Gujarat

રાજ્યમાં કોરોનાના કેસ ઘટવા માંડ્યા, નવા 10,742 : 109 દર્દીના મોત

રાજ્યમાં કોરવા કેસની સંખ્યા ધીમે ધીમે ઘટી રહી છે. ગુરૂવારે નવા 10,742 કેસ નોંધાયા હતા. જ્યારે અમદાવાદ મનપામાં 15 મૃત્યુ સાથે રાજ્યમાં કુલ મૃત્ય 109 થયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ મૃત્યુ આંક 8840 થયા છે.ગુરૂવારે અમદાવાદ મનપામાં 15, સુરત મનપામાં 8, સુરત ગ્રામ્યમાં 6, વડોદરા મનપામાં 6, વડોદરા ગ્રામ્યમાં 4, રાજકોટ મનપામાં 4, રાજકોટ ગ્રામ્યમાં 5, જામનગર મનપામાં 5, ભાવનગર મનપા 4, જૂનાગઢ મનપા 4, જૂનાગઢ ગ્રામ્યમાં 7, કચ્છમાં 3, મહેસાણામાં 4, સહિત કુલ 109 દર્દીઓએ જીવ ગુમાવ્યાં છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન અમદાવાદ મનપામાં 2878, સુરત મનપામાં 776, વડોદરા મનપામાં 650, રાજકોટ મનપામાં 359, ભાવનગર મનપામાં 202, ગાંધીનગર મનપામાં 104, જામનગર મનપામાં 298 અને જૂનાગઢ મનપામાં 323 કેસ નોંધાયા છે. જ્યારે સુરત ગ્રામ્યમાં 227, જામનગર ગ્રામ્ય 176, વલસાડ 107, મહેસાણા 399, વડોદરા ગ્રામ્ય 461 નવા કેસ નોંધાયા છે.

રાજ્યમાં હાલમાં એક્ટિવ કેસોની સંખ્યામાં 1,22,847 વેન્ટિલેટર ઉપર 796 અને 1,22,051 દર્દીઓ સ્ટેબલ છે. બીજી તરફ આજે 15,269 દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 5,93,666 દર્દીઓ સાજા થયા છે.

આજે 18 થી 45 વર્ષ સુધીના વ્યક્તિઓનો પ્રથમ ડોઝ 30471, 45થી વધુ ઉંમરના વ્યક્તિઓનો પ્રથમ ડોઝ 38085, જ્યારે બીજો ડોઝ 65718, તેવી જ રીતે હેલ્થ કેર વર્કર અને ફસ્ટ લાઈન વર્કર વ્યકિતઓનો પ્રથમ ડોઝ 4069 અને બીજો ડોઝ 13429 વ્યક્તિઓને આપવામાં આવ્યો છે. આમ ગુરૂવારે કુલ 1,51,772 વ્યકિતઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું. જ્યારે અત્યાર સુધીમાં 1,47,18,861 વ્યકિતઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.

Most Popular

To Top