હથોડા: કોસંબા (Kosamba) નજીક એક વિચિત્ર રીતે સર્જાયેલા અકસ્માતમાં (Accident) સુરતના (Surat) અમરોલીના કારચાલકનું મોત (Death) થયું હતું. સુરતના અમરોલી ખાતે રહેતા નિર્મલકુમાર રતિલાલ શર્મા પત્ની હિના સાથે પોતાની જીજે 05 જેડી 2039 નંબરની કાર લઈ સુરતથી નીલકંઠ ધામ પોઇચા ખાતે જવા નીકળ્યા હતા અને કોસંબા નજીક ધામણોદ ગામની સીમમાંથી પસાર થતા હતા.
- કાર રોડની સાઈડમાં ઊભી કરી ઊલટી કરવા કારચાલક નીચે ઊતર્યા
- કોઈ અજાણ્યા વાહને ટક્કર મારતાં નિર્મલ કુમારનું મોત થયું
ત્યારે નિર્મલ કુમારને ઊલટી થશે તેવું લાગતાં તેમણે પોતાની કાર રોડની સાઈડમાં ઊભી કરી ઊલટી કરવા નીચે ઊતરતાં તેમની પત્ની હીના રોડની સાઈડે ઊભી હતી. દરમિયાન કોઈ અજાણ્યા વાહને ટક્કર મારતાં નિર્મલ કુમારનું મોત (Death) થયું હતું. આ બનાવ અંગે કોસંબા પોલીસે (Police) વધુ તપાસ હાથ ધરી છે.
જોળવા પાટિયા ઉપર ટ્રક પાછળ રિક્ષા ભટકાતાં બે મહિલાને ઈજા
પલસાણા: પલસાણાના જોળવા પાટિયા નજીક ગુરુવારે વહેલી સવારે અકસ્માત સર્જાયો હતો. જોળવા પાટિયા નજીક ટ્રકની સામે અચાનક બાઇકસવાર આવી જતાં ટ્રકના ચાલકે બ્રેક મારતાં પાછળ ચાલી રહેલ બાઇક ટ્રકમાં ભટકાઈ હતી. જે અકસ્માતમાં રિક્ષામાં સવાર બે મહિલાને ઈજા થતાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ બારડોલીથી સુરત નેશનલ હાઇવે પર ટ્રક નં.(GJ-16-AV-8145) પસાર થઈ રહી હતી. દરમિયાન પલસાણાના જોળવા પાટિયા નજીક ટ્રકની સામે અચાનક એક બાઇકસવાર આવી ગયો હતો. ત્યારે ટ્રકના ચાલક ભૂપેન્દ્ર યાદવે ઇમરજન્સી બ્રેક મારી હતી. ટ્રકની પાછળ ચાલતી રિક્ષાનો ચાલક બ્રેક મારે એ પહેલાં તો રિક્ષા ધડાકાભેર ભટકાઈ હતી. જે અકસ્માતમાં રિક્ષાના ચાલકનો આબાદ બચાવ થયો હતો. જ્યારે રિક્ષામાં સવાર મહિલા સુધાબેન અને મંજુબેનને ઈજાઓ થતાં 108ની મદદથી ચલથાણની સંજીવની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.