Charchapatra

બળાત્કારના કિસ્સા

સાંપ્રત ઘટનાઓ, ભૂતકાલીન પણ હતી જ, જો કે થોડા સમય અગાઉ આપણે સૌ એવા સમાચારોથી પણ વાકેફ થયા હતા એ.. બહુગાજિત..બહુચર્ચિત મી ટુ ( હું પણ.. ) અંતર્ગત યૌન શોષણ નો ભોગ બનનારી કંઈક કેટલીય મહિલાઓ , કુંવારીઓના ( કહેવા ખાતર ની..) એક સાથે અવાજ માં ઊછાળો નોંધાયો હતો. ગુજરાતી માં કહેવાય છે કે,ગામ હોય ત્યાં ગંદકી રહેવાની જ ( ઢોરવાડો ) આમાં બધુ જ સરળતાથી સમજાય એમ છે. વિકસતા ભારત અને ગુજરાત – સુરત માં પણ એક સમયે જાતિય શોષણ ન થાય એ માટે જાહેર માર્ગ ઉપર જ  ખાનગી બદકામ ની સંપૂર્ણ વ્યાવસાયિક ધોરણે પરાપર્વ થી એક પદ્ધતિઓ અમલમાં હતી,પરંતુ આશ્ચર્યજનક રીતે, એ બાબતે પણ હકીકતદોષ બની ગઈ અને આજે .. આખાય ગામ શહેર માં જાણે ..

આંખ મિચામણા થતા હોય તેમ નવા અપડેટ મુજબ હેર કટિંગ સલૂન, બ્યુટી પાર્લરની, મસાજ પાર્લર ની આડશે કયાંંક છડેચોક તો ક્યાંક ખાનગી રાહે , પોલીસ તંત્ર ના ભ્રષ્ટાચારી માનસ સાથે , મેળાપીપણામાં દેહવેપાર ફૂલતો જ રહેવા છતાંય એક પછી એક બળાત્કાર ના કિસ્સાઓ બહાર લાવવામાં આવે છે કે, અનાયાસ આવી જાય એને છાપે ચઢાવી .. દેહવિક્રિય ધંધા ના મિલીભગતના વેપારે ઢાંકપિછોડા થતાં હશે ?? ગમે તે કહો..ગમે એટલી હદ બાંધ્યેથી પણ પરાપર્વ થી બની રહેલા આવા જાહેેર સામાજિક દૂષણો માટે હંમેશ એક હાથે તાળી પડતી નથી..

નાની બાળાઓ ને ચોકલેટ ની લાલચ અને યુવતી કે, નોકરિયાત વર્ગ ની મહિલાઓ હોય કે,મહેનતકશ મજૂર બાઈઓ હોય કે, વિવિધ ખાનગી / સરકારી સંસ્થાઓમાં પણ કોઈ ને કોઈ લાલચે આવા પ્રકાર ના અનેકવિધ બળાત્કાર ના કિસ્સાઓ બહાર આવે પણ છે,અને કંઈક કેટલાય કિસ્સાઓ અંદરોઅંદર સેટલમેન્ટ ના કાવાદાવા થકી છુપાઈ પણ જતા જ હોય છે. પુરુષોની ભ્રમર વૃત્તિઓ અને સ્ત્રીઓ ની લાલચ વૃત્તિઓ પણ સરખામણીએ લગભગ એક સમાન છે.
સુરત     – પંકજ શાંતિલાલ મહેતા        – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top