વાપી: (Vapi) વાપીમાં ગોલ્ડકોઈન સર્કલ પાસે વાપી ટાઉન પોલીસે વ્હાઇટ કલરની મારૂતિ અર્ટિગા કારને રોકીને તપાસ કરતા કારની અંદરથી ઇંગ્લિશ બનાવટનો દારૂ (Alcohol) તેમજ બીયરનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે વાપીના બે શખ્સોને અટક કરીને દમણથી ક્યાંથી દારૂ ભરાવ્યો તેની જાણકારી મેળવી હતી. આ ઉપરાંત કારની (Car) નંબર પ્લેટ પણ ખોટી હોવાનું જણાયું હતું. પોલીસને (Police) કારની સાચી નંબર પ્લેટ કારની અંદરથી મળી આવી હતી. વાપી ટાઉન પોલીસે બંને શખ્સોના કોરોના ટેસ્ટ કરાવ્યા બાદ ધરપકડ માટેની તજવીજ હાથ ધરી છે. દમણથી દિવ્યેશ ઉર્ફે ડીસીઓ પટેલે દારૂ ભરાવ્યો હોવાથી તેને આ કેસમાં વોન્ટેડ બતાવી વધુ તપાસ હાથ ધરી છે.
વાપી ટાઉન પોલીસે ગોલ્ડનકોઈન સર્કલ પાસે બાતમીના આધારે વ્હાઇટ મારૂતિ અર્ટિગા કારને રોકીને તપાસ કરતા ઇંગ્લિશ બનાવટનો દારૂ તેમજ બીયરનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કારમાંથી અલગ અલગ બ્રાન્ડની વ્હીસ્કી તેમજ બીયરના ટીન મળી ૧,૬૫૬ નંગ ઝડપી પાડ્યા હતા. પોલીસે કાર ચાલક વાપી કોળીવાડના યોગેશ કાળીદાસ કો.પટેલ તથા તેની સાથે કારમાં સલવાવના જયેશ અરવિંદ હળપતિને અટક કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. કારમાંથી પકડાયેલા દારૂના જથ્થાની કિંમત રૂ. ૧,૭૨,૮૦૦ બતાવવામાં આવે છે. જયારે દારૂ સાથે કાર તેમજ બે મોબાઇલ સહિતની મુદ્દામાલની કિંમત રૂ.૬,૮૨,૦૦૦ બતાવવામાં આવે છે. કારની નંબર પ્લેટ ખોટી હતી તેમજ બીજી સાચી નંબર પ્લેટ કારમાંથી મળી આવી હતી. આમ વાપી ટાઉન પોલીસે બંને શખ્સોના કોરોના ટેસ્ટ કરાવ્યા બાદ ધરપકડ માટેની તજવીજ હાથ ધરી છે. દમણથી દિવ્યેશ ઉર્ફે ડીસીઓ પટેલે દારૂ ભરાવ્યો હોવાથી તેને આ કેસમાં વોન્ટેડ બતાવી વધુ તપાસ હાથ ધરી છે.
પરથાણ ગામ પાસેથી વિદેશી દારૂ સાથે 1 ઝડપાયો, દારૂ આપનાર અને મંગાવનાર વોન્ટેડ
નવસારી : નવસારી નેશનલ હાઇવે નં. 48 ઉપર પરથાણ ગામ પાસેથી લાલ રંગની સ્વીફટ કાર (નં. જીજે-15-ડીડી-7988)ને રોકી તપાસ કરી હતી. જેમાંથી પોલીસને 27,600 રૂપિયાની વિદેશી દારૂની 120 નંગ બાટલીઓ મળી આવી હતી. જેથી પોલીસે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના જરોલી ગામ પથ્થર ફળિયામાં રહેતા આનંદભાઇ રમેશભાઇ હળપતિને ઝડપી પાડ્યો હતો. જ્યારે પોલીસે ધટના સ્થળેથી વિદેશી દારૂ સહિત 1.50 લાખની કાર અને ૩ હજારનો મોબાઇલ મળી કુલ્લે 1,80,600 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તપાસ પીએસઆઇ પી.વી. પાટીલે હાથ ધરી છે.