સુરત : શહેરના સચિન વિસ્તારમાં આજે સવારે આઘાતજનક ઘટના બની છે. જમીન પર સૂતેલા માસૂમ ભાઈ બહેન પર કાર ફરી વળતા બાળકીનું મોત નિપજ્યું છે.
સચિનમાં એક બાંધકામ સાઈટ ઉપર જમીન પર સુતેલા માસુમ ભાઈ-બહેનોને કાર ના ચાલકે કચડી મારતા 4 માસની દીકરીનું કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે આ દુર્ઘટનામાં માસુમ ભાઈનો ચમત્કાતિક બચાવ થયો હતો. આજે સવારે બનેલી ઘટના બાદ માસુમ દિકરીનો મૃતદેહ લઈ ને સિવિલ આવેલા પરિવારે જણાવ્યું હતું કે એક મહિના પહેલા જ રોજગારીની શોધમાં સુરત આવ્યા હતા.
પરિવારે જણાવ્યું હતું કે તેઓ એક મહિના પહેલા જ સુરત આવ્યું હતું. બાંધકામમાં મજૂરી કરી રોટલો ખાતા હતા. ઘટના આજે સવારની હતી. માતા-પિતા પોતાના બે માસુમ સંતાનોને જમીન પર સુવડાવી કામ કરી રહ્યા હતા. ત્યારે એક કાર નો ચાલક જમીન પર સુતેલા માસુમ બાળકોને કચડી ગયો હતો. જેમાં 4 મહિનાથી દિકરી જવીનાનું ગંભીર ઇજાને કારણે મોત નિપજ્યું હતું. જ્યારે માસુમ દીકરાનો ચમત્કારિક બચાવ થયો હતો.
વધુમાં જણાવ્યું હતું કે ઘટનાની જાણ બાદ પોલીસ દોડી આવી હતી. હાલ બાળકના મૃતદેહને સિવિલમાં પોસ્ટ મોર્ટમ માટે લઈ આવ્યા હતા. પરિવાર દીકરી ને ગુમાવવાના શોકમાં ગરકાવ થઈ ગયો છે. કાર ચાલકની બેદરકારી માસુમ દિકરીને ભરખી ગઈ છે. હાલ પોલીસ આગળની તપાસ કરી રહી છે.
આદિવાસી સમાજના અગ્રણીઓએ જણાવ્યું હતું કે ઘટના સચિન GIDC મહાલક્ષ્મી ટેક્સ ટાઇલ ના ગેટ નંબર 3 ની સામે બની હતી. સ્કોડા કાર નંબર GJ5RB0870 ના ચાલકે યુ ટર્ન મારતી વખતે સુતેલા બાળકોને વ્હીલ નીચે કચડી નાંખ્યા હતા. ત્યાર બાદ કાર નો ચાલક ભાગી ગયો હતો. હાલ કાર માલિક પોલીસ સ્ટેશન દોડી આવ્યા છે. પોલીસ તપાસ કરી રહી છે.
મેડિકલ ઓફિસરે જણાવ્યું હતું કે ઘટના લગભગ સવારે બની હતી ત્યારબાદ મૃતદેહ બપોરે 2:45 વાગે સિવિલ લાવવામાં આવ્યો હતો. બાંધકામ સાઈટ ઉપર સુતેલા બે બાળકો ઉપર કાર ફરી વળતા દીકરી કચડાઈ ગઈ હતી. જ્યારે બીજું બાળક દીકરો ચમત્કારિક બચી ગયો હતો. પરિવાર મધ્ય પ્રદેશનું રહેવાસી છે અને મજૂરી કામ કરવા સુરત આવ્યુ હોવાનું જાણવા મળ્યું છે.