SURAT

શહેરમાં કેસ ઘટતા સિવિલ કેમ્પસમાં તાત્કાલીક ધોરણે શરૂ કરેલી કિડની હોસ્પિટલ કોવીડ માટે બંધ કરાઈ

સુરત: (Surat) કોરોનાના કેસો ઘટવાની સાથે જ હવે સુરત સિવિલ કેમ્પસમાં તાત્કાલીક ધોરણે શરૂ કરેલી કિડની હોસ્પિટલ કોવીડ માટે બંધ કરી દેવામાં આવી છે. આ હોસ્પિટલમાં અંદાજે 200થી વધુ દર્દીઓએ સારવાર (Treatment) લીધી હતી. આ હોસ્પિટલમાં આશરે 50 થી વધુ વેન્ટીલેટર સહિતના બેડ પણ મુકવામાં આવ્યા હતા. હાલમાં કોરોનાના કેસો ઘટી ગયા (Case reduction) છે જેને કારણે હોસ્પિટલ બંધ કરી દેવાઈ છે.

પ્રાપ્ત વિગતો મુજબ સુરતની સિવિલ હોસ્પિટલમાં જ્યારે બીજી વેવ શરૂ થઇ ત્યારે સમગ્ર સિવિલ હોસ્પિટલમાં કોરોનામાં ટ્રાન્સફર કરી દેવાઇ હતી. સિવિલ કેમ્પસમાં આવેલી કિડની હોસ્પિટલને પણ કોરોનાના દર્દીઓ માટે ઉપયોગમાં લેવાઇ હતી. બીજી વેવ દરમિયાન કિડની હોસ્પિટલમાં આશરે 200 થી વધુ દર્દીઓએ ટ્રીટમેન્ટ લીધી હતી. આ હોસ્પિટલમાં આશરે 50 થી વધુ વેન્ટીલેટર સહિતના બેડ પણ મુકવામાં આવ્યા હતા. હાલમાં કોરોનાના કેસો ઘટી ગયા છે. સિવિલમાં માત્ર 127 દર્દીઓ જ દાખલ છે, તે તમામ દર્દીઓ સ્ટેમસેલ બિલ્ડીંગમાં સારવાર લઇ રહ્યા છે. કિડની હોસ્પિટલમાં છેલ્લા અઠવાડિયામાં સાત જેટલા દર્દીઓ એડમીટ હતા, તેઓને પણ સ્ટેમસેલ બિલ્ડીંગમાં ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા હતા અને કિડની હોસ્પિટલને ખાલી કરી દેવાઇ હતી.

ત્રીજી વેવ માટે અત્યારથી જ તૈયારીઓ
ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે હાલમાં કેન્દ્ર સરકાર અને આરોગ્ય મંત્રાલય દ્વારા કોરોનાની ત્રીજી લહેર આવવાનું કહી રહી છે, કોરોનાની ત્રીજી લહેરને પહોંચી વળાય તે માટે આગોતરુ આયોજન શરૂ કરી દેવામાં આવ્યું છે. જેમાં કિડની હોસ્પિટલમાં જરૂરી તમામ સાધન-સામગ્રી હાજર રાખવા અને બિલ્ડીંગને ચોખ્ખી રાખવા સહિતની તમામ કામગીરીઓ આરંભી દેવામાં આવી છે.

સુરત જિલ્લામાં નવા 75 કેસ નોંધાયા

સુરત: સુરત જિલ્લામાં કોરોનામાં કોરોનામાં એકનું મોત નિપજયું છે તેમજ નવા 75 પોઝિટિવ કેસ નોંધાયા છે. વિતેલા ચોવીસ કલાકમાં સુરત જિલ્લાના કામરેજ તાલુકાના સેવણી ગામમાં એક આધેડનું મોત નિપજયુ હતું. આ સાથે જિલ્લામાં કોરોનામાં કુલ મરણાંક 463 થયો છે. સુરત જિલ્લામાં ચોર્યાસી તાલુકામાં 2, ઓલપાડમાં 3, કામરેજમાં 9, પલસાણમાં 21, બારડોલીમાં 5, મહુવામાં 18, માંડવીમાં 11 તેમજ માંગરોળમાં 6 કેસ પોઝિટિવ નોંધાયા છે. સુરત જિલ્લામાં પોઝિટિવ કેસની સંખ્યા 31429 તેમજ રીકવર થયેલા કેસની સંખ્યા 29687 થઇ છે. જિલ્લામાં આજે 88 પેશન્ટને રજા અપાઇ છે તેમજ સારવાર હેઠળ 1279 પેશન્ટ હોવાનું જણાવાયું છે.

Most Popular

To Top