નવી દિલ્હીઃ કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના ટ્રેઇની ડોક્ટર પર બળાત્કાર અને હત્યાના કેસને લઈને લોકોમાં ગુસ્સો છે. આ કેસમાં આરોપીઓથી લઈને હોસ્પિટલના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષ સુધી દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. સીબીઆઈ આ કેસની તપાસ કરી રહી છે.
આ મામલે આજે તા. 22 ઓગસ્ટ 2024ના રોજ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. સીબીઆઈએ આજે સુપ્રીમ કોર્ટમાં આ કેસનો સ્ટેટસ રિપોર્ટ રજૂ કર્યો છે. છે. આ રિપોર્ટ દ્વારા કોર્ટને જણાવવામાં આવશે કે અત્યાર સુધી તપાસ ક્યાં સુધી પહોંચી છે.
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી બેંચ આ કેસની સુનાવણી કરી રહી છે. ખંડપીઠે કહ્યું કે ડોકટરોએ કામ પર પાછા ફરવું પડશે. નહીં તો તેઓની એબસન્ટ મુકાશે. અમે સમજીએ છીએ કે તેઓ નારાજ છે પરંતુ તમારે કામ પર પાછા ફરવું પડશે. વાસ્તવમાં, ડોકટરોએ કોર્ટને કહ્યું હતું કે વિરોધમાં ભાગ લેવાને કારણે તેમને હેરાન કરવામાં આવી રહ્યા છે.સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસે કહ્યું કે ડોક્ટરોએ કામ પર પાછા ફરવું પડશે. લોકો તમારી રાહ જોઈ રહ્યા છે. તબીબોની હડતાળને કારણે હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને અસર થશે.
આ સાથે ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા મેડિકલ એસોસિએશન (FAIMA) એ નેશનલ ટાસ્ક ફોર્સની ભલામણો લાગુ ન થાય ત્યાં સુધી ડોકટરોને વચગાળાના રક્ષણની માંગ કરી છે અને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. આ પહેલા 20 ઓગસ્ટે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડના નેતૃત્વમાં જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાએ આ કેસની સુનાવણી કરી હતી.
બંગાળ સરકારની વકીલાત કરવા 21 વકીલોની ટીમ, કેન્દ્રએ 5 વકીલ ઉતાર્યા
કોલકાતા હોસ્પિટલમાં 14 ઓગસ્ટની રાત્રે થયેલી તોડફોડના કેસમાં બંગાળ સરકારનું પ્રતિનિધિત્વ કરવા માટે 21 વકીલોની એક ટીમ છે. આ ટીમમાં સિનિયર એડવોકેટ કપિલ સિબ્બલ, મેનકા ગુરુસ્વામી, સંજય બસુ, આસ્થા શર્મા, શ્રીસત્ય મોહંતી, નિપુન સક્સેના, અંજુ થોમસ, અપરાજિતા જામવાલ, સંજીવ કૌશિક, મંતિકા હરિયાણી, શ્રેયસ અવસ્થી, ઉત્કર્ષ પ્રતાપ, પ્રતિભા કોન્યા, લીન યાદા, લિ. રિપુલ સ્વાતિ કુમારી, લવકેશ ભંભાણી, અરુનિસા દાસ, દેવદિપ્તા દાસ, અર્ચિત અડલાખા, આદિત્ય રાજ પાંડે અને મેહરીન ગર્ગનો સમાવેશ થાય છે.
બીજી તરફ કોલકાતા કેસમાં કેન્દ્ર સરકાર વતી પાંચ વકીલો કોર્ટમાં છે. જેમાં સોલિસિટર જનરલ તુષાર મહેતા, એડવોકેટ માધવ સિંઘલ, એડવોકેટ અર્કજ કુમાર, એડવોકેટ સ્વાતિ ઘિલડિયાલ અને એમકે મારોરિયાનો સમાવેશ થાય છે.