આજકાલ હું જોઉં છું કે સુરતની અંદર લોકો હીરો ક્યારેક ઝીરો પણ થઈ જાય છે, કરોડપતિ રોડપતિ થઈ જાય છે અને રોડપતિ, કરોડપતિ પણ થઈ જાય છે અને ક્યારેક નિષ્ફળતા પણ મળે છે. પણ મની મેનેજમેન્ટ કહે છે કે જ્યારે યોગ્ય સમય હોય ત્યારે વિલંબ કરવો નહીં. બચત કરવાની જરૂર હોય ત્યારે આપણે વિલંબ કરીએ છીએ અને રોકાણ કરવા પણ મોડા પડીએ છીએ. પરિણામે ઘણું બધું નુકસાન થાય છે. એ જ રીતે જ્યારે કોઈ વસ્તુ ખરીદવામાં ઉતાવળ કરવાની ન હોય ત્યારે જલ્દી જલ્દી ખરીદી કરવા દોડી જઈએ છીએ.
રોકાણ બાબતે બીજાઓનો અનુકરણ કરવામાં પણ ઉતાવવા કરી બેસીએ છીએ. એનું પરિણામ હંમેશા એક જ આવે છે પસ્તાવો. નાણાકીય વિષયને સમજવાનું અને એના આધારે નાણાનો વહીવટ કરવાનું મુશ્કેલ અને દુશ્મન જેવું લાગતું હોય આખરે તો આપણા લાભમાં જ હોય છે. નાણાકીય સફળતા લાભ કે અહંકારથી નહીં અને સાચી સમજણથી પ્રાપ્ત થાય છે. ખર્ચ કરતા પહેલા બચત કરવી, ઉતાવળે નિર્ણયો લેવાને બદલે આયોજનબદ્ધ કામ કરવું, સમજ્યા વગર કૂદી પડવું નહીં. એ બાબતો ધ્યાનમાં લેવા જેવી છે. આવો અભિગમ અનિવાર્ય છે. કૃષ્ણ દવે કવિની કવિતાની પંક્તિ માણીએ.સીધુ સાદું સરળ જીવન છે. એને કાં,ભાઈ ટ્વીસ્ટ બનાવો, નથી નથીની વાતો છોડી, છે તેનું લિસ્ટ બનાવો.
મોટા વરાછા, સુરત – યોગેન્દ્ર પટેલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.