Home Opinion Archive by category Editorial (Page 17)

Editorial

કોરોનાની મહામારીએ આખા વિશ્વને હચમચાવી મુક્યું છે. ભારતમાં પણ ધીરેધીરે કોરોનાના કેસની સંખ્યા એક લાખ તરફ વધી રહી છે. આશરે 50થી પણ વધુ દિવસ લોકડાઉન કર્યા બાદ ભારત સરકાર થાકી ગઈ છે. હાંફી ગઈ છે. કોરોનાને મારી હટાવવા માટે ભારત સરકાર ન તો રસી શોધી શકી છે કે ન તો કોરોનાવાયરસની ચોક્કસ સારવાર. સરકારે કોરોનાના […]
ભારતમાં અંગ્રેજી શાસન વખતે મુંબઇ અને થાણા વચ્ચે પહેલી ટ્રેન દોડી ત્યારથી લઇને વર્ષો સુધી ભારતીય રેલવે જબરજસ્ત વિકાસ સાથે સતત દોડતી રહી છે. આઝાદી પછી તો ભારતીય રેલવેનો ભારે વિકાસ થયો અને વિશ્વના અગ્રણી રેલવે નેટવર્કોમાંનુ એક નેકવર્ક ભારતીય રેલવે બની રહી. દેશના જાહેર પરિવહનનું મુખ્ય સાધન બનેલી આ રેલવે દરરોજના કરોડો મુસાફરોની હેરફેર […]
ગયા વર્ષના ડીસેમ્બરમાં જ્યારે મધ્ય ચીનના હુબેઇ પ્રાંતના વુહાન શહેરમાં ભેદી વાયરસનો રોગચાળો શરૂ થયો હોવાના અહેવાલો બહાર આવવા માંડ્યા અને ધીમે ધીમે ચીનમાં આ વાયરસે જોર પકડવા માંડ્યુ ત્યારે કદાચ કોઇને કલ્પના નહીં હોય કે એક સમય આવશે જ્યારે આ નવો કોરોનાવાયરસ આખી દુનિયામાં ફેલાઇ જશે અને અડધી કરતા વધુ દુનિયાને મહિનાઓ સુધી ઠપ […]
કોરોનાવાયરસને રોકવા જ્યારથી દેશવ્યાપી લૉકડાઉન અમલમાં મૂકવામાં આવ્યું છે ત્યારથી લોકોની હરફર મર્યાદિત થઇ ગઇ છે અને જીવન શૈલીમાં અચાનક મોટું પરિવર્તન આવ્યું છે, સામાજીકતા ઘટી ગઇ છે અને આના પરિણામે ઘણા લોકોનું માનસિક આરોગ્ય પણ કથળવા માંડ્યું છે. આપણા ગુજરાતની જ વાત કરીએ તો રાજ્યમાં લૉકડાઉન દરમ્યાન માનસિક આરોગ્યની સમસ્યાઓમાં ૨પ ટકાનો ઉછાળો આવ્યો […]
દેશમાં દોઢ મહિના જેટલા સમયથી લૉકડાઉન ચાલે છે. કોરોના વાયરસનો ફેલાવો અટકાવવા માટે અમલમાં મૂકવામાં આવેલા આ લૉકડાઉનને કારણે અનેક સમસ્યાઓ પણ સર્જાઇ, જેમ કે ફસાઈ ગયેલા સ્થળાંતરિત કામદારોની સમસ્યા, રોજી ગુમાવી બેઠેલા ગરીબોની સમસ્યા વગેરે. આ સમસ્યાઓની વ્યાપક ચર્ચાઓ પણ થઇ અને તેમના નિવારણના પ્રયાસો પણ થયા, કંઇક અંશે આ સમસ્યાઓ ઉકેલાઇ પણ ખરી, […]
21 માર્ચે જ્યારે વડાપ્રધાન મોદીએ દેશમાં જનતા કરફ્યુની લગાડવાની જાહેરાત કરી ત્યારે જ દેશના મોટાભાગના લોકોને ખબર પડી ગઇ હતી કે એક દિવસ માટે સરકાર લોકોને ઘરે બેસાડીને એક ટેસ્ટ એ પણ કરવા માગે છે કે દેશના લોકો સરકારનું સાંભળવા તૈયાર છે કે નહીં. એ રવિવારનો દિવસ હતો અને આખાં દેશે વડાપ્રધાન મોદીએ કહેલી વાતને […]
કોરોના મામલે ગુજરાતનું વુહાન બની રહેલા અમદાવાદ શહેરમાં બીએસએફની ટૂકડીઓ ઉતારવામાં આવી. વડોદરા અને સુરતમાં પણ બીએસએફને કામે લગાડાઈ. આ પહેલા રેપિડ એકશન ફોર્સ પણ શહેરોમાં મુકવામાં આવી. લોકો સોશિયલ ડિસ્ટન્સ જાળવે, ઘરમાં રહે તે માટે અર્ધલશ્કરી દળોને મેદાનમાં ઉતારવામાં આવ્યા. સરકારની આ કવાયતો છતાં પણ ગુજરાતમાં કોરોનાના કેસો ઘટતા નથી. બીજી તરફ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી […]
પરપ્રાંતીય મજૂરો તેમના વતન(ગામ) પરત ફરી રહ્યા છે. ગૃહ મંત્રાલયે વિવિધ રાજ્યોમાં ફસાયેલા લોકોની અવરજવરને મંજૂરી આપી છે. પરંતુ તેની શરત છે. કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને ફસાયેલા લોકોની હિલચાલની સુવિધા માટે નોડલ ઓથોરિટીની નિમણૂક કરવા જણાવ્યું છે. ગૃહ મંત્રાલય કહે છે કે આવા તમામ લોકોને તબીબી આકારણી માટે સંસ્થાકીય રીતે અલગ રાખવાની જરૂર ન હોય […]
આપણા દેશમાં બધાં રાજ્યોનો વિકાસ એકસરખો થયો નથી. અમુક રાજ્યોમાં ખૂબ ઔદ્યોગિક વિકાસ થયો છે અને આ રાજ્યોમાં શ્રમિકોની જરૂર ઊભી થતાં દેશનાં અન્ય રાજ્યોમાંથી આ રાજ્યોમાં મોટા પાયે કામદારો ઠલવાયાં. ખાસ કરીને મહારાષ્ટ્ર, ગુજરાત, કર્ણાટક, કેરળ, પંજાબ જેવાં રાજ્યોમાં મોટા પાયે ઔદ્યોગિક વિકાસ થયો અને આ રાજ્યોમાં કારખાનાઓ, ઔદ્યોગિક કેન્દ્રોમાં કામ કરવા માટે યુપી, […]
કોઈપણ દેશની પ્રગતિમાં સૌથી મોટો સિંહફાળો કામદારોનો હોય છે. કોઈ એક વ્યક્તિ ક્યારેય પ્રગતિ કરી શકતી નથી. તેની પ્રગતિમાં નાના માણસો કે જે કામદારો છે તેનો સાથ જરૂરી છે. દેશના અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાત સમૃધ્ધ અને પ્રગતિશીલ રાજ્ય ગણાય છે. ગુજરાતની આ સિદ્ધિમાં ગુજરાતીઓ્ની સાથે દેશના અન્ય રાજ્યોમાંથી આવીને વિવિધ શહેરોમાં વસેલા કામદારોનો પણ એટલો […]