ઉત્તર પ્રદેશમાં (Uttar Pradesh) વિધાનસભાની ચૂંટણી અગાઉ જ સમાજવાદી પાર્ટીના તમામ નેતાઓના (Leaders) ઘરે આવકવેરા વિભાગની ટીમો દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. શનિવારે (Saturday) આવકવેરા વિભાગે સપાના નેતાઓ રાજીવ રાય (મૌ), મનોજ યાદવ (મૈનપુરી) અને જૈનેન્દ્ર યાદવ ઉર્ફે નીતુ (લખનૌ)ના ઘરે દરોડા પાડ્યા હતા. સપા પ્રમુખ અખિલેશ યાદવે (Akhilesh Yadav) કહ્યું કે ચૂંટણી પહેલા ED અને CBI તેઓને હેરાન કરવા આવશે. તેમજ આ તમામ કાર્યવાહીને ચૂંટણીનો (Election) એક ભાગ સ્વરૂપ ગણાવ્યું છે. આ પહેલા ચૂંટણી અગાઉ કેન્દ્રીય એજન્સીઓ દ્વારા બંગાળ, તમિલનાડુ અને મહારાષ્ટ્રમાં દરોડા પાડવામાં આવ્યા હતાં.
એપ્રિલ 2021ના રોજ તમિલનાડુ વિધાનસભાની ચૂંટણીના ચાર દિવસ અગાઉ, ચેન્નાઈ સ્થિત ડીએમકે નેતા એમકે સ્ટાલિનના સંબંધીઓના ઘરે આવકવેરાના દરોડા પડ્યા હતા. સ્ટાલિન તમિલનાડુમાં મુખ્ય વિરોધ પક્ષ ડીએમકેના સભ્ય હતા, જે ભાજપ સમર્થિત AIDMK સામે ચૂંટણી લડી રહ્યા હતા. દ્રવિડ મુનેત્ર કડગમ (DMK) એ આ ચૂંટણીમાં ભાજપ સમર્થિત પાર્ટીને બમ્પર બેઠકો સાથે હરાવ્યા અને સ્ટાલિન તમિલનાડુના મુખ્યમંત્રી બન્યા. 2 એપ્રિલના રોજ ચેન્નાઈમાં સ્ટાલિનની પુત્રી અને જમાઈના ઘર તેમજ ઓફિસ ઉપર દરોડા પડાયા હતા. આ ઉપરાંત સ્ટાલિનની પુત્રી સેંતામરાઈ અને જમાઈ સબરીસનના માલિકી હક ઘરાવતા એવા 8 સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા.
માર્ચ 2021 માં પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી અગાઉ ચિટ ફંડ કેસમાં સીબીઆઈએ ટીએમસી નેતા અને મમતા બેનર્જીના નજીકના સહયોગી પાર્થ ચેટરજીને નોટિસ મોકલાય હતી. આ સિવાય એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ શારદા કૌભાંડના સંબંધમાં પૂર્વ રાજ્યસભા સાંસદ અહેમદ હસન અને પાર્થ ચેટરજીને નોટિસ મોકલી હતી. ભાજપના નેતા તેમજ કેસના આરોપી મુકુલ રોયને આ અંગે નોટિસ મોકલાવવામાં આવી ન હતી. દરોડા અને નોટિસ મોકલ્યા બાદ પણ 2 મે 2021ના રોજ મમતા બેનર્જીની પાર્ટીને બહુમતી સાથે વિજય મેળવ્યો હતો.
ઑક્ટોબર 2019 માં મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીઓ વચ્ચે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા સહકારી બેંક કૌભાંડના સંબંધમાં NCP પ્રમુખ શરદ પવાર વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. પવારે આ સમયે કહ્યું હતું કે કેન્દ્રમાં સત્તા ઉપર બેસેલી પાર્ટી ચૂંટણી હારી જવાના ડરથી આ પ્રકારની કાર્યવાહી કરે છે સાથે જ જણાવ્યું હતું કે આવી કાર્યવાહી અર્થ વિહીન છે. મહારાષ્ટ્રમાં આ ચૂંટણીઓ બાદ મહાવિકાસ અઘાડીનું ગઠબંધન થયું હતું. શરદ પવાર એનસીપી, શિવસેના અને કોંગ્રેસના સંયુક્ત ગઠબંધનના કન્વીનર બન્યા અને ઉદ્ધવ ઠાકરેને આ ગઠબંધન સરકારના મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતાં.