National

અજમેર: 100થી વધુ વિદ્યાર્થીનીઓ પર બળાત્કારનો મામલો, 32 વર્ષ પછી છ આરોપીઓને કરાઈ આજીવન કેદ

રાજસ્થાનના અજમેરમાં સૌથી મોટા બ્લેકમેલ કાંડના બાકીના 6 આરોપીઓને દોષિત ઠેરવવામાં આવ્યા છે. આજે બપોરે 2 વાગ્યે કોર્ટે તેમને સજા સંભળાવી હતી. આપને જણાવી દઈએ કે કોર્ટે નફીસ ચિશ્તી, નસીમ ઉર્ફે ટારઝન, સલીમ ચિશ્તી, ઈકબાલ ભાટી, સોહેલ ગની અને સૈયદ ઝમીર હુસૈનને દોષી ઠેરવ્યા છે અને તેમને આજીવન કેદની સજા ફટકારી છે અને દરેકને 5 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

વર્ષ 1992માં અજમેરની એક ગેંગે સ્કૂલ અને કોલેજમાં ભણતી લગભગ 250 છોકરીઓના નગ્ન ફોટોગ્રાફ્સ મેળવ્યા હતા. ત્યારબાદ તેઓએ 100 થી વધુ વિદ્યાર્થીનીઓને લીક કરવાની ધમકી આપીને સામૂહિક બળાત્કાર કર્યો હતો. ગેંગના સભ્યો સ્કૂલની વિદ્યાર્થિનીઓને ફાર્મહાઉસ પર બોલાવતા હતા. તેમની સાથે સામૂહિક બળાત્કાર કરતા હતા. ઘણી શાળાઓ અજમેરની જાણીતી ખાનગી શાળાઓ હતી. આ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે એક અખબારે તેનો પર્દાફાશ કર્યો. તે સમયે આ છોકરીઓની ઉંમર 11 થી 20 વર્ષની હતી. હાલ આ કેસમાં 4 આરોપીઓ સજા ભોગવી ચૂક્યા છે.

પ્રથમ ચાર્જશીટમાં 12 આરોપીઓના નામ હતા
તમને જણાવી દઈએ કે પોલીસે આ કેસમાં કૈલાશ સોની, હરીશ તોલાની, ફારુક ચિશ્તી, ઈશરત અલી, મોઈઝુલ્લા ઉર્ફે પુતન અલ્હાબાદી, પરવેઝ અંસારી, નસીમ ઉર્ફે ટારઝન, પુરુષોત્તમ ઉર્ફે બબલી, મહેશ લુધાણી, અનવર ચિશ્તી, શમસુ ઉર્ફે મેરાડોના અને ઝહૂર ચિશ્તીની ધરપકડ કરવામાં આવી હતી અને ડીજે કોર્ટમાં 30 નવેમ્બર 1992ના રોજ પ્રથમ ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી.

કેસમાં 10 થી વધુ ચાર્જશીટ
પ્રથમ ચાર્જશીટ 8 આરોપીઓ સામે હતી અને આ પછી 4 અલગ-અલગ ચાર્જશીટ 4 આરોપીઓ સામે હતી. આ પછી પણ પોલીસે અન્ય 6 આરોપીઓ સામે 4 વધુ ચાર્જશીટ રજૂ કરી હતી. અહીં પોલીસે સૌથી મોટી ભૂલ કરી છે, જેના કારણે 32 વર્ષ પછી પણ આ કેસમાં ન્યાય નથી મળ્યો.

Most Popular

To Top