દિલ્હીમાં AICC હેડક્વાર્ટરમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે કહ્યું કે NEET પરીક્ષામાં પરીક્ષા કેન્દ્રો પર સેટિંગ કરવામાં આવ્યું છે. જેમાં ભાજપના નેતાઓ પણ સામેલ છે. તેમણે કહ્યું કે ગુજરાતની જય જલારામ શાળાએ ભાજપને દાન આપ્યું છે. કેટલાક ઉમેદવારોને તેમના પરીક્ષા કેન્દ્ર તરીકે જય જલારામ શાળા પસંદ કરવાનું કહેવામાં આવ્યું હતું. વાલીઓ પાસેથી બ્લેન્ક ચેક અને રોકડ લેવામાં આવી હતી. શાળાના આ કાર્યક્રમમાં સ્મૃતિ ઈરાનીએ પણ ભાગ લીધો હતો.

હજારીબાગમાંથી ત્રણની ધરપકડ
CBI અધિકારીઓએ જણાવ્યું હતું કે, હઝારીબાગમાં ઓએસિસ સ્કૂલના આચાર્ય એહસાનુલ હકને 5 મેના રોજ નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા આયોજિત મેડિકલ પ્રવેશ પરીક્ષા માટે હજારીબાગના શહેર-સંયોજક બનાવવામાં આવ્યા હતા. શાળાના વાઈસ પ્રિન્સિપાલ ઈમ્તિયાઝ આલમને NTAના સુપરવાઈઝર અને ઓએસિસ સ્કૂલના સેન્ટર કોઓર્ડિનેટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. સીબીઆઈએ NEET પેપર લીક કેસમાં જિલ્લામાંથી વધુ પાંચ લોકોની પણ પૂછપરછ કરી હતી. પત્રકાર જમાલુદ્દીન અંસારીની આચાર્ય અને વાઇસ પ્રિન્સિપાલને મદદ કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે, એમ અધિકારીઓએ શનિવારે જણાવ્યું હતું.

સીબીઆઈએ છ એફઆઈઆર નોંધી છે
CBIએ કથિત NEET પેપર લીક કેસમાં છ FIR નોંધી છે. આમાંથી એક એફઆઈઆર ખુદ સીબીઆઈ દ્વારા કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયની ફરિયાદ પર નોંધવામાં આવી છે. રાજ્ય સરકારો દ્વારા પાંચ FIR દાખલ કરવામાં આવી હતી, જેની તપાસ હવે CBI દ્વારા કરવામાં આવી રહી છે. સીબીઆઈ NEET પેપર લીક સંબંધિત બિહાર, ગુજરાતમાં એક-એક અને રાજસ્થાનમાં ત્રણ કેસની તપાસ કરી રહી છે. નોંધનીય છે કે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ NTA દ્વારા લેવામાં આવે છે. જેના આધારે સરકારી કે ખાનગી કોલેજોમાં મેડિકલ એમબીબીએસ, બીડીએસ અને આયુષ સંબંધિત અભ્યાસક્રમોમાં પ્રવેશ આપવામાં આવે છે.

Most Popular

To Top